Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મીમાંસા તથા ઉત્તર મીમાંસા ઉપર સર્વ પ્રથમ વૃત્તિ લખનાર મહર્ષિ ઉપવર્ષ હતા. તેમનો સમય ઈ.સ.ની પહેલી તથા બીજી સદી વચ્ચે મૂકવામાં આવે છે. કોઈ વળી એમ માને છે કે શ્રી બોધાયન મુનિએ બહ્મસૂત્રો ઉપર સર્વ પ્રથમ વૃત્તિ રચી હતી. જો કે હાલ આ વૃત્તિઓ ઉપલબ્ધ નહીં હોવાથી કોઈ આધાર વગર અંતિમ નિર્ણય ઉપર આવવું કઠિન છે.
| મીમાંસા દર્શનની મુખ્ય ત્રણ ધારાઓ માનવામાં આવે છે. ત્રણેના પ્રવર્તકોનાં નામો છે - શ્રી કુમારિલ ભટ્ટ, શ્રી પ્રભાકર મિશ્ર અને શ્રી મુરારિ મિશ્ર. આ ત્રણેમાંથી કોઈની પણ પરંપરા આજે જીવિત દેખાતી નથી, માત્ર તેમના ગ્રંથો દ્વારા તેમની ઓળખાણ થાય છે. તેમની વચ્ચે અમુક દાર્શનિક પ્રશ્નો ઉપર મતભેદ છે. આ ત્રણે પૈકી પ્રભાકરમત સહુથી વધારે પ્રબળ તથા પ્રતિભાશાળી લાગે છે. શ્રી કુમારિલ ભટ્ટ બૌદ્ધો સામે જબરદસ્ત બાથ ભીડેલી. બૌદ્ધોના પરાજયનો યશ એકમાત્ર શ્રી શંકરાચાર્યને જ આપવામાં આવે છે, પણ તે પહેલાં શ્રી કુમારિલ ભટ્ટ વિરોધનો ઝંડો ફરકાવેલો અને બૌદ્ધોને સખત પરાજય આપેલો. બૌદ્ધ સામેની લડાઈનું પ્રથમ મંડાણ શ્રી કુમારિલ ભટ્ટનું છે. શ્રી મુરારિ મિશ્ર વિષે વિશેષ ઉલ્લેખનીય કશું મળતું નથી. મીમાંસાની આ ત્રણે ધારાઓ શિષ્ય પરંપરાના અભાવે લગભગ નામશેષ થઈ ગઈ છે. (૩) સાહિત્ય
કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે મીમાંસા પ્રથમ એક દર્શનરૂપ હતું, જેમાં કર્મ, ઉપાસના અને જ્ઞાનને લગતી મીમાંસા હતી. સમગ્ર મીમાંસા દર્શન મૂળ વીસ અધ્યાયમાં હતું. જેમાં બાર અધ્યાયમાં કર્મ, ચાર અધ્યાયમાં ઉપાસના અને બાકીના ચાર અધ્યાયમાં બહ્મ મીમાંસા હતી. બાર અધ્યાયની કર્મ મીમાંસાના સૂત્રકાર મહર્ષિ જૈમિનિ હતા અને ચાર અધ્યાયની બહ્મ મીમાંસાના રચયિતા શ્રી બાદરાયણ (વ્યાસ) મુનિ હતા એવું પરંપરાગત મંતવ્ય છે.
મહર્ષિ જૈમિનિ રચિત મીમાંસાસૂત્રના બાર અધ્યાયો છે. આ બાર અધ્યાયને ચાર પાદમાં વહેંચવામાં આવ્યા છે. દરેક પાકને પાછા અધિકરણોમાં વહેંચવામાં આવ્યા છે અને આ દરેક અધિકરણોમાં વિવિધ સૂત્રોનો સમાવેશ થાય છે. આમ, કુલ ૮૯૦ અધિકરણો અને ૨૬૨૧ સૂત્રોનું આ મીમાંસા દર્શન કલેવરની દૃષ્ટિએ સહુથી મોટું છે. મુખ્યતઃ આ પુરોહિત બાહ્મણોનું શાસ્ત્ર છે. પરસ્પર વિરોધી હોય અથવા વૈકલ્પિક હોય તેવી બધી શ્રુતિઓનો સમન્વય કરી, કર્મકાંડને નિશ્ચિત કરવું તે તેનું લક્ષ્ય છે. યજ્ઞ, હોમ વગેરે અનેક કર્મો, તેના કર્તા, તેના અધિકારી, તેનો કાળ વગેરે બાબતોના નિર્ણય માટે આ શાસ્ત્ર રચાયેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org