Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૭૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ઉપમિતિ જેનું કરણ (સાધન) છે એવું ઉપમિતિજન્ય જ્ઞાન તે ઉપમાન. ટૂંકમાં નામ અને તેનાથી દર્શાવાતી વસ્તુ વચ્ચેનો સંબંધ જ ઉપમાનનું વિષયક્ષેત્ર છે. ઉદાહરણ તરીકે - શહેરમાં રહેતી કોઈ વ્યક્તિએ ગાય જોઈ હોય, પરંતુ નીલગાય (જંગલી ગાય કે રોઝના જેવું પશુ) કદાપિ ન જોઈ હોય; તેને નીલગાય કેવી હોય તે સમજાવવા માટે એમ કહેવામાં આવે છે કે તે દેખાવમાં ગાય જેવી જ હોય છે. પછી તે શહેરી માણસ કોઈ વાર જંગલમાં જઈ ચઢે અને ત્યાં ગાય જેવું જંગલી પશુ જુએ, પછી તે કહેવામાં આવેલી કે સાંભળેલી વાત યાદ કરી સારશ્ય તર્ક દ્વારા “આ પશુ નીલગાય છે' એવું નિશ્ચયાત્મક જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ જ્ઞાન તે ઉપમિતિ જ્ઞાન. તેને સાદશ્ય જ્ઞાન પણ કહેવામાં આવે છે. અહીં કદાચ કોઈ એમ શંકા ઉઠાવે કે અમુક અંશના સરખાપણાથી કાંઈ ઉપમાન પ્રમાણ સિદ્ધ થઈ શકે નહીં. દા.ત. ‘બળદ જેવો પાડો', ‘હાથી જેવી બિલાડી' - આવા વાક્ય પ્રયોગો સાદશ્યમાં થતા નથી. તો તેનો જવાબ એમ આપી શકાય કે લોકોમાં જે સાધર્મ્સ, એટલે કે સમાન ગુણ-લક્ષણ જાણીતું હોય, તેના વડે જ ઉપમાનપ્રમાણ સિદ્ધ થાય છે. દા.ત. જેવી ગાય હોય છે, તેવી જ જંગલી ગાય હોય છે. કવિઓ પણ ‘દાડમની કળી જેવાં દાંત' એમ ઉપમા અલંકારનો પ્રયોગ કરે છે.
અનુમાનપ્રમાણ અને ઉપમાનપ્રમાણ બને એક નથી. ધુમાડા અને અગ્નિ વચ્ચે જેવો વ્યાપ્તિ સંબંધ હોય છે, તેવો ગાય અને જંગલી ગાય વચ્ચે વ્યાપ્તિ સંબંધ હોતો નથી. અનુમાન સ્વાર્થ કે પરાર્થ હોઈ શકે. જ્યારે ઉપમાન પરાર્થ જ હોય છે. ઉપમાનનું પ્રામાણ્ય કારણ-કાર્ય સંબંધ ઉપર નહીં પણ અનુભવના આધાર ઉપર છે.
ચાર્વાકો ઉપમાનને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. બૌદ્ધો ઉપમાનને પ્રત્યક્ષપ્રમાણ તેમજ શબ્દપ્રમાણમાં, સાંખ્ય દર્શન તથા વૈશેષિક દર્શન તેને અનુમાનપ્રમાણમાં અને જૈનો તેને પ્રત્યભિજ્ઞામાં સમાવે છે. મીમાંસકો ઉપમાનને જ્ઞાનના એક અલગ પ્રમાણ તરીકે સ્વીકારે છે, પરંતુ ન્યાય દર્શન કરતાં જુદી રીતે તેને વિચારે છે. (૪) શબ્દપ્રમાણ
ન્યાય દર્શનના મત મુજબ શબ્દ એ જ્ઞાન મેળવવાનું સાધન છે. શબ્દ એ પ્રમાણ છે અને એનાથી જે જ્ઞાન થાય છે એ શબ્દપ્રમાણ. આપ્તપુરુષનાં વાક્યો એ જ શબ્દપ્રમાણ છે. આપ્ત એટલે જેના શબ્દો વિશ્વાસપાત્ર હોય છે એવી સત્યનિષ્ઠ, સત્યવક્તા વ્યક્તિ. શ્રુતિકારો, ઋષિમુનિઓ, ધર્મપ્રવર્તકો વગેરેને “આપ્ત' માનવામાં આવે છે. તેમની નિઃસ્વાર્થતા તેમજ તેમનાં કથનની યથાર્થતાના આધારે નિર્ણય કરાય છે કે તેઓ ૧- જુઓ : ‘ન્યાયસૂત્ર', અધ્યાય ૧, આહ્નિક ૧, સૂત્ર ૭
માતોશઃ શબ્દઃ '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org