Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ 460 ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ધાર્મિક ગણાતા લગભગ તમામ જીવોનું વલણ આ બને છેડામાંથી એક છેડા પ્રતિ ઢળેલું હોય છે. તે એકાંતવાદીઓ મહાપુરુષોના આશયને સમજ્યા વગર શાસ્ત્રોની વાતો અવળા અર્થમાં લે છે અને સદ્ધર્મનો લોપ કરે છે, જે તેમને કલ્યાણના માર્ગમાં પ્રતિબંધક થઈ પડે છે. તેમની દૃષ્ટિ-અંધતા ટળી ન હોવાથી તેમને અધ્યાત્મપ્રધાન અંતરંગ માર્ગનું દર્શન થઈ શકતું નથી. દૃષ્ટિના અભાવે અલૌકિક પરમાર્થમાર્ગને પણ ગતાનુગતિક લોકો લૌકિક દૃષ્ટિએ, ઓઘદૃષ્ટિએ જુએ છે. તેઓ આંતર રહસ્ય સમજ્યા વિના, કુલાચારને સાચવવાના હેતુથી, ગાડરિયા પ્રવાહની જેમ અનુપયોગીપણે, લક્ષરહિતપણે ધર્મક્રિયાઓ કે શાસ્ત્રવાંચન કરે છે. આ રીતે થતી પ્રવૃત્તિઓના કારણે ધાર્મિક કેન્દ્રોમાં રસહીનતા, શુષ્કતા દષ્ટિગોચર થાય છે. મૂળ તત્ત્વ ઉપર દૃષ્ટિ ન હોવાના કારણે મતભેદ પડી ગયા છે. મોક્ષમાર્ગ સંબંધી આવી શોચનીય સ્થિતિ શ્રીમન્ના તત્કાલીન સમાજમાં લગભગ બધી જગ્યાએ જોવા મળતી હતી. અખંડ અભેદ એકરૂપ મોક્ષમાર્ગને અનેક પ્રકારના શુદ્ર મતભેદોથી આવરિત થયેલો જોઈ શ્રીમનું હૃદય દ્રવી ઊઠતું. ચતુર્ગતિરૂપ સંસારમાં અજ્ઞાનયોગે રઝળતા જીવોને સાચી સમજણ મળે તો તેઓ દુઃખી થતાં અટકે અને સત્સુખ પામે એવી નિષ્કામ કરુણા તેમને જાગી. જગતના સર્વ જીવોના કલ્યાણની ભાવના ઢીમના દિલમાં હતી. સર્વ જીવો માટે તેમના હૃદયમાંથી વાત્સલ્યનો ઝરો વહેતો હતો, તેથી અજ્ઞાન-અંધકારમાં અથડાતા જગતને મોક્ષમાર્ગનું દર્શન કરાવવા તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રૂપ જ્ઞાનનો દિવ્ય પ્રકાશ પાથર્યો. તેમણે જીવોની બહિરંગ દષ્ટિ દૂર કરાવી, દિવ્ય માર્ગના યથાર્થ દર્શનાર્થે આધ્યાત્મિક દૃષ્ટિ અપ, સત્યમાર્ગ ઉપદેશીને ઉચ્ચધર્મવિચારરૂપ ભુવનમાં વિશ્વને લાવવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો અને અતિગંભીર અને અસરકારક રીતે આત્મજાગૃતિની વાત કરી. આમ, શ્રીમદે સમગ્ર જીવોના આત્મહિતને માટે મોક્ષનો માર્ગ પ્રગટ કરવા ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ગ્રંથનું નિર્માણ કર્યું છે. તેમણે સ્વયં આ ગ્રંથની બીજી ગાથામાં આ વાત જણાવી છે - ‘વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોય.” (2) ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રારંભમાં મોક્ષમાર્ગ ભાખવા માટેના કરેલા નિર્દેશનું શ્રીમદે પૂર્ણપણે પાલન કર્યું છે. તેનું સાદ્યત અવલોકન કર્યા પછી ચોક્કસપણે કહી શકાય છે કે તેમાં મોક્ષમાર્ગને સંબંધિત સર્વ મહત્ત્વપૂર્ણ વિષયોને શ્રીમદે આવરી લીધા છે. અધ્યાત્મરસનું પાન કરાવવા શ્રીમદે ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી આત્માનાં છ પદને સ્પષ્ટ કરી, સાધનામાર્ગને પ્રકાશિત કર્યો છે. અમાપ ફળને આપવા સમર્થ એવા ધર્મને આરાધવા માટે અગત્યના પ્રાથમિક ગુણો, ધર્મના અધિકારી જીવનાં લક્ષણો, ધર્મારાધકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org