Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પદર્શનપરિચય - ન્યાય દર્શન
૫૬૯ ચિંતામણિ' નામક ગ્રંથ લખ્યો. તેનો પ્રચાર શરૂઆતમાં મિથિલામાં થયો. ત્યાં તેણે ઘણી પ્રગતિ પણ કરી, પરંતુ આગળ જતાં તે બંગાળમાં વધુ ફૂલ્યોફાલ્યો. નવદ્વીપના નવ્યન્યાયનો પ્રભાવ અન્ય તમામ દર્શનો ઉપર પડ્યો છે. ૧૨મીથી ૧૭મી સદીના ૫૦૦ વર્ષના સમયગાળામાં નવ્યન્યાયની જ બોલબાલા હતી. આ સમયમાં અનેક વિદ્વાનો થઈ ગયા. તેમાં શ્રી વર્ધમાન ઉપાધ્યાય, શ્રી શંકર મિશ્ર, શ્રી પક્ષધર મિશ્ર, શ્રી વાસુદેવ સાર્વભૌમ, તેમના શિષ્ય શ્રી રઘુનાથ શિરોમણિ, શ્રી મથુરાનાથ તર્કવાગીશ, શ્રી જગદીશ ભટ્ટાચાર્ય, શ્રી ગદાધર ભટ્ટાચાર્ય (મિશ્ર) વગેરેનાં નામો અતિ પ્રસિદ્ધ છે. શ્રી ગંગેશકૃત ‘તત્ત્વચિંતામણિ' ઉપર ટીકાઓ તથા તે ટીકાઓ ઉપર પણ ટીકાઓ આ યુગમાં લખાઈ છે. જેમાં શ્રી વરદરાજની (ઈ.સ. ૧૨૫૦) તાર્કિકરક્ષા', શ્રી કેશવમિશ્રની (ઈ.સ. ૧૩૦૦) ‘તર્કભાષા', શ્રી વિશ્વનાથની (ઈ.સ. ૧૭૦૦) ભાષાપરિચ્છેદ' તથા સિદ્ધાંત મુક્તાવલી' અને શ્રી અન્નભટ્ટની (ઈ.સ. ૧૭૦૦) “તર્કસંગત ટીકાઓ અતિ પ્રસિદ્ધ છે. આ સાહિત્યમાં ન્યાય અને વૈશેષિક દર્શનને એકત્રિત કરી એક સુસંગત દર્શન પદ્ધતિ આપવાનો પ્રયાસ પણ થયો છે.
(II) પ્રમાણમીમાંસા
જ્ઞાનપ્રાપ્તિ માટે જરૂરી એવા પ્રમાણોની ચર્ચા ભારતીય દર્શનની બધી શાખાઓમાં થયેલી છે. જેમ કે ચાર્વાક દર્શન માત્ર એક પ્રત્યક્ષપ્રમાણ સ્વીકારે છે. વૈશેષિક દર્શન અને બૌદ્ધ દર્શન પ્રત્યક્ષ અને અનુમાન એમ બે પ્રમાણો સ્વીકારે છે. જૈન દર્શન અને સાંખ્ય દર્શન પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એમ ત્રણ પ્રમાણો સ્વીકારે છે. ન્યાય દર્શન પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એમ ચાર પ્રમાણો સ્વીકારે છે. મીમાંસકોમાં શ્રી પ્રભાકર મિશ્ર પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થપત્તિ એમ પાંચ પ્રમાણો સ્વીકારે છે. જ્યારે અન્ય મીમાંસકો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થપત્તિ અને અનુપલબ્ધિ એમ છ પ્રમાણો સ્વીકારે છે. નૈયાયિકોએ સ્વીકારેલ ચાર પ્રમાણોને હવે વિસ્તારથી જોઈએ. (૧) પ્રત્યક્ષપ્રમાણ
ઇન્દ્રિય અને અર્થનો જે સંબંધ (સનિકર્ષ) તે પ્રત્યક્ષપ્રમાણ અને એ સંબંધથી જે શંકારહિત જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. પ્રત્યક્ષના લૌકિક તેમજ અલૌકિક એમ બે ભેદ છે – ૧) લૌકિક પ્રત્યક્ષ આંખનું, કાનનું, સ્પર્શનું, સ્વાદનું, ગંધનું; અર્થાત્ પાંચ ઇન્દ્રિયોને ૧- જુઓ : ‘ન્યાયસૂત્ર', અધ્યાય ૧, આલિંક ૧, સૂત્ર ૪
'इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम् ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org