Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૪૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
કિંઈ પુરુષાર્થ કરવાનો છે તે પોતામાં જ કરવાનો છે, પરમાં નહીં. પરમાં કશું જ કરવાનું નથી, બધું પોતામાં જ કરવાનું છે. જીવ સ્વદ્રવ્યમાં પુરુષાર્થ દ્વારા સમસ્ત અજ્ઞાનનો નાશ કરી, સમ્યજ્ઞાન પ્રગટાવી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જે જીવ યથાર્થ રુચિ કરીને, આત્મસ્વરૂપને સમજીને, મોક્ષના ઉપાયમાં પ્રવૃત્ત થાય છે તેને અલ્પ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ્ પ્રકાશે છે –
‘આત્મા પુરુષાર્થ કરે તો શું ન થાય? મોટા મોટા પર્વતોના પર્વતો છેદી નાંખ્યા છે; અને કેવા કેવા વિચાર કરી તેને રેલવેના કામમાં લીધા છે! આ તો બહારનાં કામ છે છતાં જય કર્યો છે. આત્માને વિચારવો એ કાંઈ બહારની વાત નથી. અજ્ઞાન છે તે માટે તો જ્ઞાન થાય.
બે ઘડી પુરુષાર્થ કરે, તો કેવળજ્ઞાન થાય એમ કહ્યું છે. રેલવે આદિ ગમે તેવો પુરુષાર્થ કરે, તોપણ બે ઘડીમાં તૈયાર થાય નહીં; તો પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારો.”
બંગલો બાંધવો હોય અને ગમે તેવો હોંશિયાર કારીગર હોય તોપણ બે ઘડીમાં ન બાંધી શકે; પણ જો કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માંગે તો બે ઘડીમાં પ્રાપ્ત કરી શકે છે. આઠ વર્ષનું બાળક વ્યાપાર ન કરી શકે, પરંતુ આત્માની સાચી સમજણ કરીને તે કેવળજ્ઞાન પામી શકે. આત્મા એવો ઉર પુરુષાર્થ કરી શકે છે કે જો તે પુરુષાર્થ અવળો હોય તો બે ઘડીમાં જીવ સાતમી નરકે જવા યોગ્ય કર્મનો બંધ કરે છે અને જો તે પુરુષાર્થ સવળો હોય તો બે ઘડીમાં જીવ કેવળજ્ઞાન પામે છે. બે ઘડી અશુભ ભાવમાં રહેવાથી અસંખ્ય વર્ષનાં નરકનાં દુઃખ પ્રાપ્ત થાય છે, બે ઘડી શુભ ભાવમાં રહેવાથી અસંખ્ય વર્ષનાં સ્વર્ગનાં સુખ પ્રાપ્ત થાય છે અને બે ઘડી શુદ્ધ ભાવમાં રહેવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે.
આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ ‘સમયસારકલશ'માં લખે છે કે કોઈ પણ પ્રકારે, મરીને પણ આત્માને જાણવાની ઉત્કંઠાથી માત્ર એક મુહૂર્ત (બે ઘડી) શરીરનો પાડોશી રહીને આત્માનો અનુભવ કર, તો પુદ્ગલથી ભિન્ન એવું તારું પોતાનું પ્રકાશમાન સ્વરૂપ તું જોઈ શકશે અને પુદ્ગલ સાથે એકતા માનવારૂપ તારો મોહ દૂર થશે. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૪ (ઉપદેશછાયા-૧૧) ૨- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૨૩
'अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव भवमूर्तेः पार्श्ववर्ती मुहूर्तम् । पृथगथ विलसंतं स्खं समालोक्य येन त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org