Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૧૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ઈશ્વર તો અનંત કાળથી મુક્ત જ છે અને મુક્ત જ રહેશે. આમ, મુક્ત થયેલા પુરુષો હોય તે કદી ઈશ્વર બની શકે નહીં. ઈશ્વર સહુનો સ્વામી છે અને સહુનો માર્ગદર્શક છે. આ પ્રમાણેની સેશ્વર સાંખ્યવાદીઓની ઈશ્વર વિષેની માન્યતાઓ છે.
સાંખ્ય દર્શન ઈશ્વરના સંપૂર્ણ ઐશ્વર્યનું પ્રતિપાદન કરે તો આવા દોષરહિત પરિપૂર્ણ ઈશ્વરનું દર્શન કરવા તરફ સાધકનું ધ્યાન કેન્દ્રિત થાય અને તેથી વિવેકજ્ઞાનની પ્રાપ્તિમાં મુશ્કેલી ઊભી થાય. સાંખ્ય દર્શનનું મૂળ પ્રયોજન તો પુરુષના કૈવલ્ય (મોક્ષ) માટે અનાત્મા (પ્રકૃતિ) અને આત્મા(પુરુષ)નું વૈત સિદ્ધ કરવાનું છે. આમાં કશે પણ ઈશ્વરની આવશ્યકતા નથી. તેથી સાંખ્ય દર્શનમાં ઉપર મુજબના વ્યાવહારિક કારણસર ઈશ્વરનો નિષેધ કરવામાં આવ્યો છે.
(IV) આચારમીમાંસા
(૧) મોક્ષ
ભારતીય દર્શનની કોઈ પણ શાખાએ (ચાર્વાક દર્શનને બાદ કરતાં) આ સંસારનાં ભૌતિક સુખને પ્રાધાન્ય આપ્યું નથી. તેઓ એકી સ્વરે પોકારે છે કે શરીર કે ઇન્દ્રિયસુખ તો અલ્પજીવી છે, દુ:ખદાયી છે. શાશ્વત સુખ એ જ સાચું સુખ છે. માનવજીવન દુઃખમય છે. આ સંસાર કલેશથી ભરપૂર છે. માણસ આધિ, વ્યાધિ અને ઉપાધિ એમ ત્રિવિધ તાપથી પીડાઈ રહ્યો છે. સાંખ્ય દર્શનમાં ત્રણ પ્રકારનાં દુઃખની વાત છે - આધ્યાત્મિક દુઃખ (માનસિક ચિંતા, ક્રોધ, ઉગ વગેરે), આધિભૌતિક દુ:ખ (બાહ્ય પદાર્થો જેવા કે સાપ અથવા વીંછીનું કરડવું, પથ્થર વાગવો વગેરે) અને આધિદૈવિક દુઃખ (ગ્રહ, પીડા આદિ અથવા ભૂત, પ્રેતાદિના કારણે ઉત્પન્ન થતા ક્લશો).
સાંખ્યમત અનુસાર આ દુઃખત્રયની આત્યંતિક નિવૃત્તિ એ જ મોક્ષ છે. સુખની પ્રાપ્તિ તે મોક્ષ નથી, કારણ કે તે ક્ષયશીલ છે. સુખ સદૈવ દુઃખ સાથે મિશ્રિત હોય છે. સુખની સાથે હંમેશાં દુઃખની ઉપસ્થિતિ હોવાથી વિવેકી પુરુષ સુખને દુઃખ જ માને છે. મોક્ષ સુખસ્વરૂપ નથી, પરંતુ દુઃખની આત્યંતિક હાનિ છે.
આત્માનો મોક્ષ થાય છે ત્યારપછી તેનામાં કોઈ વિકાર થતો નથી. તેનામાં કોઈ નવીન ગુણ કે ધર્મનો આવિર્ભાવ થતો નથી. મોક્ષનો અર્થ અપૂર્ણ અવસ્થાથી પૂર્ણ અવસ્થા સુધી પહોંચવું એમ થતો નથી, પરંતુ મોક્ષ એટલે તત્ત્વનો સાક્ષાત્કાર. આત્મા દેશ-કાળથી પર, શરીર અને મનથી ભિન્ન અને સ્વભાવથી જ મુક્ત, નિત્ય અને અમર છે. જ્યારે આવી અનુભૂતિ થાય છે ત્યારે આત્મા શરીર અને મનના વિકારોથી પ્રભાવિત થતો બંધ થઈ જાય છે અને કેવળ તેનો સાક્ષી થઈને રહે છે. મુક્તિના બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org