Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પદર્શનપરિચય - બૌદ્ધ દર્શન
પપ૭ શોધ માટે તાર્કિક વાદવિવાદ કરતાં નૈતિક સાધના અને પ્રબળ પુરુષાર્થ ઉપર તેઓ વિશેષ ભાર મૂકતા હતા. સ્વપ્રયત્ન અને સ્વાનુભવથી સાક્ષાત્કાર કરવાની વાત તેમણે લોકો સમક્ષ ભારપૂર્વક રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે મારા નિર્વાણ પછી મારી પૂજા કરવાની ખટપટમાં ન પડતાં મેં જે માર્ગ બતાવ્યો છે એ પ્રમાણે વર્તવા કોશિશ કરજો.' પરંતુ તેમના શિષ્યોને પોતાની આરાધનામાં ભક્તિભાવનો અભાવ ખટકવા લાગ્યો તથા કેવળ ધર્મના અવિચળ નિયમથી તેઓ સંતુષ્ટ રહી શક્યા નહીં. આવી સ્પષ્ટ ચેતવણી આપવા છતાં પરિણામે તેઓ મહાત્મા બુદ્ધને અવતારી પુરુષ માની પૂજવા લાગ્યા. આજે મહાત્મા બુદ્ધની ભવ્ય મૂર્તિઓ એશિયામાં ઘણાં સ્થળોએ જોવા મળે છે. મહાત્મા બુદ્ધને ઈશ્વર તરીકે સ્વીકારી, તેમની પૂજાનો પ્રચાર ખાસ કરીને મહાયાન પંથમાં જોવા મળે છે. માનવસ્વભાવ જ એવો છે કે જે વ્યક્તિએ ધર્મ ફેલાવ્યો હોય એની પૂજા કરવા લાગી જાય છે. ખરેખર તો નિર્વાણ પછી મહાત્મા બુદ્ધના આત્માનું વિસર્જન થયું છે એમ હીનયાન પંથ માને છે, તેમ છતાં એમાં મહાત્મા બુદ્ધના અવશેષોની પૂજા કરવામાં આવે છે. (ઉદા.ત. મહાત્મા બુદ્ધના અસ્થિ ઉપર જે તૂપો બાંધવામાં આવ્યા છે તેની પૂજા થાય છે.) મહાયાન પંથ એમ માનતો નથી કે મહાત્મા બુદ્ધના આત્માનું વિસર્જન થયું છે, આથી એમાં મહાત્મા બુદ્ધનાં ત્રણ રૂપોની પૂજા કરવાની વિધિ છે – ૧) મંજુશ્રી - આ મહાત્મા બુદ્ધની જ્ઞાનની મૂર્તિ છે અને બધી વિદ્યાઓ તેમાંથી જ ઉત્પન્ન થઈ છે. ૨) અવલોકિતેશ્વર – જગતને જોનાર મહાત્મા બુદ્ધનું આ સૌમ્ય સ્વરૂપ છે. (અજંટાની ગુફાઓમાં તે સુંદર ચિત્રરૂપે દોરેલું જોવા મળે છે.) ૩) વજપાણિ – વજ ધારણ કરનાર મહાત્મા બુદ્ધનું આ સર્વશક્તિમાન સ્વરૂપ છે. (હિન્દુધર્મની ત્રિમૂર્તિની કલ્પના અહીં કરી શકાય.) (IV) આચારમીમાંસા
(૧) તાત્ત્વિક પ્રશ્નો પ્રત્યે મહાત્મા બુદ્ધનો અભિગમ
મહાત્મા બુદ્ધનો સંદેશ ક્રાંતિકારી છે. તેમણે જીવનની ફિલસૂફી આપી છે, પણ વ્યવસ્થિત તત્ત્વજ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો નથી. જગત અનંત છે કે સાંત, આત્મા નિત્ય છે કે અનિત્ય વગેરે ચર્ચાઓમાં મહાત્મા બુદ્ધ ઊતરતા જ નહીં. કોઈ અદ્ભુત જ્ઞાન લઈને આ પૃથ્વી ઉપર આવ્યાનો તેમણે કદાપિ દાવો કર્યો નથી. કોઈ તૈયાર તત્ત્વ-મીમાંસા આપવાના ઉત્સાહથી તેઓ દુર રહ્યા છે અને તે વિષેની ચર્ચાઓને પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org