Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પદર્શનપરિચય - પૂર્વ મીમાંસા દર્શન
૬૩૧ તો મનુષ્યરચિત છે કે ન ઈશ્વરરચિત, માટે તે અપૌરુષેય છે. વેદો કર્મફળપ્રાપ્તિનો નિર્દેશ કરે છે અને તેના વડે જ ધર્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. કર્મફળપ્રાપ્તિ અદષ્ટ છે. તેનું પ્રત્યક્ષ થતું નથી. કોઈ મનુષ્ય દ્વારા પણ તેનું જ્ઞાન મળી શકતું નથી. આથી વેદ અપૌરુષેય છે. માનવરચિત ન હોવાથી વેદ દોષમુક્ત છે, તેથી જ વેદ પ્રમાણ તરીકે સ્વીકારાયા છે. તેમના મત અનુસાર વેદના પ્રામાણ્ય માટે ઈશ્વરના સ્વીકારની જરૂર જણાતી નથી. વેદોનું પ્રામાણ્ય સ્વયંસિદ્ધ છે. (૫) અર્થપત્તિપ્રમાણ
જે બાબત અનુભવ સાથે સ્પષ્ટ રીતે વિરોધ દર્શાવતી હોય તેના ખુલાસારૂપે આ પ્રમાણ માનેલું છે. કોઈ એક પ્રસંગ જોતાં તેનું સ્પષ્ટીકરણ કોઈ અન્ય વિષયની કલ્પના કર્યા સિવાય ન થાય તો તે અદષ્ટ વિષયની કલ્પનાને અર્થપત્તિ કહે છે. બે વિરુદ્ધ કોટિની બાબતોમાં અદૃષ્ટ કલ્પના દ્વારા જે સંગતિ સાધી શકાય છે તેને અર્થપત્તિ કહે છે. દા.ત. કોઈ કહે કે ‘દેવદત્ત દિવસે જમતો નથી, છતાં દિન-પ્રતિદિન તે જાડો થતો જાય છે' અહીં જે પરસ્પર વિરુદ્ધ હકીકતો દિવસે ન ખાવું” અને “જાડા થવું'નો નિર્દેશ કર્યો છે, તેમાં એક કલ્પના ઉમેરાય કે “તો દેવદત્ત રાત્રે જમતો હશે તો જ આ પરસ્પર વિરુદ્ધ કલ્પનાની સંગતિ બેસે છે. જ્ઞાત ઉપરથી અજ્ઞાત બાબત જાણવાનો આ યથાર્થ પ્રકાર છે. અર્થાપત્તિ દ્વારા વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે પ્રત્યક્ષ દ્વારા (કારણ કે કોઈએ દેવદત્તને રાત્રે ખાતાં જોયો નથી) કે શબ્દ દ્વારા (કોઈએ કહ્યું નથી કે દેવદત્ત રાત્રે ખાય છે) કે અનુમાન દ્વારા (જો શરીર જાડું હોય તો વ્યક્તિ હંમેશાં રાત્રે ભોજન કરતી હોવી જોઈએ, એવાં વ્યાપ્તિવિધાનનો પણ અહીં અભાવ છે) પણ પ્રાપ્ત થતું નથી.
અર્થાપત્તિના બે પ્રકાર છે - દૃષ્ટાથપત્તિ અને શ્રુતાથપત્તિ. દુષ્ટાથપત્તિ એટલે કે જે અર્થપત્તિ વડે કોઈ જોયેલા બનાવ અંગે યુક્તિ થઈ શકે તે. ‘દેવદત્ત જાડો છે' તે ઉદાહરણ દૃષ્ટાર્થોપત્તિને લગતું છે. શ્રુતાથપત્તિ એટલે કે જે અર્થપત્તિ વડે કોઈ સાંભળેલી હકીકતની સંગતિ કલ્પના કરીને બેસાડવામાં આવે છે. દા.ત. ‘કાશી ગંગા નદી ઉપર આવેલું છે' એમ કહેવાથી સાંભળનાર એમ અર્થ કરે છે કે નદીના પાણીની ‘ઉપર' નગર હોઈ શકે નહીં, માટે કાશી ગંગા નામની નદીના કાંઠે આવેલું છે. (૬) અનુપલબ્ધિપ્રમાણ
અનુપલબ્ધિનો શબ્દાર્થ છે ‘ઉપલબ્ધિનો અભાવ’ કે ‘પ્રમાણનો અભાવ', એટલે કે પાંચ પ્રમાણ દ્વારા થતા જ્ઞાનનો અભાવ. કોઈ વિષયના અભાવનું અનુપલબ્ધિ દ્વારા જ્ઞાન થાય છે, દા.ત. ‘આ ટેબલ ઉપર પુસ્તક નથી.' એવું જ્ઞાન કઈ રીતે થાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org