Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ 462 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શ્રીમદે પ્રત્યેક આત્મા કઈ રીતે પરમાત્મપણાને પામે તેની પ્રક્રિયા સરળતાથી સમજાવી છે. તેમણે શુદ્ધ આત્મપરિણતિરૂપ મોક્ષમાર્ગનું - પરમાર્થમાર્ગનું નિરૂપણ કર્યું છે. તેમણે ગાથા 98 થી ગાથા ૧૦૪માં જણાવ્યું છે કે કર્મભાવ એ જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ એ નિજસ્વરૂપમાં વાસ છે. અજ્ઞાન અંધકાર સમાન છે, જે જ્ઞાનપ્રકાશ થતાં તત્ક્ષણ જ નાશ પામે છે. જે કારણોથી કર્મ બંધાય તે બંધનો પંથ છે અને તે કારણોની છેદક એવી આત્મદશા તે મોક્ષપંથ છે, જેના આરાધનથી ભવભ્રમણનો અંત આવે છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથિ છે, તે જેના વડે છેદાય તે મોક્ષમાર્ગ છે. રાગાદિ સર્વ વિભાવ અને દેહાદિ સંયોગમાં એકતાના આભાસથી રહિત એવો કેવળ શુદ્ધ આત્મા જેથી પમાય તે મોક્ષમાર્ગ છે. અનંત પ્રકારનાં કર્મોના મુખ્ય આઠ પ્રકાર છે, તેમાં પણ મોહનીય કર્મ મુખ્ય છે. મોહનીય કર્મના બે ભેદ છે - દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીયને આત્મબોધ હણે છે, ચારિત્રમોહનીયને વીતરાગતા હણે છે. આ જ મોહને હણવાના અચૂક ઉપાય છે. ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે, ક્ષમાદિ તેને હણે છે એ પ્રત્યક્ષ અનુભવગમ્ય તથ્ય છે. આ પ્રકારે શ્રીમદે અનુપમ નિશ્ચયબળ સહિત સર્વ જ્ઞાનીઓની સાક્ષીએ મોક્ષપ્રાપ્તિનો વાસ્તવિક માર્ગ નિર્દિષ્ટ કર્યો છે. શ્રીમદે દર્શાવેલ આ પરમાર્થમાર્ગ ત્રિકાળી શાશ્વત છે. ત્રણે કાળમાં આ પરમાર્થમાર્ગ એક અખંડ અભેદ છે. પરભાવરૂપ અધર્મનો સર્વનાશ કરી, આત્મસ્વભાવમાં રમણતા કરવી એ જ જ્ઞાની પુરુષોએ આચરેલો અને બોધેલો પરમાર્થમાર્ગ છે. શુદ્ધ આત્મધર્મની સિદ્ધિ કરવી, શુદ્ધ આત્માને પ્રગટ કરવો એ જ મૂળમાર્ગ છે. શુદ્ધ આત્માને જાણવો, શ્રદ્ધવો અને આચરવો એ સમસ્ત દ્વાદશાંગીના સારરૂપ એવા સનાતન સત્યને લક્ષમાં રાખી, નિશ્ચય સાધ્ય તરફ નિરંતર દૃષ્ટિ ઠેરવી, તેના સત્સાધનરૂપ એવા પરમાર્થસાધક વ્યવહારને સેવનાર જીવ મોક્ષ પામે છે. સમસ્ત વ્યવહારનું પ્રયોજન આત્માને સ્વરૂપમાં લાવવાનું છે. પરમાર્થને પ્રેરે એવો સદ્વ્યવહાર જ સાર્થક છે. આ તથ્યનું પ્રતિપાદન કરતાં શ્રીમદ્ ૩૬મી ગાથામાં લખે છે - એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” (36) મોક્ષમાર્ગને પ્રગટ કરવામાં શ્રીમદે કોઈ મત, દર્શન, જાતિ, વેષ આદિનો આગ્રહ રાખ્યો નથી. તેમના મત પ્રમાણે ધર્મ એ વસ્તુસ્વભાવ છે, સંપ્રદાય નથી. અજ્ઞાનના કારણે સાધનધર્મમાં સાધ્યધર્મનો આરોપ કરવામાં આવતો હોવાથી સઘળા મતભેદ ઊભા થયા છે. જેણે મત-દર્શનના આગ્રહને છોડ્યા હોય તે મોક્ષના સુમાર્ગને સાધી શકે છે. મોક્ષમાર્ગમાં જાતિ-વેષ આદિના ભેદ હોય નહીં અને જો ભેદ હોય તો તેને મોક્ષમાર્ગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org