Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬ ૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
૩) સંશય (અશ્રદ્ધા), ૪) પ્રમાદ (બેપરવાઈ), ૫) આળસ (અનુત્સાહ), ૬) અવિરતિ (આસક્તિ), ૭) ભાંતિદર્શન (મિથ્યાજ્ઞાન), ૮) સમાધિ અવસ્થા સુધી ન પહોંચી શકવું અને ૯) સમાધિ પ્રાપ્ત થયા પછી પણ ચિત્તનું એમાં સ્થિર ન થવું તે. આ અંતરાયો અને વિક્ષેપોને દૂર હટાવી જે સાધક આગળ વધે છે, તે અનેક પ્રકારની આંતરિક તથા બાહ્ય સિદ્ધિઓ (લબ્ધિઓ) પ્રાપ્ત કરે છે. યોગ દ્વારા પ્રાપ્ત થતી વિશિષ્ટ સિદ્ધિઓ આઠ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧) અણિમા (અણુ જેટલું નાનું બની જવાનું સામર્થ્ય એટલે કે અદશ્ય બની જવાની સિદ્ધિ), ૨) લધિમા (રૂ કરતાં પણ હલકું બની જવાની સિદ્ધિ), ૩) મહિમા (પર્વત જેવડું મોટું અને ભારે બની જવાનું સામર્થ્ય), ૪) પ્રાપ્તિ (કોઈ પણ સ્થળેથી કોઈ પણ મનોવાંછિત વસ્તુ મેળવી લેવાની સિદ્ધિ), ૫) પ્રાકામ્ય (ઇચ્છાશક્તિ કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે રોકટોકથી રહિત બની જવી), ૬) વશિત્વ (બધા જીવોને પોતાને વશ કરવાનું સામર્થ્ય), ૭) ઈશિત્વ (બધા જ પદાર્થો ઉપર અધિકાર પ્રાપ્ત કરી લેવાની સિદ્ધિ) અને ૮) કામાવસાયિત્વ (સંકલ્પસિદ્ધિ, બધાં જ સંકલ્પો પૂર્ણ થાય તે). યોગ દર્શનનું પરમ લક્ષ્ય આવી કોઈ સિદ્ધિ મેળવવાનું નથી, પણ આત્મદર્શન અને તે દ્વારા કૈવલ્ય (મોક્ષ) પ્રાપ્ત કરવાનું છે. સ્વયં યોગ દર્શન પણ આ વિભૂતિઓની પ્રાપ્તિને આત્મસાક્ષાત્કારમાં વિદનરૂપ માની વર્જ્ય ગણે છે. તે વિભૂતિઓ સાધકને લોભાવે છે અને તેમાં જ રચ્યોપચ્યો રહેનાર સાધક કૈવલ્યની પ્રાપ્તિ કરી શકતો નથી. સાચો યોગી તો આવી સિદ્ધિઓનો અસ્વીકાર કરી વિવેકજ્ઞાનને જ દઢ કરવામાં રત રહે છે.
વિવેકજ્ઞાન દઢ થતાં અવિવેક(અવિદ્યા)નો નાશ થાય છે. અવિવેકનો નાશ થતાં પ્રકૃતિ-પુરુષનો સંયોગ છૂટી જાય છે, કારણ કે સંયોગનું કારણ અવિવેકજ્ઞાન છે. પ્રકૃતિથી છૂટીને સ્વસ્વરૂપમાં રહેવું એ જ કૈવલ્ય (મોક્ષ) છે. બધી ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં પુરુષમાં પડતું ચિત્તનું પ્રતિબિંબ બંધ થઈ જાય છે અને પુરુષ એ અર્થમાં પણ કેવળ મુક્ત બને છે. સર્વ ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં ભોગ સમાપ્ત થાય છે અને મોક્ષરૂપ પુરુષાર્થ સિદ્ધ થાય છે.
(V) ઉપસંહાર
યોગમાર્ગ સામે કેટલાક સમાજહિતચિંતકો એવો આક્ષેપ કરે છે કે એ માર્ગમાં સમાજ પ્રત્યેના કર્તવ્યને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું નથી. જેણે યોગાભ્યાસ કરી જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, ઇન્દ્રિય ઉપર કાબૂ મેળવેલો છે, દેહ ઉપરની આસક્તિથી મુક્ત થયેલો છે, અહંતાની આહુતિ આપી ચૂકેલો છે, સ્વાર્થબુદ્ધિને તજી દીધેલી છે, સત્અસતુના ભેદને સારી રીતે સમજે છે; એવા વ્યક્તિએ તો વાસ્તવિક રીતે પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org