Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 437 સાહિત્ય ઉપર સર્જકના તત્કાલીન સમાજનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. દરેક લેખકની કૃતિ ઉપર પોતપોતાના યુગની અસર થાય છે, જે તે તે યુગના ઇતિહાસ ઉપરથી ફલિત થાય છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જોતાં શ્રીમદ્ જે કાળમાં પૃથ્વીપટ ઉપર વિચરતા હતા, તે સમય કેવો દુષમ હતો તેનું દર્શન થાય છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર તત્કાલીન ધર્મસમાજની અસર દેખાય છે. તેમાં તત્કાલીન ધર્મસ્થિતિના પ્રત્યાઘાત પડેલા જણાય છે. તત્કાલીન પરિસ્થિતિના કારણે વીતરાગ શાસન સામે જાગેલા પડકારોથી તેમના હૃદયમાં ઊપજેલ વેદનાને તેમણે આ ગ્રંથમાં વહેવડાવી છે. તેમણે તત્કાલીન પરિસ્થિતિની વાસ્તવિક અને અભિનવ રજૂઆત કરી છે. મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ અવિસંવાદી ભાવે જાણ્યા વિના જે જીવો મતિકલ્પનાએ મોક્ષમાર્ગની સાધના કરી રહ્યા છે અને સાધના થઈ રહ્યાના ભ્રમમાં રાચી રહ્યા છે, તેમજ મિથ્યા આગ્રહપૂર્વક ઉન્માર્ગે પ્રવર્તન કરી રહ્યા છે તેવા મિથ્યામતિઓની ભૂલ શ્રીમદે દર્શાવી છે કે જેથી તેમને સાચા માર્ગનું ભાન થાય. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદે લોકો ધર્મના નામે કેવી ભૂલો કરે છે તેનું સચોટ ચિત્ર ઉપસાવી, તેની નિરર્થકતા દર્શાવી છે. વર્તમાન વિષમ કાળમાં કોઈ વિરલ જીવને જ વીતરાગધર્મ પરિણમે છે. આ કાળમાં પરમાર્થરૂપી દુકાળ પડ્યો છે, અર્થાત્ પરમાર્થ પામવો દુર્લભ છે. વસ્તુસ્વરૂપને યથાર્થ સમજ્યા વિના લોકો લોકસંજ્ઞાએ, ઓઘસંજ્ઞાએ ધર્મક્રિયાઓ કર્યા કરે છે. ધર્મનું યથાર્થ સ્વરૂપ મતમતાંતરના કારણે ઢંકાઈ ગયું હોવાથી તેમજ ક્રિયાકાંડ તથા વહેમી માન્યતાઓમાં સીમિત થઈ ગયું હોવાથી તે વલણ ઉન્નતિમાં બાધક બને છે. | ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં દર્શાવ્યું છે કે સત્પરુષના સમાગમની ઉપાસના વિના સ્વચ્છેદે નિર્ણય કરીને કરવામાં આવેલી ધર્મક્રિયા અથવા આત્મસ્વરૂપને જેણે વેડ્યું નથી એવા પુરુષના અભિપ્રાયે કરવામાં આવેલી ધર્મક્રિયા પરમાર્થે હેતુભૂત થતી નથી. ધર્મનું આંતર રહસ્ય સમજ્યા વિના સંપ્રદાયની પરંપરાથી અથવા કુળધર્મ અનુસાર ધર્મક્રિયા અંગીકાર કરી, ધાર્મિક છીએ' એવું અભિમાન ધરવાથી આત્માર્થને હાનિ પહોંચે છે. ‘રૂઢિથી ચાલ્યો આવતો ધર્મ નિભાવવો જોઈએ' એવા ખ્યાલથી તેનો નિર્વાહ કરનારા લોકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. વડવાઓએ માન્યું છે', વડીલો કહેતા આવ્યા છે' - એવાં કારણોને લઈને અમુક માન્યતાઓ ધારણ કરવી, અમુક રિવાજો પાળવા એ સાચી ધાર્મિકતા નથી. આત્મલક્ષ વિના થયેલ ધાર્મિક ક્રિયાઓનું કોઈ મૂલ્ય નથી. આવા આત્મલક્ષવિહોણા જીવોને શ્રીમદે મતાર્થી કહ્યા છે અને તેના ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની એવા બે પ્રકાર બતાવ્યા છે. પ્રથમ શ્રીમદે બાહ્યાચારમાં અટકી રહેલા ક્રિયાજડ જીવોનું વર્ણન કર્યું છે. ક્રિયાજડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org