Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પડ્રદર્શનપરિચય - પૂર્વ મીમાંસા દર્શન
૬૨૯ પૂર્વમીમાંસાસુત્રના સર્વપ્રથમ ભાષ્યકાર શ્રી શબરસ્વામી હતા. તેમની કાળ ગણના ઈ.સ.ની પહેલી અને ચોથી સદી વચ્ચે કરવામાં આવે છે. “શાબરભાષ્ય' ઉપર વિચારણા કરનાર મુખ્ય ચિંતકોમાં શ્રી કુમારિક ભટ્ટ અને શ્રી પ્રભાકર મિશ્રનાં નામ પ્રસિદ્ધ છે. શ્રી કુમારિલ ભટ્ટ છઠ્ઠી કે સાતમી સદીના અંતે થઈ ગયા હોવાનું મનાય છે. “શાબરભાષ્ય' ઉપરના તેમના પાંડિત્યપૂર્ણ ત્રણ વૃત્તિગ્રંથો છે - શ્લોકવાર્તિકા', ‘તંત્રવાર્તિકા' તથા ‘ટુટીકા'. શ્રી કુમારિલ ભટ્ટના પ્રતિભાસંપન્ન શિષ્ય શ્રી મંડન મિશ્રની રચનાઓમાં ‘વિધિવિવેક' , ‘ભાવનાવિવેક', ‘વિભમવિવેક' આદિ ઉલ્લેખનીય છે. શ્રી કુમારિક ભટ્ટના સંપ્રદાયના પ્રવર્તકોમાં (૧૦મી સદી પછીના) શ્રી પાર્થસારથિ મિશ્ર, શ્રી માધવાચાર્ય, શ્રી ખંડદેવ મિશ્ર વગેરેના ગ્રંથો પણ પ્રસિદ્ધ છે. શ્રી કુમારિલ ભટ્ટના શિષ્ય શ્રી પ્રભાકર મિશ્ર (ઈ.સ. ૭00) એટલા વિદ્વાન હતા કે તેમના ગુરુ શ્રી કુમારિલ ભટ્ટ પણ તેમને ‘ગુરુ' કહી સંબોધતા. આથી શ્રી પ્રભાકરનો મત ‘ગુરુમત' નામે પણ ઓળખાય છે. શ્રી પ્રભાકરે ‘શાબરભાષ્ય' ઉપર લખેલી મહત્ત્વની ટીકાઓમાં ‘બૃહતી’, ‘લધ્વી' વગેરે સુપ્રસિદ્ધ છે. નવમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા આચાર્ય શાલિનાથે ‘દીપશિખા', ‘ઋજુવિમલા', ‘પ્રકરણ પંચિકા' આદિ ટીકા ગ્રંથો લખેલા છે. ત્યારપછી થયેલા પંડિતોમાં શ્રી ભવનાથ અને શ્રી નંદીશ્વર ઉલ્લેખનીય છે. શ્રી મુરારિ મિશ્રનો ત્રીજો મત ૧૧મી સદીમાં શરૂ થયો હતો. તેમણે શ્રી ભવનાથના મતનું ખંડન કર્યું છે.
મીમાંસા દર્શનના પ્રખ્યાત વિદ્વાનો મિથિલા તથા દક્ષિણમાં થઈ ગયા. મહાત્મા બુદ્ધના સમયમાં તે મત વિશેષ ફેલાયેલો હતો. ટૂંકમાં, મીમાંસાસૂત્ર ઉપર ચોથીથી સત્તરમી સદી સુધીમાં, અર્થાત્ શ્રી શબરસ્વામીથી માંડીને જે મીમાંસા ગ્રંથો રચાયા તેની યાદી ઉપરથી સ્પષ્ટ થાય છે કે તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં મીમાંસા શાસ્ત્રના મુખ્ય પ્રવર્તકો શ્રી કુમારિલ ભટ્ટ તથા શ્રી પ્રભાકર મિશ્ર છે અને બાકીના બીજા મીમાંસકો તેમના મતનું વિવરણમાત્ર કરે છે.
(II) પ્રમાણમીમાંસા
પ્રમાણવાદ જ્ઞાનની સમીક્ષા આપે છે અને સત્ય સુધી કેવી રીતે પહોંચાય તે બતાવે છે. મહર્ષિ જૈમિનિએ ફક્ત ત્રણ જ પ્રમાણો - પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ સ્વીકારેલ છે. શ્રી પ્રભાકર મિશ્ર તદુપરાંત તેમાં ઉપમાન અને અર્થપત્તિ નામનાં બે પ્રમાણો ઉમેરે છે. શ્રી કુમારિલ ભટ્ટ તેમાં અનુપલબ્ધિને ઉમેરે છે અને આમ, કુલ છ પ્રમાણોને મીમાંસકો સ્વીકારે છે. આ વિવિધ પ્રમાણોને ટૂંકમાં જોઈએ – (૧) પ્રત્યક્ષપ્રમાણ
મીમાંસા બાહ્યાર્થવાદી દર્શન છે. આથી મીમાંસકોના મત મુજબ કેવળ સત્ પદાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org