Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
બદર્શનપરિચય - બૌદ્ધ દર્શન
વિજ્ઞાનવાદી બની ગયા હતા.)
(ii) સૌત્રાંતિક (બાહ્યાનુમેયવાદ) આ સંપ્રદાયને સૌત્રાંતિક એટલા માટે કહેવામાં આવે છે કે તેના મુખ્ય આધાર તરીકે તેઓ ‘સૂત્ર પિટક’નો સ્વીકાર કરે છે. ‘અભિધર્મ પિટક' બુદ્ધરચિત ન હોવાથી તેઓ તેને પ્રમાણભૂત માનતા નથી. મૂળ તો તેઓ પણ વૈભાષિકોની સાથે સર્વાસ્તિવાદમાં જ સમાવેશ પામ્યા હતા, પરંતુ સમય જતાં દૃષ્ટિકોણ બદલાવાના કારણે તેઓ વૈભાષિકોથી અલગ પડી ગયા. ત્રિપિટકોમાંથી માત્ર ‘સૂત્ર પિટક'ને જ તેઓ આધારભૂત માને છે. બુદ્ધનિર્વાણ પછી ચોથી સદીમાં આ મતની ઉત્પત્તિ થઈ હતી. આ મતના પ્રતિષ્ઠાતા આચાર્યશ્રી કુમારલાત હતા. તેમણે ‘કલ્પના મÎિતિકા' નામની કૃતિ રચી હતી. આ મતના અન્ય પ્રધાન આચાર્યો તરીકે શ્રીલાત, શ્રી ધર્મપ્રાત, શ્રી વસુમિત્ર તથા શ્રી યશોમિત્રને માનવામાં આવે છે.
Jain Education International
—
(iii) યોગાચાર (વિજ્ઞાનવાદ) ‘યોગાચાર’શબ્દના બે અર્થ ઘટાવી શકાય છે. એક તો એ કે આલય વિજ્ઞાનના અસ્તિત્વનું પ્રતિપાદન કરવા માટે યોગાચારના અનુયાયીઓ યોગમાર્ગનું આચરણ કરતા હતા, અર્થાત્ બાહ્ય જગતની કાલ્પનિકતાને સમજવા માટે તેઓ યોગનો અભ્યાસ કરતા હતા. બીજું કારણ એ હોઈ શકે કે યોગાચારના અનુયાયીઓની બે વિશેષતાઓ હતી યોગ તથા આચાર. અહીં ‘યોગ' એટલે જિજ્ઞાસા અને ‘આચાર' એટલે સદાચાર એવો અર્થ પણ ઘટાવવામાં આવે છે. ‘વિજ્ઞાનવાદ’ શબ્દ દ્વારા તેની તાત્ત્વિક માન્યતાઓ સ્પષ્ટ થાય છે. બુદ્ધનિર્વાણ પછી આઠમી સદી (ઈ.સ.ની ત્રીજી સદી)માં આ મતની ઉત્પત્તિ થઈ હતી. આ મતની સ્થાપના આચાર્યશ્રી મૈત્રેયનાથે કરી હતી. તેની આચાર્યપરંપરામાં શ્રી અસંગ, શ્રી વસુબંધુ, શ્રી સ્થિરમતિ, શ્રી હિંગનાગ, શ્રી શંકરસ્વામી, શ્રી ધર્મપાલ, શ્રી ધર્મકીર્તિ વગેરે અનેક મહાન આચાર્યો થઈ ગયા છે.
-
૫૫૧
-
(iv) માધ્યમિક (શૂન્યવાદ) આ સંપ્રદાયને માધ્યમિક' કહેવામાં આવે છે, કારણ કે આ મત એકાંતિક મતોથી ભિન્ન છે. તે વસ્તુઓને ન તો સર્વથા નિરપેક્ષ તથા આત્મનિર્ભર માને છે, કે ન તો તેને તદ્દન અસત્ય માને છે; પરંતુ તે વસ્તુઓના અન્ય ઉપર આધારિત અસ્તિત્વને માને છે. ભાવ અને અભાવ એવા બે છેડાથી રહિત બધા સ્વભાવની અનુત્પત્તિના લક્ષણવાળી શૂન્યતા તે મધ્યમા પ્રતિપદ કે મધ્યમ માર્ગ છે. અન્ય ઉપર આધારિત હોવાના કારણે વસ્તુઓનું સ્વરૂપ અવર્ણનીય રહે છે. નિશ્ચિતપણે એમ કહી શકાતું નથી કે વસ્તુ સત્ય છે કે અસત્ય છે, આથી મધ્યમ માર્ગનું ગ્રહણ જરૂરી થઈ પડે છે. ઉત્તમ બુદ્ધિના અભાવે ગુરુના શિક્ષણમાં પરિપ્રશ્ન નહીં કરનારા હોવાથી મધ્યમ બુદ્ધિવાળા કહેવાય છે. મહાત્મા બુદ્ધના નિર્વાણ પછી પાંચમી સદીમાં આ મતની ઉત્પત્તિ થઈ હતી. આચાર્યશ્રી નાગાર્જુન આ મતના પ્રવર્તક હતા. તેમની
For Private & Personal Use Only
www.jainelibrary.org