Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
બૌદ્ધ દર્શન
(I) પ્રાસ્તાવિક (૧) દર્શન પરિચય
મહાત્મા બુદ્ધ ભારતવર્ષના મહાન ધર્મપુરુષોની પરંપરામાં એક અનોખું સ્થાન ધરાવનાર મહાન વિભૂતિ થઈ ગયા. જગતના વિરલ મહાન પુરુષ એવા મહાત્મા બુદ્ધમાં આધ્યાત્મિક ઊંડાણનો અને બૌદ્ધિક તર્કવૃત્તિના ડહાપણભર્યા સંયમનો સમન્વય જોવા મળે છે. ‘બોધિ' પ્રાપ્ત કર્યું હોવાથી તેઓ ભગવાન બુદ્ધ કહેવાયા. આ જ બોધિના આધારે બૌદ્ધ ધર્મ તથા બૌદ્ધ દર્શન સ્થપાયાં.
મહાત્મા બુદ્ધ તાત્ત્વિક બાબતો કરતાં જીવનની વાસ્તવિક હકીકતો તરફ વિશેષ લક્ષ ખેંચે છે. તાત્ત્વિક પ્રશ્નો વિષે હદ બહારની ચર્ચા થવાથી સમાજમાં જે અરાજકતા ફેલાવા લાગી હતી, તેની સામે મહાત્મા બુદ્ધનો ઉપદેશ એક પ્રતિક્રિયારૂપ હતો. બૌદ્ધ દર્શન પ્રતીતિવાદ (phenomenalism) છે, કારણ કે મહાત્મા બુદ્ધના ઉપદેશ મુજબ માત્ર અનુભવગોચર વિષયોનું જ પ્રત્યક્ષ જ્ઞાન મળે છે. તેને અનુભવવાદ (empiricism) પણ કહી શકાય, કારણ કે તેમના મત અનુસાર અનુભવ એ જ પ્રમાણ છે. બૌદ્ધ દર્શન વ્યવહારવાદી (pragmatic) છે. આ જગતમાં સર્વત્ર વ્યાપી રહેલા દુઃખમાંથી મુક્ત થવાની ચિંતા જ મહાત્મા બુદ્ધને સતાવતી હતી. જીવ, જગત તથા જગદીશને લગતા સનાતન, સૂક્ષ્મ, તાત્ત્વિક પ્રશ્નો ઉકેલવામાં તેમને રસ ન હતો. કઈ વસ્તુ સાધનામાં ઉપયોગી નીવડે તેવી છે એ જોવા તરફ જ તેમનું લક્ષ હતું. ઈ.સ. પૂર્વેના છઠ્ઠા સૈકાની ભારતની ધાર્મિક સ્થિતિ જ્યારે સંક્રાંતિ અનુભવી રહી હતી ત્યારે તે આ પરિસ્થિતિમાં વેદપરંપરાથી - આસ્તિક દર્શનોની પરંપરાથી અલગ કારુણ્યમૂર્તિ મહાત્મા બુદ્ધ સત્ય અને અહિંસાપ્રધાન ધર્મનું પ્રવર્તન કર્યું. ધાર્મિક ક્ષેત્રે આ એક નવીન ક્રાંતિનાં પગરણ હતાં. હિંસા, અસત્ય, વહેમ, અંધશ્રદ્ધા તથા રૂઢિગત કર્મકાંડનાં જે જાળાં બાઝયાં હતાં, તે દૂર કરવા ભગવાન મહાવીર ઉપરાંત મહાત્મા બુદ્ધ પણ ભગીરથ કાર્ય કર્યું હતું. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક
આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે કપિલવસ્તુ નામે નગરની નજીક લુમ્બિની નામના ઉપવનમાં ઈ.સ. પૂર્વે પ૬૩માં વૈશાખી પૂર્ણિમાને દિવસે મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ શુદ્ધોદન અને માતાનું નામ માયાદેવી હતું. તેમનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું. રાજ્યના જાહોજલાલીયુક્ત પ્રાસાદમાં લગભગ ૨૯ વર્ષ સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org