Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પડ્રદર્શનપરિચય - યોગ દર્શન
૬૨૫ અજ્ઞાની અને વ્યસનાધીન બાંધવોનો પ્રત્યેક રીતે ઉદ્ધાર કરવા પ્રયત્ન કરવો જોઈએ એમ આધુનિક સમાજહિતચિંતક લોકોને લાગે છે. કેટલાક કટુ આલોચકોના મત પ્રમાણે યોગ દર્શનમાં કોઈ દાર્શનિક સિદ્ધાંતોનું નિરૂપણ થયું નથી, પણ રહસ્યવાદ અને અલૌકિક ચમત્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનો સાધનામાર્ગ સામાન્ય બુદ્ધિકક્ષા ધરાવતા લોકોને સમજાય એવો નથી. યોગમાર્ગ દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિઓ પણ આધુનિક દષ્ટિએ જોતાં વાસ્તવિકતાથી તદ્ન વેગળી જણાય છે. ભૌતિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાનની પ્રગતિના આ યુગમાં યૌગિક ક્રિયાઓ તથા તજ્જનિત સિદ્ધિઓ કોઈ જાદુઈ વાતો જેવી ભાસે છે.
યોગ દર્શનની સામે કરવામાં આવતી આવી કટુ આલોચના અધૂરી સમજણવાળી અને સત્યથી વેગળી છે. મહર્ષિ પતંજલિના યોગ દર્શનને કોઈએ ગૂઢવાદ કે જાદુઈ હકીકતો કે સંમોહનની ક્રિયાઓ જોડે સાંકળવાની જરૂર નથી. યોગ દર્શન એક મહાન ક્રિયાપ્રણાલી છે અને ચાર્વાક દર્શનને બાદ કરતાં બધાં જ ભારતીય દર્શનોએ તેને વત્તાઓછા અંશે માન્ય રાખેલ છે. તે સાંખ્ય દર્શનના તત્ત્વજ્ઞાન ઉપર આધારિત છે અને મનુષ્યના શુદ્ધ સ્વભાવને પારખી, આત્મનિયંત્રણ દ્વારા આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવા માટેના વ્યાવહારિક માર્ગનું યથાયોગ્ય નિરૂપણ કરે છે. પાશ્ચાત્ય જગતમાં આજે યોગનો જે વિપુલ પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે તે પણ ઉપરની ટીકાને ખોટી ઠરાવે છે. ટૂંકમાં માનસિક તથા શારીરિક સ્વાથ્ય માટે પણ આધુનિક દષ્ટિએ યોગને વિશેષ ઉપકારી તેમજ જરૂરી માનવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org