Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ષડ્દર્શનપરિચય
દુઃખોનો અંત સંભવ છે. દુઃખોના અંતનો ઉપાય છે.
સત્યો વિષે વિગતવાર જોઈએ
૩) દુ:ખનિરોધ ૪) દુ:ખનિરોધમાર્ગ આ ચાર આર્ય
૧) પ્રથમ આર્ય સત્ય
દુ:ખ (suffering)
સંસાર અનિત્ય, અસાર અને અશરણભૂત છે. સાંસારિક સુખને સુખ સમજવું તે કેવળ અદૂરદર્શિતા છે. સાંસારિક સુખ વાસ્તવિક સુખ નથી. તે ક્ષણિક છે. તેનો વિયોગ થતાં, નાશ થતાં દુ:ખ થાય છે. તે સુખને માટે હંમેશાં એવી એક ચિંતા રહે છે કે રખેને તે નષ્ટ થઈ જશે. સાંસારિક સુખનું પરિણામ કેવળ દુઃખ હોવાથી તેને વાસ્તવિક સુખ કહી શકાય નહીં. તેથી શરીર, ભોગ અને સંસાર એકાંત દુઃખદાયી છે. ‘ધમ્મપદ’આદિ ગ્રંથોમાં કહ્યું છે કે જન્મ દુઃખકારક છે, જરા દુ:ખકારક છે, વ્યાધિ દુઃખકારક છે, મરણ દુઃખકારક છે, અપ્રિય વસ્તુઓનો સમાગમ અને પ્રિય વસ્તુઓનો વિયોગ પણ દુઃખકારક છે તથા ઇચ્છેલી વસ્તુ ન મળવાથી પણ દુ:ખ થાય છે. જન્મ અને મૃત્યુ, શોક અને પ્રેમ એ સાર્વભૌમ હકીકતો છે. એ ઘટનાઓ જીવનમાં ક્યાંક રહેલી વિસંગતા કે મેળના અભાવની સૂચક છે.
-
Jain Education International
બૌદ્ધ દર્શન
-
૨) બીજું આર્ય સત્ય
દુઃખસમુદય (cause of suffering)
કાર્ય-કારણના નિયમ અનુસાર જોઈએ તો કોઈ પણ કાર્યને તેનું કારણ હોય છે. આ જગતમાં દુ:ખ જોવા મળે છે, તો પછી તે દુ:ખનું કારણ પણ હોવું જોઈએ. જો દુઃખનું કારણ શોધવામાં આવે અને તેને દૂર કરવામાં આવે તો પરિણામે દુઃખ પોતે દૂર થઈ જાય. મહાત્મા બુદ્ધે પ્રતીત્યસમુત્પાદવાદના નિયમના આધારે દુઃખનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો. દુ:ખના કારણનું મૂળ શોધતાં મહાત્મા બુદ્ધને લાગ્યું કે ‘અવિદ્યા’ એ સર્વ દુ:ખનું કારણ છે. એ અવિદ્યામાંથી સર્વ અનર્થ કેવી રીતે જન્મે છે એ બતાવવું તેમનું મુખ્ય ધ્યેય હતું. એ ઉત્પત્તિની ક્રિયા જો એક વાર જાણવામાં આવી જાય તો એમાંથી નીપજનારાં પરિણામનો નાશ કરનારા ધોરી માર્ગ ઉપર ચડી જવાય. વર્તમાન જીવનનું કારણ તેની પહેલાનું જીવન છે અને ભવિષ્ય જીવનનું કારણ વર્તમાન જીવન છે. આથી ત્રણેની એક સાંકળ બને છે અને આ સાંકળના ૧૨ અંકોડા છે. જન્મ-મરણની નિરંતર ચાલતી ઘટમાળનું સ્વરૂપ કેવું છે તે આ દ્વાદશ નિદાનમાળા બતાવે છે
(i)
પૂર્વજન્મમાંથી ઉદ્ભવતાં અનિષ્ટો
૧. અવિદ્યા ૨. સંસ્કાર
૫૫૯
ચાર આર્ય સત્યોનું અજ્ઞાન (ignorance) વારસાગત સંસ્કારો (impressions)
For Private & Personal Use Only
www.jainelibrary.org