Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ષદર્શનપરિચય બૌદ્ધ દર્શન
૫૬૧
કરવાથી તૃષ્ણાનો નાશ થાય છે અને તૃષ્ણાના નાશથી દુઃખ નાશ પામે છે. દુઃખનિરોધ અથવા દુ:ખરહિત સ્થિતિને નિર્વાણ કહેવાય છે.
નિર્વાણ એટલે ‘બુઝાઈ જવું', ‘ઓલવાઈ જવું' તે. માનવજીવનનું અંતિમ ધ્યેય નિર્વાણ હોવું ઘટે એવું બૌદ્ધ ધર્મ માને છે. જીવનની અગ્નિ પ્રજ્વલિત રાખનાર તૃષ્ણાઓ અને કામનાઓરૂપી બળતણ દૂર થઈ જાય છે ત્યારે પ્રત્યક્ષ દેખાતી જીવનજ્યોતિ બુઝાઈ જાય છે, તેને બૌદ્ધો નિર્વાણ કહે છે. બૌદ્ધો નિર્વાણના બે પ્રકાર બતાવે છે
(i) સર્વ વાસનાઓનો નાશ થાય અને જેને પરિણામે અહંપણાનો ભાવ છેક જ ગળી જાય ત્યારે તે નીચલી કે દ્વિતીય કક્ષાનું નિર્વાણ ઉપાધિશેષ કહેવાય છે. જે મુક્ત થાય છે તેની ભવસંજ્ઞા છેક જ પરિક્ષીણ થઈ જાય છે. આ જીવનમાં જ પ્રાપ્ત થતી આ આધ્યાત્મિક સ્થિતિ છે. આ અવસ્થા ‘જીવન્મુક્તિ’ને મળતી આવે છે.
(ii) આ અનિત્ય જગતમાંથી મુક્તનું પૂરેપૂરું અદૃશ્ય થઈ જવું એને સંપૂર્ણ નિર્વાણ કે પરિનિર્વાણ કે અનુપાધિશેષ કહેવાય છે. પરિનિર્વાણની આ કલ્પનાના કારણે મહાત્મા બુદ્ધનો ઉપદેશ વ્યર્થ બનતો નથી, કારણ કે પરિનિર્વાણ અથવા શૂન્યત્વ કે વિનાશ એ માણસે પુરુષાર્થ કરીને મેળવવા જેવી અવસ્થા છે એમ મહાત્મા બુદ્ધે કહ્યું નથી. જીવન્મુક્તિની અવસ્થા જ પ્રાપ્તવ્ય સ્થિતિ છે શૂન્યત્વમાં વિલય એ તો આગળનું
પરિણામ છે.
બૌદ્ધમત પ્રમાણે નિર્વાણ એક અવાચ્ય તથા તેને અહીં આ જન્મમાં જ તૃષ્ણા અને શકાય છે. સંસાર પૂરો થાય અને અવિનાશી શાંતિ પ્રાપ્ત થાય એવી એ એક પરમ
અવર્ણનીય સ્થિતિ છે, તે અચ્યુતપદ છે સંયોજનોના સંપૂર્ણ ક્ષયથી પ્રાપ્ત કરી
વાસ્તવિક અવસ્થા છે.
દુઃખનિરોધમાર્ગ (path leading to the cessation of
અવિદ્યા એ સર્વ દુઃખની જનની છે. તેને જ્ઞાન વડે દૂર કરવાથી મુક્તિ મળે છે. મુક્તિના પથિક માટે અષ્ટાંગમાર્ગનું અનુસરણ જરૂરી મનાયું છે. આ અષ્ટાંગમાર્ગના સેવનથી વાસનાક્ષય થઈ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. ટૂંકમાં આ ચાર આર્ય સત્યોમાંના પહેલાં ત્રણમાં મહાત્મા બુદ્ધના ઉપદેશનો તાત્ત્વિક ભાગ આવી જાય છે અને છેલ્લા ચોથા ભાગમાં એ ઉપદેશમાં રહેલો આચારનો ભાગ આવે છે.
૪) ચોથું આર્ય સત્ય suffering)
-
મહાત્મા બુદ્ધના મત અનુસાર આત્મનિયમનનો જે માર્ગ માણસને ઇચ્છિત ધ્યેય સુધી પહોંચાડે છે તે અવિધ છે. બૌદ્ધ ગ્રંથોમાં તેને ‘આર્ય અષ્ટાંગિક માર્ગ' એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org