Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ષડ્રદર્શનપરિચય - ન્યાય દર્શન
૫૭૯ ૫) જો કાર્ય અને કારણ વસ્તુતઃ અભિન્ન હોત તો બન્ને દ્વારા એક જ હેતુ સરવો જોઈએ. પરંતુ કાર્યનું પ્રયોજન કારણના પ્રયોજનથી ભિન્ન છે. માટીના બનેલા ઘડામાં પાણી ભરી શકાય છે, પરંતુ સ્વયં માટીનો તે પ્રકારે ઉપયોગ થઈ શકતો નથી. ૬) કાર્ય તથા કારણમાં આકારની પણ ભિન્નતા છે. કાર્યનો આકાર કારણના આકારથી ભિન્ન હોય છે. આથી કાર્યનું નિર્માણ થઈ ગયા પછી એમ માનવું પડે છે કે કાર્યના આકારનો કે જે કારણમાં અસત્ હતો, તેનો પ્રાદુર્ભાવ થયો.
આમ, ન્યાય દર્શનના મત પ્રમાણે વસ્તુ ઉત્પન્ન થાય તે પહેલાં અને તે વસ્તુ નાશ પામે તે પછી તેનો અભાવ હોય છે, એટલે કે કાર્ય પ્રથમથી જ કારણમાં અવ્યક્ત રૂપે રહેલું હોતું નથી, પરંતુ તે એક નવીન ઉત્પત્તિ હોય છે. માટીમાં ઘડો પ્રથમથી રહેલો નથી, પરંતુ કુંભાર અને ઓજારો જેવાં નિમિત્તકારણના સહયોગ વડે માટીમાંથી ઘડાની ઉત્પત્તિ થાય છે. (૧) આત્મા વિષે વિચાર
નિઃશ્રેયસની પ્રાપ્તિને લક્ષ્ય તરીકે રાખી ન્યાય દર્શન કુલ ૧૨ પ્રમેયો ગણાવે છે. પ્રમેય એટલે પ્રમા(જ્ઞાન)નો જે વિષય હોય તે. આ ૧૨ પ્રમેયો આ પ્રમાણે છે - આત્મા, શરીર, ઇન્દ્રિયો, વિષયો (જ્ઞેય પદાર્થો - ઇન્દ્રિયોના અર્થ), જ્ઞાન (બુદ્ધિયુક્ત), મન, પ્રવૃત્તિ (સારાં-ખરાબ કર્મો કરવામાં આવે તે), દોષ (રાગ-દ્વેષ આદિ ઉત્પન્ન થાય તે), પ્રેત્યભાવ (મૃત્યુ), ફલ (શુભ કે અશુભ ફળપ્રાપ્તિ), દુઃખ અને અપવર્ગ (મોક્ષ). ઉપર જણાવેલાં ૧૨ પ્રમેયોમાં પ્રથમ આત્મા નામે પ્રમેય છે. તે અંગે વિચારીએ –
અન્ય દર્શનોના આત્મા વિષેના ખ્યાલથી નૈયાયિકો ત્રણ બાબતમાં જુદા પડે છે. તેઓ આત્માને ૧) જડસ્વભાવી ૨) કૂટસ્થ નિત્ય અને ૩) સર્વગત માને છે. ૧) નૈયાયિકોના મત અનુસાર આત્મા એક દ્રવ્ય છે જે અનાદિ-અનંત છે અને ઇચ્છા, દ્રષ, પ્રયત્ન, જ્ઞાન, સુખ વગેરે તેના ગુણ છે. ગુણ ગુણીની સાથે સમવાય સંબંધથી સંકળાયેલા રહે છે; અર્થાત્ જ્ઞાનાદિ ગુણો આત્માની સાથે સંકળાયેલા છે ખરા, પણ સ્વરૂપે અને સ્વભાવે આત્મા નિર્ગુણ છે. જ્ઞાન કે ચૈતન્ય આત્માનો સ્વભાવ નથી પણ એક આકસ્મિક ગુણ છે. આત્મામાં ચેતનાનો સંચાર ત્યારે જ થાય છે કે જ્યારે તેનો મન જોડે, મનની ઇન્દ્રિય જોડે અને ઇન્દ્રિયનો બાહ્ય વસ્તુઓ જોડે સંપર્ક થાય છે. આવો સંપર્ક જો ન થાય તો આત્મામાં ચૈતન્યનો ઉદય જ થાય નહીં. આથી આત્મા જ્યારે શરીરથી મુક્તિ મેળવે છે ત્યારે તેમાં જ્ઞાનનો અભાવ રહે છે. કૈવલ્ય અવસ્થામાં આત્મા સ્વભાવમાં, અર્થાત્ નિર્ગુણ ભાવમાં રહે છે. આમ, ન્યાય દર્શનના મત પ્રમાણે આત્મા સ્વરૂપે કરીને અચેતન અથવા જડ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org