Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬ ૨૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મહર્ષિ પતંજલિએ ઈશ્વરના નિમિત્તકારણ હોવાનું સ્પષ્ટ કથન કર્યું નથી, પરંતુ શ્રી વાચસ્પતિએ સ્પષ્ટ કહ્યું છે કે ઈશ્વર પ્રકૃતિનાં વિભિન્ન પરિણામોનું નિમિત્તકારણ છે. શ્રી વિજ્ઞાનભિક્ષુ અને શ્રી વાચસ્પતિ બન્ને પ્રકૃતિને જગતનું ઉપાદાનકારણ માને છે અને ઈશ્વરને નિમિત્તકારણ. તેમના મત પ્રમાણે ઈશ્વર સત્ત્વ, રજસ્ અને તમસૂની સામ્યવસ્થાનો ભંગ કરી, પ્રકૃતિના પરિણામને શરૂ કરે છે અને પુરુષોના ભોગ અને મોક્ષમાં હેતુભૂત પરિણામના ક્રમને ઉચિત દિશામાં ચલાવે છે. (૩) ઈશ્વર વિષે વિચાર
નિરીશ્વર સાંખ્યમત ૨૪ પ્રાકૃતિક તત્ત્વો તથા એક પુરુષ મળી કુલ ૨૫ તત્ત્વો સ્વીકારે છે. યોગ દર્શન સાંખ્ય દર્શનના આ ૨૫ તત્ત્વો ઉપરાંત એક પુરુષવિશેષ (ઈશ્વર) એમ મળીને કુલ ર૬ તત્ત્વો સ્વીકારે છે. સાંખ્યમતમાં જેમ સ્વતંત્ર પુરુષબહુત્વને સ્થાન છે, તેમ અહીં યોગ દર્શનમાં પુરુષના બહુત્વ ઉપરાંત સ્વતંત્ર પુરુષવિશેષ એવા ઈશ્વરને સ્થાન છે.
પાતંજલસૂત્રો અનુસાર ઈશ્વર એટલે એવો વિશિષ્ટ આત્મા (પુરુષ) કે જેને અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશરૂપ પાંચ ક્લેશો, ગુણ, દુર્ગુણ, તેના વિપાક કે સામાન્ય સંસ્કાર સ્પર્શતા નથી. દરેક માણસના આત્માની જેમ ઈશ્વર પણ એક વિશિષ્ટ આત્મા જ છે. ઈશ્વર આ જગત તેમજ સઘળા જીવોથી તદ્દન ભિન્ન છે. યોગ દર્શન ઈશ્વરને આ જગતના સર્જક કે પાલક તરીકે સ્વીકારતું નથી. યોગ દર્શનના મત પ્રમાણે આ સૃષ્ટિ ઈશ્વરરચિત નથી. ઈશ્વર આ સૃષ્ટિનું ન તો ઉપાદાનકારણ છે કે ન તો નિમિત્તકારણ; ઈશ્વર તો પરમ વિશુદ્ધ પુરુષ છે. ઈશ્વર સ્થળ તેમજ કાળથી પર છે. વળી, યોગ દર્શનનો ઈશ્વર મનુષ્યનાં કર્મો અનુસાર બદલો આપનાર કે શિક્ષા કરનાર નૈતિક માર્ગદર્શક કે નૈતિક વ્યવસ્થાપક પણ નથી. માનવીની આકાંક્ષાઓનું ધ્યેય ઈશ્વરસાક્ષાત્કાર કરવાનું નહીં પણ પ્રકૃતિથી છૂટા થવાનું હોવું જોઈએ એમ યોગ દર્શન માને છે. ૧- યોગ દર્શનમાં સ્વતંત્ર ઈશ્વરનું સ્થાન છે જ, પણ એ નક્કી કરવું સરળ નથી કે પુરુષવિશેષરૂપ ઈશ્વરને માત્ર સાક્ષી કે ઉપાસ્યરૂપે જ મનાય છે કે તેને ન્યાય-વૈશેષિકની જેમ અષ્ટા તરીકે પણ મનાય છે. ઉપલબ્ધ પાતંજલસૂત્રો ઉપરથી તો સીધી રીતે એટલું જ ફલિત થાય છે કે યોગપરંપરામાં ઈશ્વરનું સ્થાન સાક્ષી કે ઉપાસ્યરૂપે જ રહેલું છે, પરંતુ જ્યારે એ સૂત્રોનું ભાષ્ય વાંચવામાં આવે છે ત્યારે સ્પષ્ટ થાય છે કે ભાષ્યકાર ઈશ્વરને ઉદ્ધારક તરીકે પણ માને છે. તેઓ કહે છે કે ભૂતાનુહ એ ઈશ્વરનું પ્રયોજન છે. ભાગ્યમાં ઈશ્વરનું ઉદ્ધારકપણું દાખલ થતાં જ તેના વ્યાખ્યાકારો (ખાસ કરીને શ્રી વાચસ્પતિ મિશ્ર અને શ્રી વિજ્ઞાનભિક્ષુ)એ ભાષ્યનું વ્યાખ્યાન કરતાં પોતપોતાની રીતે ઈશ્વરનું સ્થાન સ્થાપ્યું છે કે યોગસમ્મત ઈશ્વર સૃષ્ટિનો કર્તા પણ છે. (જુઓ : પંડિત સુખલાલજી, ‘ભારતીય તત્ત્વવિદ્યા', પૃ.૭૪-૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org