Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૪૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બહ્મ, જીવ, જગત, મુક્તિ, મુક્તિઉપાય વગેરે તત્ત્વજ્ઞાનના વિષયોમાં આચાર્યોએ જે વ્યાખ્યાઓ ‘બહ્મસૂત્ર'ના આધારે કરી, તેમાં ઐકમત્ય ન હતું. પ્રત્યેક આચાર્ય પોતાના આગવા દૃષ્ટિકોણ મુજબ બ્રહ્મસૂત્ર'નું અર્થઘટન કરી મૌલિક સિદ્ધાંતો તારવ્યા હતા અને ભાષ્ય, ટીકા, ટિપ્પણ, વિવરણ, વાર્તિક, તિલક, સ્તોત્ર આદિ દ્વારા સ્વમતનું સ્થાપન કર્યું હતું. સ્થાપન કરેલા સ્વમતનું પાંડિત્યપૂર્ણ વિચારવિમર્શ દ્વારા સમર્થન કર્યું હતું અને સમગ્ર ભારત દેશમાં પરિભ્રમણ કરી શાસ્ત્રાર્થ દ્વારા સ્વમતનો પ્રચાર કર્યો હતો. આચાર્યોએ કરેલા અર્થઘટન વચ્ચે ઐકમત્ય ન હોવાથી જે મતભેદ પડ્યા હતા તે મુજબ મુખ્યત્વે ત્રણ મત છે - અદ્વૈત, દ્વૈત અને વૈતાદ્વૈત. અદ્વૈતમતમાં મુખ્ય ત્રણ શાખાઓ થઈ - (૧) કેવલાદ્વૈત (શંકરાચાર્ય), (૨) વિશિષ્ટાદ્વૈત (રામાનુજાચાર્ય), (૩) શુદ્ધાદ્વૈત (વલ્લભાચાર્ય).
વેદાંત
અદ્વૈતમત દ્વૈતમંત
દ્વૈતાદ્વૈતમત
(મધ્વાચાર્ય) (નિબાર્કાચાર્ય) કેવલાદ્વૈત વિશિષ્ટાદ્વૈત
શુદ્ધાદ્વૈત (શંકરાચાર્ય) (રામાનુજાચાર્ય) (વલ્લભાચાર્ય)
બહ્મસૂત્ર'ના મુખ્ય ભાષ્યકારો, તેમનો આશરે સમય, તેમણે રચેલાં ભાષ્યો તથા તેમનો દાર્શનિક મત નીચેના કોષ્ટક ઉપરથી સ્પષ્ટ થશે –
ભાષા
દાર્શનિક મત
શારીરકભાષ્ય
می ما به
શ્રીભાષ્ય
આચાર્યનું નામ છે સમય (આશરે) |
શંકરાચાર્ય | ઈ.સ. ૮૦૦ રામાનુજાચાર્ય | ઈ.સ. ૧૨૦૦
મધ્વાચાર્ય ઈ.સ. ૧૩CO ૪ . નિબાર્કાચાર્ય
ઈ.સ. ૧૩OO
(ઈ.સ. ૯૯૦) વલ્લભાચાર્ય ઈ.સ. ૧૫OO
કેવલાદ્વૈતવાદ વિશિષ્ટાદ્વૈતવાદ
વૈતવાદ
પૂર્ણપ્રજ્ઞભાષા
વેદાંતપારિજાતભાષ્ય !
દ્વૈતાદ્વૈતવાદ
અણુભાષ્ય
શુદ્ધાદ્વૈતવાદ
હવે આ પાંચે આચાર્યોના મતોને સંક્ષેપમાં અવલોકીએ. વેદાંતના વિભિન્ન સંપ્રદાયોની તત્ત્વમીમાંસા, આચારમીમાંસા આદિમાં ભિનતા હોવાથી તેની વિગત સમુચ્ચયપણે નહીં મૂકતાં દરેક સંપ્રદાયની અલગ અલગ આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org