Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પદર્શનપરિચય - સાંખ્ય દર્શન
૬૦૩ વસ્તુતઃ કારણ અને કાર્ય એક જ વસ્તુની વિભિન્ન અવસ્થાઓનાં નામ છે. વ્યક્ત દશા તે કાર્ય અને અવ્યક્ત દશા તે કારણ. તલમાં તેલ છે, દૂધમાં છાશ છે. કર્તા તો ફક્ત વસ્તુનો આવિર્ભાવ (manifestation) જ કરે છે. અવ્યક્ત વસ્તુ વ્યક્ત રૂપે પ્રગટ થાય છે.
આમ, સાંખ્ય દર્શનના મતાનુસાર કોઈ પણ વસ્તુ અસતુમાંથી ઉત્પન્ન થતી નથી, પરંતુ તે પ્રથમથી જ કારણમાં રહેલી હોય છે. અસતુમાંથી સતુનો પ્રાદુર્ભાવ ન જ સંભવે, પણ બીજરૂપે પ્રચ્છન્ન હોય તો જ અંકુરરૂપે પ્રત્યક્ષ થાય. કાર્ય કારણમાં પરોક્ષ રીતે રહેલું જ છે - એ સાંખ્યતત્ત્વદર્શનની આધારશિલા છે. (૧) આત્મા વિષે વિચાર
સાંખ્ય દર્શન દૈતવાદી છે. તેમાં પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્ત્વોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જીવ સંબંધી સ્પષ્ટ ખ્યાલ પ્રાપ્ત કરવા પુરુષ અને પ્રકૃતિ એ બન્નેની વિચારણા કરવી જોઈએ – પ્રકૃતિ
સાંખ્ય દર્શનમાં પ્રકૃતિને જગતનું મૂળભૂત સૂક્ષ્મ કારણ માનવામાં આવ્યું છે. તે ત્રિગુણાત્મિકા, જડાત્મિકા, મૂલા, અવ્યક્ત, પ્રધાન જેવાં વિવિધ નામોથી ઓળખાય છે. સત્ત્વ, રજસ્ અને તમારું એમ ત્રણ ગુણોની સામ્યવસ્થાવાળી હોવાથી પ્રકૃતિને ‘ત્રિગુણાત્મિકા' કહે છે. સ્વરૂપે તે સંપૂર્ણ, અનાત્મ તેમજ જડ હોવાથી તે “જડાત્મિકા' પણ કહેવાય છે. વિશ્વનું આદિ કારણ હોવાથી તે મૂલા’ કે ‘પરા પ્રકૃતિ' તરીકે પણ ઓળખાય છે. સમસ્ત વિશ્વના બધા પદાર્થો તેમાંથી વ્યક્ત થાય છે, પરંતુ તે સ્વયં અવ્યક્ત' છે, કારણ કે તે કોઈ કારણના કાર્યરૂપે નથી. બધા પદાર્થનું મૂળ અને એક મુખ્ય કારણ હોવાથી તેને ‘પ્રધાન' પણ કહે છે. પ્રકૃતિ સનાતન છે, સર્વવ્યાપક છે, અચલ છે, એક છે, અનાદિ છે. તે અસીમ શક્તિશાળી છે. તે સૂક્ષ્મ - અતિ સૂક્ષ્મ હોવાથી ઇન્દ્રિયગોચર નથી, પરંતુ અનુમાનથી જાણી શકાય છે.
પ્રકૃતિ સ્વતંત્ર છે. એ પોતાના ત્રિગુણાત્મક સ્વભાવને જ આધીન છે, અન્ય કોઈને નહીં. સત્વ, રજસ્ અને તમન્ એ ત્રણે ગુણોનો સમૂહ એટલે જ પ્રકૃતિ. અહીં ગુણોનો અર્થ ગુણધર્મ નથી, પરંતુ આ ત્રણે ગુણો પ્રકૃતિનાં અંગો જ છે. ત્રણ દોરીઓના ગુચ્છ વડે વણાયેલ દોરડાની જેમ આ ત્રણે ગુણો સાથે મળીને પુરુષને માટે બંધનનું કાર્ય કરે છે. સત્ત્વ એટલે સમતોલતા. સત્ત્વનો ઉદ્રક થાય ત્યારે શાંતિ પ્રવર્તે. રજસ્ત એટલે રાગદ્વેષાત્મક પ્રવૃત્તિ. તમ એટલે પ્રમાદ, આલસ્ય, મોહાદિ, અવિવેક અને ભમણા. પ્રત્યેક મનુષ્યમાં આ ત્રણે ગુણો ઓછાવત્તા પ્રમાણમાં હોય છે. એનામાં જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org