Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૦૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ૨) સવિકલ્પક – જ્યારે મન ક્રિયાશીલ બને છે અને ઇન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ થયેલ પદાર્થનું તે વિશ્લેષણ કરે છે, ત્યારે આ વસ્તુ અમુક છે' તેવા પ્રકારનું સવિકલ્પક પ્રત્યક્ષ થાય છે. આ જ્ઞાન વિધેયયુક્ત વિધાન દ્વારા પ્રગટ કરી શકાય છે.
સાંખ્ય દર્શનમાં બુદ્ધિ, અહંકાર, મન અને ઇન્દ્રિયોને જ્ઞાનપ્રાપ્તિમાં સક્રિયપણે મદદરૂપ થનાર સહાયક તંત્ર તરીકે માનેલ છે. વસ્તુ ઇન્દ્રિયોમાં સંક્ષોભ ઊભો કરે છે. ઇન્દ્રિયોના સંસ્પર્શીને મન વ્યવસ્થિત કરીને એક ચોક્કસ ઘાટ આપે છે. પછી અહંકાર એ ઘાટને બુદ્ધિ પાસે રજૂ કરે છે. બુદ્ધિ એ ઘાટનું એક વિચારમાં રૂપાંતર કરે છે. આમ, બુદ્ધિ ઇન્દ્રિયસંસ્પર્શો દ્વારા સાંપડેલ એક ઘાટને વિચારમાં પરિવર્તિત કરી આત્મા પાસે રજૂ કરે છે. આ પ્રક્રિયાને વસ્તુનું જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનની આ પ્રક્રિયામાં પુરુષ અને પ્રકૃતિ કોઈ અજ્ઞાત રીતે સંપર્કમાં આવે છે. જો કે શરૂઆતમાં પ્રકૃતિ તથા પુરુષને પરસ્પર સ્વતંત્ર માનવામાં આવેલાં છે, પરંતુ લોઢું અને લોહચુંબક વગેરેની ઉપમા દ્વારા તે બન્નેને એકબીજાની સમીપ આવતાં દર્શાવ્યાં છે. આમ, સાંખ્ય દર્શનની ‘પ્રત્યક્ષ'ની પ્રક્રિયા ન્યાય-વૈશેષિક દર્શન કરતાં ભિન્ન છે. (૨) અનુમાન પ્રમાણ
અનુમાનની બાબતમાં સાંખ્યમત ન્યાયમતથી બહુ ભિન્ન નથી. ન્યાય દર્શને જે ત્રણ પ્રકારનાં અનુમાન ગણાવેલ છે, તે સાંખ્ય દર્શનને પણ માન્ય છે. શ્રી વાચસ્પતિ મિશ્ર અનુમાનના બે વિભાગ પાડેલ છે - વીત અનુમાન અને અવીત અનુમાન ૧) વીત અનુમાન – જે અનુમાન વ્યાપક વિધિવાક્ય ઉપર આધાર રાખે છે તે વાત અનુમાન (universal affirmative proposition). આના બે પેટા પ્રકારો છે - પૂર્વવત્ અને સામાન્યતઃ દૃષ્ટ. (i) પૂર્વવત્ – આ અનુમાન બે વસ્તુઓ વચ્ચે જણાતા વ્યાપ્તિ સંબંધના આધારે રચાય છે. દા.ત. અગ્નિ અને ધુમાડા વચ્ચેના નિશ્ચિત સાહચર્ય સંબંધના આધારે કોઈ સ્થળે ધુમાડો જોયા પછી ત્યાં અગ્નિનું અનુમાન કરવામાં આવે છે. પ્રથમ થયેલા અનુભવના આધારે રચાયેલ હોવાથી તેને પૂર્વવતુ અનુમાન કહેલ છે. કારણ જોઈને કાર્યનું અનુમાન કરવું તે વાત અનુમાન. જેમ આકાશમાં વાદળાં જોઈને વરસાદનું અનુમાન કરવું. (ii) સામાન્યતઃ દુષ્ટ - જ્યારે ‘હેતુ' તેમજ ‘સાધ્ય' વચ્ચે ખરેખર વ્યાપ્તિ સંબંધનું જ્ઞાન થતું નથી, પરંતુ સાધ્ય સાથે નિયત સંબંધના કારણે હેતુની પદાર્થ સાથે સમાનતા અંગે જ્ઞાન થાય છે ત્યારે તે “સામાન્યતઃ દષ્ટ અનુમાન' કહેવાય છે. કાર્યના આધારે કારણનું અનુમાન તે સામાન્યતઃ દષ્ટ અનુમાન. જેમ આંખના હોવાપણાનું જ્ઞાન જોવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org