Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પ્રદર્શનપરિચય - પૂર્વ મીમાંસા દર્શન
૬૩૩ તો નિત્ય છે. તે શરીરથી ભિન્ન છે, કારણ કે શરીર કદી જ્ઞાતા બની શકે નહીં. આત્મા સ્વયંપ્રકાશમાન છે. તે કર્તા, ભોક્તા તથા જ્ઞાતા છે. આ વિચાર જૈન દર્શન સાથે મળતો આવે છે.
મીમાંસકોના મત પ્રમાણે આત્મા વિભુ, નિત્ય, સતુ, કર્મફળભોક્તા, મન વડે જ્ઞાત-અજ્ઞાતદશાવાળો અને દેહને રચનારો છે. વ્યક્તિગત વિષમતાના આધારે પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન આત્માઓની કલ્પના સાંખ્ય દર્શનની જેમ મીમાંસા દર્શનમાં પણ જોવા મળે છે.
મીમાંસકો વેદાંતથી વિરુદ્ધ આત્માને એક નહીં પણ અનેક, દેહભેદે ભિન્ન માને છે. વળી, વેદાંતની જેમ જ્ઞાનને આત્માનો સ્વભાવધર્મ (essential attribute) ન માનતાં આત્માનો આગંતુક ધર્મ (accidental attribute) માને છે.
| મીમાંસકો બૌદ્ધ દર્શનના નૈરાત્મવાદ તથા પંચ સ્કંધના ખ્યાલની સામે ટીકારૂપે કહે છે કે સ્થિર આત્મામાં માનીએ નહીં તો પંચ સ્કંધનું આ વૃક્ષ (શરીર) આધાર વિનાનું બની જાય. સ્થિર આત્માની પીઠ વિના પંચ સ્કંધનો પ્રવાહ સંભવતો નથી. કૃતનાદ એટલે કરેલાં કર્મોનો નાશ થવો તે અને અકૃતાભ્યાગમ એટલે નહીં કરેલાં કર્મોનું ફળ અન્યને મળવું તે - મીમાંસકો બૌદ્ધ દર્શનમાં આ બે દોષો છે એમ દર્શાવે છે.
મીમાંસકોના મત અનુસાર મૃત્યુ પછી આત્મા કર્મફળના ભોગ માટે પરલોકમાં વિચરે છે, પોતપોતાના ધર્મ તથા અધર્મ(પુણ્ય તથા પાપ)ની ભિન્નતાના કારણે અનેક આત્માઓ સાબિત થાય છે. તેમનાં સુખ-દુઃખ પણ અલગ છે. આત્મા ચેતનરૂપ તથા વિભુ છે અને તેથી પોતાને એક દેહથી બીજા દેહ સાથે સંબંધમાં લાવી શકે છે. (૨) વિશ્વ વિષે વિચાર
પૂર્વ મીમાંસા અનુસાર જગત તથા તેના બધા વિષયો સત્ય છે, માયિક નથી, તેથી મીમાંસકોએ બૌદ્ધ દર્શનના શૂન્યવાદની તથા અદ્વૈત વેદાંત દર્શનના માયાવાદની કડક ટીકા કરી છે.
મીમાંસકો પરમાણુઓની સત્તા સ્વીકારે છે. પરમાણુઓ આત્માની જેમ નિત્ય છે. મીમાંસા દર્શનનો પરમાણુવિચાર વૈશેષિક દર્શનના પરમાણુવાદથી ભિન્ન છે. મીમાંસા દર્શન પરમાણુઓને ઈશ્વર દ્વારા સંચાલિત માનતું નથી, જ્યારે વૈશેષિક દર્શનમાં પરમાણુઓનું સંચાલન કરનાર એવા ઈશ્વરને સ્વીકારેલ છે. મીમાંસા દર્શન જગતનો ખુલાસો કુદરતી નિયમ દ્વારા આપે છે. પરમાણુઓ વડે રચાયેલા આ જગતનાં ઉત્પત્તિ અને લયની વ્યવસ્થા માટે ઈશ્વરની જરૂર તેમને જણાઈ નથી. મીમાંસા દર્શનના મત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org