Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૭૭
ષડ્દર્શનપરિચય ન્યાય દર્શન આપ્તજન છે. લૌકિક જ્ઞાનની બાબતમાં વૈજ્ઞાનિકો આપ્ત ગણાય છે, કારણ કે સામાન્ય માણસ વૈજ્ઞાનિકોનું કહેવું સાચું માની પોતાનો વ્યવહાર ચલાવે છે.
ચાર્વાક દર્શન શબ્દને પ્રમાણ માનતું નથી. બૌદ્ધ દર્શન અને વૈશેષિક દર્શન તેનો સમાવેશ અનુમાનમાં કરે છે. સાંખ્ય દર્શન કેવળ વૈદિક શબ્દને જ સ્વતંત્ર પ્રમાણ માને છે. ન્યાય દર્શનમાં શબ્દનું સ્થાન એક સ્વતંત્ર પ્રમાણ તરીકેનું છે. શબ્દના વિવિધ પ્રકારો નીચે પ્રમાણે છે
(A) અર્થના વિષયની દૃષ્ટિએ તેના બે ભેદ પડે
છે દૃષ્ટાર્થ અને અદષ્ટાર્થ
૧) દૃષ્ટાર્થ એટલે જે પ્રત્યક્ષ દ્વારા સિદ્ધ છે તે. જેણે અર્થનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવીને અર્થનો ઉપદેશ આપ્યો હોય તે દૃષ્ટાર્થક ઉપદેશ છે. ઉદા.ત. અદાલતોમાં દાર્શનિક પુરાવાઓ રજૂ કરતા સાક્ષીઓ.
1
૨) અદૃષ્ટાર્થ એટલે પ્રત્યક્ષ દ્વારા અસિદ્ધ. જેણે અનુમાનથી અર્થને જાણીને ઉપદેશ આપ્યો હોય તે અદ્વેષ્ટાર્થ ઉપદેશ. ઉદા.ત. વૈજ્ઞાનિકોએ અણુ-પરમાણુઓનાં સ્વરૂપ સંબંધી આપેલા ખ્યાલો વગેરે.
(B) શબ્દની ઉત્પત્તિની દૃષ્ટિએ પણ તેના બે ભેદ પડે છે અલૌકિક અને
લૌકિક
૧) અલૌકિક શબ્દ (વેદવાક્ય) ન્યાય દર્શન વેદના ઉપદેશને પ્રમાણભૂત ગણે છે, કારણ કે તેમના મત અનુસાર તેના પ્રણેતા ઈશ્વર સર્વજ્ઞ છે. વેદવાક્યો સત્યની પ્રાપ્તિ માટે સાધનરૂપ છે. અલૌકિક શબ્દ એ સાક્ષાત્ ઈશ્વરે ઉચ્ચારેલ હોવાથી તેને અપૌરુષેય માનવામાં આવે છે અને તેથી તે વચન ખોટાં પડવાં કે તેમાં કાંઈ શંકા ઉત્પન્ન થવાનો સંભવ નથી. તેથી જ પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી વિરુદ્ધ જતાં હોય તોપણ શ્રુતિ કે વેદ હંમેશાં સાચાં જ ઠરે છે, તે શંકાથી પર છે એમ તેમનું માનવું છે.
૨) લૌકિક શબ્દ લોકો દ્વારા બોલાયેલા હોવાથી તે ખોટા પડવાની શક્યતા રહે છે. લૌકિક શબ્દોમાં પણ જેટલા આપ્ત લોકોએ કહેલા હોય તે પ્રમાણ મનાય છે. લૌકિક માનવકૃત છે, જ્યારે અલૌકિક ઈશ્વરકૃત છે.
(III) તત્ત્વમીમાંસા
Jain Education International
કાર્ય-કારણમીમાંસા
કાર્ય-કારણ સંબંધની વિચારણા એ તત્ત્વચિંતનના પાયારૂપ છે. કાર્ય-કારણ સંબંધને લગતા વિવિધ મતો ભારતીય દર્શનમાં પ્રચલિત છે. બૌદ્ધમત અનુસાર કારણ અસત્ છે
For Private & Personal Use Only
www.jainelibrary.org