Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ૧) સાધ્યપદ – જે સિદ્ધ કરવાનું હોય તે ‘સાધ્ય' કહેવાય. ઉપરના દાખલામાં ‘અગ્નિ' સાધ્યપદ છે. ૨) પક્ષપદ – જેને ઉદ્દેશીને (અથવા જેના વિષે) કશુંક સિદ્ધ કરવાનું હોય તેને ‘પક્ષ' કહેવાય. ઉપરના દાખલામાં ‘પર્વત’ એ પક્ષપદ છે, કારણ કે તેના વિષે અગ્નિ છે તેમ સાબિત કરવાનું છે. ૩) હેતુ, લિંગ અથવા મધ્યપદ – ઉપરના દાખલામાં જોયું કે પર્વત તે પક્ષ છે અને અગ્નિ તે સાધ્ય છે. હવે પ્રશ્ન એ થાય છે કે પક્ષ વિષે સાધ્ય સિદ્ધ કેમ કરવું? તો તેનો જવાબ એ છે કે તે સિદ્ધ કરવા માટે મધ્યપદ' અથવા હેતુ’ની જરૂર રહે છે. અહીં “ધુમાડો' એ હેતુ, લિંગ કે મધ્યપદના સ્થાને છે. હેતુ પક્ષમાં હોવો જ જોઈએ, નહીં તો સાધ્ય સિદ્ધ થાય નહીં. ઉદા.ત. પર્વત ઉપર ધુમાડો ન હોય તો ત્યાં અગ્નિ છે એમ સિદ્ધ થાય નહીં. ‘હેતુ' કે “મધ્યપદ'નું અનુમાનમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે. આથી તેને અનુમાનની કરોડરજ્જુ કહે છે. મધ્યપદ' બને આધારવિધાનોમાં સમાનપણે હાજર હોય છે, પરંતુ નિગમનમાં તે ગેરહાજર હોય છે.
સાધ્ય સિદ્ધ થવા માટે ‘હેતુ’ અને ‘સાધ્ય વચ્ચે એવો સંબંધ હોવો જોઈએ કે જ્યાં જ્યાં હેતુની હાજરી હોય ત્યાં ત્યાં સાધ્યની પણ હાજરી હોય અને જ્યાં જ્યાં સાધ્યની ગેરહાજરી હોય ત્યાં ત્યાં હેતુની પણ ગેરહાજરી હોય. આ પ્રકારના સાધ્ય અને હેતુના સંબંધને વ્યાપ્તિ સંબંધ (invariable concominance) કહે છે. વ્યાપ્તિ એ હેતુ અને સાધ્યનું નિત્ય અને અનિવાર્ય સાહચર્ય છે. ઉદાહરણ તરીકે - “જે જે ધુમાડાવાળું છે તે તે અગ્નિવાળું છે.' અહીં ધુમાડો (હેતુ) અને અગ્નિ (સાધ્ય) વચ્ચે આ પ્રકારનો વ્યાપ્તિ સંબંધ છે.
અનુમાનના વિવિધ પ્રકારો નીચે પ્રમાણે છે –
(A) પ્રાચીન નૈયાયિકોએ પ્રયોજનની દૃષ્ટિએ અનુમાનના બે પ્રકાર બતાવ્યા છે - ૧) સ્વાર્થાનુમાન અને ૨) પરાર્થાનુમાન. ૧) સ્વાર્થનુમાન – પોતાની ખાતરી માટે કરવામાં આવતું અનુમાન. તેનાથી વ્યક્તિના પોતાના મનની શંકા દૂર થાય છે. આ અનુમાનના ત્રણ અવયવો હોય છે. દા.ત. સામે ટેકરી ઉપર અગ્નિ છે.
કારણ કે ત્યાં ધુમાડો છે.
જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે, જેમ કે રસોડું. ૨) પરાર્થાનુમાન – અન્ય વ્યક્તિને ખાતરી કરાવવા થતું અનુમાન. બીજાના મનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org