Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૦૬
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સંયોગથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે એમ તેઓ માને છે."
જગત પ્રકૃતિમાં બીજરૂપે પ્રથમથી જ રહેલ હોય છે. ક્રમશઃ જગતનો આવિર્ભાવ પ્રકૃતિમાંથી થાય છે અને પ્રલયકાળે ફરીથી જગત એ જ રીતે પ્રકૃતિમાં લય પામે છે. સૃષ્ટિના સર્જન પૂર્વે પ્રકૃતિના ત્રણે ગુણો સામ્યવસ્થામાં હોય છે. પુરુષ એટલે કે આત્માના સાનિધ્યમાત્રથી ગુણોના આ સંતુલનનો ભંગ થાય છે અને ત્રણે ગુણોમાં એક પ્રકારનું આંદોલન ઉત્પન્ન થાય છે, જેને ‘ગુણક્ષોભ' કહે છે. પ્રથમ રજોગુણ ચલિત થાય છે અને તેના કારણે અન્ય બે ગુણોમાં પણ સ્પંદન થાય છે. ત્રણે ગુણો વચ્ચે એક પ્રકારનો સંઘર્ષ ચાલે છે. જેમાં દરેક ગુણ અન્ય બે ગુણો ઉપર પોતાનું આધિપત્ય સ્થાપવા મથે છે. આખરે ત્રણે ગુણોનાં ઓછીવત્તી માત્રામાં જુદાં જુદાં સંયોજનો થાય છે, જેને પરિણામે આ જગત સર્જાય છે.
જગતની ઉત્પત્તિ અથવા સૃષ્ટિનો વિકાસક્રમ કંઈક આ પ્રમાણે છે –
સૌ પ્રથમ મહત્' એટલે કે બુદ્ધિ' ઉત્પન્ન થાય છે. પ્રકૃતિનો તે સર્વ પ્રથમ વિકાર છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય એ ચાર એના સાત્ત્વિક ગુણો હોવાથી તેને ‘મહતું એટલે મોટું એમ નામ આપેલ છે. બુદ્ધિ સ્વયં પ્રકૃતિનું કાર્ય (પરિણામ) હોવાથી જડ છે, પરંતુ પુરુષના અધિક સાનિધ્યમાં આવતી હોવાથી ચૈતન્યનું તેના ઉપર પ્રતિબિંબ પડે છે, આથી તે ચેતન સમાન પ્રતીત થાય છે. તમસૂનું પરિમાણ વધવાથી બુદ્ધિમાં અધર્મ, અજ્ઞાન, આસક્તિ ઉત્પન્ન થાય છે. વ્યક્તિને બુદ્ધિ દ્વારા જ સુખ-દુઃખનો અનુભવ થાય છે. પુરુષ સર્વ ભૌતિક દ્રવ્યો તેમજ ગુણોથી પર હોવાથી બુદ્ધિથી ભિન્ન છે. બુદ્ધિની મદદ વડે પુરુષ પ્રકૃતિથી પોતાનો ભેદ પારખે છે અને પોતાનું યથાર્થ સ્વરૂપ સમજવા પ્રયત્ન કરે છે.
પ્રકૃતિનો બીજો વિકાર અહંકાર છે. “હું', “મારું' - આવો ભાવ એટલે અહંકાર. અહંકારને વશ થઈને જ પુરુષ પોતાને સર્વ ક્રિયાનો કર્તા, ભોક્તા અને સ્વામી માને છે. ઇન્દ્રિયો તથા મન પોતે અનુભવેલા ચિંતિત વિષયને અહંકાર સમક્ષ રજૂ કરે છે. આના કારણે પુરુષ “આના ઉપર મારો અધિકાર છે' એવા પ્રકારના અહંકારના ભાવો કેળવે છે. અહંકારના ત્રણ પ્રકાર છે - (૧) સાત્ત્વિક (વૈકારિક), જેમાં સત્ત્વ ગુણનો પ્રભાવ વિશેષ પ્રમાણમાં હોય છે; (૨) રાજસ્ (તૈજસુ), જેમાં રજોગુણની પ્રધાનતા હોય છે અને (૩) તામસ્ (ભૂતાદિ), જેમાં તમોગુણની પ્રધાનતા હોય છે. પ્રત્યેક અણુમાં અહંકાર પ્રગટ કે અપ્રગટરૂપે રહે છે. સાત્ત્વિક અહંકારમાંથી ૫ જ્ઞાનેન્દ્રિય, ૫ ૧- જુઓ : “સાંખ્યકારિકા', શ્લોક ૨૧
'पुरुषस्य दर्शनार्थं कैवल्यार्थं तथा प्रधानस्य । पङ्ग्बन्धवदुभयोरपि संयोगस्तत्कृतः सर्गः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org