Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન
અવશ્ય પ્રતીત થાય છે.
(૪) રોચક અને રમણીય નિરૂપણ
તત્ત્વજ્ઞાનનો વિષય સામાન્ય રીતે શુષ્ક અને નીરસ હોવા છતાં શ્રીમદ્ તેને રસપૂર્વકની ભાવવાહી શૈલીમાં કાવ્યાત્મક રીતે ઉતારી શક્યા છે. તે રસિક અને હૃદયંગમ થઈ પડે એ માટે શ્રીમદે તે વિષયને અહીં પ્રાસાદિક શૈલીમાં રજૂ કર્યો છે. આમ, મૂળ વિષય જેટલો શુષ્ક છે, તેની રજૂઆત એટલી જ રસપૂર્ણ છે. શ્રીમદે પોતાની આકર્ષક શૈલીથી વિષયપ્રતિપાદનમાં કશે પણ રૂક્ષતા કે અરોચકતા ઉત્પન્ન થવા દીધી નથી.
૪૧૩
શ્રીમદ્દ્ના લખાણમાં ઘણું બળ છે. ભાષા સાદી પણ ઓજસવાળી છે અને વિચાર દર્શાવવાની તેમની પદ્ધતિ પ્રસાદપૂર્ણ છે. સામાન્ય જ્ઞાન ધરાવતી વ્યક્તિ પોતપોતાની કક્ષા અને ક્ષયોપશમ અનુસાર તેમાંથી અર્થ સમજી શકે તેવી સરળતા તેમની રચનામાં રહેલી છે. ભાષા સરળ છે, એટલું જ નહીં, શબ્દની ગોઠવણી પણ એટલી વ્યવસ્થિત છે કે તેમાં કશે પણ ગૂંચવણ થાય તેવું નથી. શ્રીમદ્દ્ની સ્પષ્ટ અને સચોટ અભિવ્યક્તિ, તેમના રચનાકૌશલ્ય સાથે તેમના ભાષાપ્રભુત્વની પણ સરસ પ્રતીતિ કરાવે છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ભાષાસ્પષ્ટતા, તેનું ભાષાસૌષ્ઠવ અને તેની ભાષાસફળતા વિચારવા યોગ્ય છે. તે વાંચતાં શ્રીમદ્નો ભાષા ઉપરનો અદ્ભુત કાબૂ જરૂર જણાઈ આવે છે. કોઈ પણ સાહિત્યસર્જક પોતાના સાહિત્યલેખનમાં ભાષા તો સામાન્યપણે પ્રચલિત હોય તે જ વાપરે છે, પણ તેમાં વપરાતા શબ્દોની પસંદગી અને પ્રયોગમાં તે સર્જકનું વિશેષપણું રહ્યું છે. શ્રીમદ્દ્ની શબ્દોની પસંદગી અને તેની યથાયોગ્ય સ્થાને ગોઠવણી સર્વથા ઉચિત, માર્મિક અને અર્થપ્રકાશક છે. સાહિત્યની નજરે તેમના પ્રત્યેક શબ્દપ્રયોગમાં ચમત્કાર અને સાર્થકત્વ જણાય છે. તેમના વિચારોની સ્પષ્ટતા, વિચારદર્શનની સરળતા અને ભાષાની પ્રૌઢતા સાથે શબ્દસમૃદ્ધિ પણ મુગ્ધ કરે તેવી છે. ભાષા ઉપર અસાધારણ કાબૂ વગર આવી રચના અશક્ય છે.
Jain Education International
ભાષા ઉપર અસાધારણ કાબૂ ન હોય તો કાં તો વિષય તદ્દન શુષ્ક થઈ જાય છે અથવા તે વ્યવસ્થા વગરનો થઈ જાય છે અથવા તો તે અતિ સામાન્ય થતાં વિશિષ્ટ વાચક માટે નકામો થઈ પડે છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં આવા શુષ્ક લાગતા વિષયની શ્રીમદ્ના અસાધારણ ભાષાપ્રભુત્વના પરિણામે મનોહર, લાલિત્યપૂર્ણ અને રસપ્રદ રજૂઆત થઈ હોવાથી સૌના અંતરમાં માટે રુચિ જાગૃત થાય છે. સામાન્ય વાંચનાર તેના અધિકાર અનુસાર પરિચય-પ્રીતિ વધારે છે, અસાધારણ અને નિર્મળ બુદ્ધિવૈભવવાળાને એમાં વિશેષ રસ પડે છે, તો ભાવસમૃદ્ધ આત્માર્થાજનને તેની પ્રત્યેક
For Private & Personal Use Only
www.jainelibrary.org