Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પદર્શનપરિચય - પૂર્વ મીમાંસા દર્શન
૬૩૭ ૩) કામ્ય કર્મો – નિશ્ચિત ફળની પ્રાપ્તિના ઉદ્દેશથી થતાં કર્મો, જેમ કે પુત્રપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ વગેરે માટે થનાર યજ્ઞો. એ કરવાથી પુણ્યસંચય થાય, પણ ન કરવાથી પાપ ન લાગે. ૪) નિષિદ્ધ કર્મો – આ કર્મો ન કરવાથી પુણ્ય ન મળે, પણ એ કરવાથી પાપ અવશ્ય લાગે. જેમ કે બ્રહ્મહત્યા, બાલહત્યા, ગૌહત્યા, સ્ત્રીહત્યા, વગેરે. ૫) પ્રાયશ્ચિત કર્મો – વ્યક્તિથી જો નિષિદ્ધ કર્મ થઈ જાય તો તેના પ્રાયશ્ચિત માટે, તેના અશુભ ફળમાંથી બચવા માટે અનેક વિધિઓ બતાવેલ છે.
નિત્ય અને નૈમિત્તિક કર્મો કરવા માટે વેદનો આદેશ છે, માટે તે કરવાં જોઈએ. પ્રત્યેક કર્મમાં પાપ કે પુણ્ય ઉત્પન્ન કરવાની શક્તિ હોય છે, જેને ‘અપૂર્વ' કહે છે. કર્મ દ્વારા “અપૂર્વ’ અને ‘અપૂર્વ' દ્વારા કર્મફળ નીપજે છે. કર્મ મીમાંસાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મનુષ્ય વેદપ્રતિપાદિત કર્મોમાં પોતાની જાતને જોડી આત્માનું કલ્યાણ સાધે.
વૈદિક કર્મો કરવાથી શી ફળપ્રાપ્તિ થાય છે તે અંગે પ્રાચીન મીમાંસકોનો જવાબ ‘સ્વર્ગપ્રાપ્તિ' છે. પરંતુ ઉત્તરકાલીન મીમાંસકોએ અન્ય દર્શનોની અસર તળે સ્વર્ગપ્રાપ્તિ ઉપરાંત નિઃશ્રેયસ(મોક્ષ)નો ખ્યાલ રજૂ કરેલ છે. સકામ કર્મોનાં અનુષ્ઠાનો વડે પાપપુણ્યાદિ સંભવે છે, પણ નિષ્કામ ધર્માચરણ વડે પૂર્વે કરેલાં કર્મોનાં જે સંચિત સંસ્કારો હોય તે નષ્ટ થાય છે અને પરિણામે મનુષ્ય ભવબંધનથી મુક્તિ મેળવે છે; માટે ભવબંધનથી છૂટવા અને મોક્ષને પ્રાપ્ત કરવા મનુષ્ય નિષ્કામભાવે વેદવિહિત કર્મો કરવાં જોઈએ એવો મીમાંસકોનો મત છે.
(V) ઉપસંહાર
ભારતીય દર્શનોની શાખામાં જો કે પૂર્વ મીમાંસાને એક દર્શન તરીકે સ્થાન મળેલ છે, છતાં કેટલાક આલોચકોના મત અનુસાર મીમાંસા એ દર્શન નથી, પરંતુ નર્યો કર્મકાંડ અને તદ્વિષયક ચર્ચા કરતું શાસ્ત્ર છે. તેમાં શુદ્ધ તત્ત્વજ્ઞાન તથા અધ્યાત્મવિચારણા નહીંવત્ છે.
મીમાંસા દર્શનમાં ઈશ્વર તથા જીવ અને જગતના સંબંધમાં વિવરણ યોગ્ય રીતે થયું નથી. તેથી પાછળથી વૈષ્ણવમત અને શૈવમતના સ્વરૂપમાં તેના ધાર્મિક પ્રત્યાઘાતો પડ્યા. આ બને મતોમાં જેની વ્યક્તિગત રીતે પૂજા થઈ શકે એવો એક સર્વોપરી ઈશ્વરનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેનો બંધન તથા મુક્તિ સંબંધી ખ્યાલ પણ તેનો પોતાનો સ્વતંત્ર ખ્યાલ નથી, પરંતુ અન્ય દર્શનો ઉપરથી તે ઘડાયેલો હોય એવું લાગે છે. તેના આત્મતત્ત્વ અંગેના વિચારો પણ સંદિગ્ધ છે. વળી, તેની જ્ઞાનની પ્રક્રિયા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org