Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૨ ૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન આવશ્યકતા રહે છે, જે યોગસાધના દ્વારા થઈ શકે છે. યોગસાધના એટલે ચિત્તવૃત્તિનિરોધ, ચિત્તવૃત્તિનો નિરોધ કરવા માટે ચિત્તને એક વિષય ઉપર એકાસ કરવાનો વારંવાર પ્રયત્ન કરવો જોઈએ અને ઇન્દ્રિયવિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવવો જોઈએ. ચિત્તને બાહ્ય વિષયોમાં ભટકતું અટકાવવા વૈરાગ્ય જરૂરી છે અને તેને અંતર્મુખ બનાવી સ્થિર થવાની ટેવ પાડવા અભ્યાસ જરૂરી છે. વળી, શુદ્ધ ચિત્ત જ એકાગ્ર થઈ શકે છે, એટલે ચિત્તને શુદ્ધ કરવું પણ જરૂરી છે. ઈર્ષ્યા, પર-અપકાર, અસૂયા અને ક્રોધ આ ચિત્તની અશુદ્ધિઓ છે અને તેને દૂર કરવા અનુક્રમે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા આ ચાર ભાવના કેળવવી જોઈએ. યોગ દર્શને ચિત્તવૃત્તિનો વિરોધ કરવા યોગનાં આઠ અંગોનો સાધનામાર્ગ દર્શાવ્યો છે. એ આઠ અંગો છે - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.
યોગનાં આ વિવિધ અંગોનું અનુષ્ઠાન કરતાં જ્યારે અપવિત્રતાનો નાશ થાય છે, માનસિક અશુદ્ધિઓ દૂર થાય છે, ત્યારે જ વિવેકજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે અષ્ટાંગ યોગ હવે સંક્ષેપમાં વિચારીએ – ૧) યમ – હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી વિરમવું તે યમ છે. આ પાંચે યમોનું જાતિ, દેશ, કાળ અથવા સમયના ભેદ કર્યા વિના દરેક સ્થિતિમાં પાલન કરવાનું છે. યોગ દર્શનમાં તેને સાર્વભૌમ મહાવ્રત કહ્યાં છે. યમોના પાલનથી મન અને શરીર સબળ બને છે, ચિત્તની ચંચળતા ઘટે છે અને સાધક એકાગ્રતા સાધી શકે છે. ૨) નિયમ – અમુક કરવું જોઈએ એવો જેને વિષે બુદ્ધિ નિશ્ચય કરે છે તે નિયમ છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ પ્રકારના નિયમો છે. નિયમોના પાલનથી મનની પ્રસન્નતા, ચિત્તની એકાગ્રતા, ઇન્દ્રિયજય, વૃત્તિનિરોધ, વાસનાલય વગેરે અનેક લાભો થાય છે. ૩) આસન – શરીર નિશ્ચલ રહે અને મનને સુખ થાય એવી રીતે અમુક ચોક્કસ સમય સુધી બેસવું તે આસન છે. શરીરને વશ કરી, તેને આસનમાં સ્થિર રાખવાથી બાહ્ય વિક્ષેપો દૂર થાય છે અને ચિત્તને એકાગ્ર કરી શકાય છે. યોગાસન દ્વારા સ્નાયુમંડલ એવી રીતે વશ કરાય છે કે જેથી મનમાં કોઈ વિકાર ઉત્પન્ન ન થાય. ઇન્દ્રિયનિગ્રહ તથા ચિત્તધૈર્ય માટે આસન મદદરૂપ બને છે. ૪) પ્રાણાયામ – શ્વાસોચ્છવાસની ગતિ ઉપર નિયમન કરવું તે પ્રાણાયામ છે. પ્રાણ૧- જુઓ : “યોગસૂત્ર', અધ્યાયા ૪, શ્લોક ૨૯
'यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org