Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
તથા દોષોમાંથી છૂટવાના તેના ‘સુત્ત', ‘ખંદક' અને
ષદર્શનપરિચય બૌદ્ધ દર્શન
૫૪૭
ઉપાયો વગેરેનું નિરૂપણ તેમાં કરવામાં આવ્યું છે. વળી, ‘પરિવાર’ એમ ત્રણ મુખ્ય વિભાગો છે.
૨) સુત્ત (સૂત્ર) પિટક
તેમાં બૌદ્ધ કથાઓ અને વાર્તાઓનો સમાવેશ થાય છે. મહાત્મા બુદ્ધનાં વચનોનો તેમાં સંગ્રહ છે એમ મનાય છે. બૌદ્ધ ધર્મ તથા તત્ત્વજ્ઞાનને લગતા સિદ્ધાંતો તેમાં મળી આવે છે. આ ગ્રંથના આધારે જ બૌદ્ધ ધર્મના સારરૂપ ‘ધમ્મપદ’ગ્રંથ રચવામાં આવ્યો છે. સુત્ત પિટકના પણ ‘દીનિકાય', ‘મજિઝનિકાય', ‘સંયુતનિકાય’, ‘અંગુત્તરનિકાય' અને ‘ખુદકનિકાય' એમ પાંચ વિભાગો છે, બૌદ્ધ ધર્મનાં શાસ્ત્રોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
૩) અભિધમ્મ (ધર્મ) પિટક બૌદ્ધ સિદ્ધાંતોનું પાંડિત્યપૂર્ણ, તાત્ત્વિક અને અત્યંત બારીકાઈથી કરેલું વિગતવાર વર્ણન આ ગ્રંથોમાં જોવા મળે છે. તેના પણ સાત પેટા વિભાગો છે અને તેમાં વ્યાપક અર્થમાં ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
આ ત્રિપિટક સાહિત્યને થેરવાદ અથવા સ્થવિરવાદ કહેવામાં આવે છે. પહેલી બૌદ્ધ પરિષદમાં વૃદ્ધોએ - સ્થવિરોએ બૌદ્ધ સિદ્ધાંતોનો સંગ્રહ કર્યો, તેથી તે ‘થેરવાદ’ કહેવાય છે. આ પિટકોનો સંગ્રહ ઈ.સ. પૂર્વે લગભગ ત્રીજી સદીમાં થયો હશે એવો વિદ્વાનોનો મત છે. આ ત્રિપિટક ગ્રંથો ઉપરાંત ‘મહાવર્ત' નામે બીજો ગ્રંથ છે, જેમાં બોધિસત્વનાં જીવનવૃત્તાંતો અને ૫૦૦ જેટલી જાતક એટલે વિવિધ બૌદ્ધ કથાઓ જોવા મળે છે. એ સિવાય ‘સદ્ધર્મપુંડરિક', ‘લલિતવિસ્તર' વગેરે સંસ્કૃત ગ્રંથો પણ છે. ‘મિલિન્દ પન્હો’(મિલિન્દ પ્રશ્નો) એ પણ મહત્ત્વનો ગ્રંથ છે. તેમાં ગ્રીક સમ્રાટ મિનેન્ડર અને આચાર્યશ્રી નાગસેન વચ્ચેનો સંવાદ છે. તદુપરાંત બ્રાહ્મણમાંથી બૌદ્ધ બનેલા શ્રી બુદ્ધઘોષે રચેલો ગ્રંથ 'વિશુદ્ધ મગ્ન' (ઈ.સ. ૪૦૦) છે, જેમાં બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું વિગતવાર નિરૂપણ કરેલું છે. બ્રાહ્મણ ગ્રંથોમાં જે બૌદ્ધમતનું વર્ણન આવે છે તે મોટા ભાગે હીનયાનને લગતું નથી, પરંતુ તે બૌદ્ધ દર્શનની બીજી મહાયાન શાખાના વિચારના રંગથી રંગાયેલું છે.
(૪) સંપ્રદાયો
બૌદ્ધ દર્શનના સંપ્રદાયો બે દૃષ્ટિએ વિભાજિત થાય છે ધાર્મિક સંપ્રદાયો અને દાર્શનિક સંપ્રદાયો. આ બન્નેને સંક્ષેપમાં જોઈએ
૧) બૌદ્ધમતના ધાર્મિક સંપ્રદાયો
મહાત્મા બુદ્ધનો ઉપદેશ મહાત્મા બુદ્ધના નિર્વાણ પછી લગભગ બે સદી બાદ ગ્રંથસ્થ થયો. કાળક્રમે તેમાં ઘણી વિસંગતિઓ પ્રવેશી. આત્મસ્વરૂપ, નિર્વાણ, જગતની પ્રકૃતિ અંગેના મહાત્મા બુદ્ધના વિચારો વિષે ભારે મતભેદ ઊભા થયા. વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org