Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૨૧
ષડ્રદર્શનપરિચય - યોગ દર્શન યોગ દર્શનમાં ઈશ્વરનું મહત્ત્વ સૈદ્ધાંતિક કરતાં વ્યાવહારિક છે, અર્થાત્ ગૌણ છે. ડૉ. રાધાકૃષ્ણનના મત મુજબ પુરુષોનાં બંધન તેમજ મુક્તિમાં ઈશ્વરનો સીધો કોઈ સંબંધ જણાતો નથી. અજ્ઞાન બાંધે છે અને જ્ઞાન મુક્ત કરે છે. યોગ દર્શનમાં ઈશ્વરને બીજા પુરુષો જેવો જ કચ્યો છે. તફાવત માત્ર એટલો જ છે કે તે સંપૂર્ણ છે, અર્થાત્ સર્વ આરોપિત દોષોથી પણ મુક્ત છે. વળી, તે સર્વજ્ઞ તેમજ વિભુ છે. યોગ દર્શનમાં ઈશ્વરની એક વિશિષ્ટ ઉપયોગિતા એ છે કે પૂર્વકાળમાં થઈ ગયેલા ગુરુઓનો પણ તે ગુરુ છે, પરંતુ તે જીવનનું અંતિમ લક્ષ્ય નથી. “યોગ'નો અર્થ ઈશ્વરનો સાક્ષાત્કાર નહીં પણ પ્રકૃતિ તેમજ પુરુષનું વિવેકજ્ઞાન થવું તે છે. આથી એ સ્પષ્ટ થાય છે કે મહર્ષિ પતંજલિએ ઈશ્વરને યોગ દર્શનમાં મહત્ત્વનું સ્થાન આપ્યું નથી.
(IV) આચારમીમાંસા
(૧) મોક્ષ
સાંખ્ય દર્શનની માફક યોગ દર્શન પણ માને છે કે જગત દુઃખોથી ભરપૂર છે. અવિદ્યા, અસ્મિતા વગેરે પાંચ ક્લેશો દ્વારા માણસ દુઃખ પામે છે. મનુષ્યમાત્રનાં દુઃખોનું મૂળ કારણ પ્રકૃતિ તથા પુરુષનો સંયોગ છે. આ બંધનમાંથી તેણે મુક્તિ મેળવવી હોય તો તેને વિવેકજ્ઞાન થવું જરૂરી છે. યોગ દર્શન કહે છે કે આ માટે ‘ચિત્તવૃત્તિનિરોધ" થવો જોઈએ. ચિત્તવૃત્તિનો નિરોધ થવાથી પુરુષને સ્વરૂપનું ભાન થશે અને પરિણામે તે દુઃખથી નિવૃત્ત થશે. કૈવલ્યપ્રાપ્તિ માટે મનુષ્ય દેહ, ઇન્દ્રિયો તેમજ મનની ક્રિયાઓ ઉપર નિયંત્રણ મૂકી પોતાની ચિત્તવૃત્તિઓને અટકાવવાની જરૂર છે. કાર્યચિત્તનો નાશ થયા પછી ચિત્ત શુદ્ધ કારણાવસ્થા પ્રાપ્ત કરશે અને પોતે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરેથી જુદો, શુદ્ધ, મુક્ત, અમર અને સ્વયંપ્રકાશિત છે એવું તેને ભાન થશે.
યોગ દર્શનમાં કૈવલ્યને જીવનનું પરમ ધ્યેય માનેલ છે. કેવલ્ય એટલે પુરુષનું પ્રકૃતિના પાશમાંથી સર્વથા મુક્ત થવું તે. વિવેકખ્યાતિ (જ્ઞાન) દ્વારા અવિદ્યાનો નાશ થતાં પુરુષ સ્વતંત્ર, મુક્ત, સિદ્ધ, પૂર્ણ અસંગ, અલિપ્ત, શુદ્ધ, સ્વરૂપસ્થિત થાય છે. આમ થતાં પાંચે ક્લેશોનો નાશ થાય છે, ગુણો (ઇન્દ્રિયોનાં કાર્યો)નું શમન થાય છે અથવા જ્ઞાનશક્તિ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. (૨) મોક્ષ ઉપાય (અષ્ટાંગ યોગ)
યોગ દર્શનના મત પ્રમાણે દુઃખથી મુક્ત થવા માટે વિવેકજ્ઞાનના ઉદયની ૧- જુઓ : ‘યોગસૂત્ર', અધ્યાય ૪, શ્લોક ૩૪
नां गणानां प्रतिप्रसवः कैवल्यं स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरिति ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org