Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય.' (૭૩) છ પદ સંબંધી શંકા સદ્ગુરુ સમક્ષ રજૂ કરવાનો શિષ્યનો હેતુ કેવળ બૌદ્ધિક જ્ઞાનની પ્રાપ્તિ નથી. તેનો હેતુ તો છ પદનું જ્ઞાન લઈ, મોક્ષના ઉપાય દ્વારા મોક્ષપ્રાપ્તિ માટેનો છે. તેને તો સ્વરૂપસમજણ દ્વારા સ્વરૂપપ્રાપ્તિ કરવી છે. તેને સ્વાનુભવ કરવાની પ્રબળ ઉત્કંઠા છે. તેને નિજાનુભૂતિની લગની લાગી છે. પરભાવોથી વિરક્ત થઈ, સ્વભાવદશામાં રમવાની તેની ભાવના છે. તેને તત્ત્વને અનુભવવાની તીવ્ર તમન્ના છે. તે મોક્ષના ઉપાયની પ્રાપ્તિને પોતાનું પરમ સદ્ભાગ્ય ગણે છે. મોક્ષનો ઉપાય જાણવાની પોતાની ઉત્સુકતા દર્શાવતાં તે કહે છે
૪૮૪
‘તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય;
જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય?’ (૯૫)
પાંચે
ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય.' (૯૬)
આમ, શિષ્યના પ્રશ્નો દ્વારા શ્રીમદે જણાવ્યું છે કે શિષ્યમાં મુમુક્ષુતા, સ્વરૂપજિજ્ઞાસા, સત્યતત્ત્વગવેષકતા, ભક્તિ, શ્રદ્ધા, વિનય, નમ્રતા, સરળતા, સ્પષ્ટવક્તાપણું, નિખાલસતા, નિર્ભયતા, વિચક્ષણતા, નિરાગ્રહિતા, પક્ષપાતરહિતતા, સ્વચ્છંદરહિતપણું, નિરહંકારપણું આદિ ગુણો હોવા જોઈએ. આવો શિષ્ય સદ્ગુરુએ દર્શાવેલા ઉપાય અનુસાર ચાલે તો કાર્યસિદ્ધિ થાય છે. તે વિનયપૂર્વક ગુરુ પાસેથી અબાધિત જ્ઞાન મેળવી ઉચ્ચ ભૂમિકાએ પહોંચે છે. તે જ્ઞાન તેને માટે અનુભવનું અમૃત બની જાય છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના શિષ્ય વિષે શ્રી કાનજીસ્વામી કહે છે
‘શિષ્યની લાયકાત કેવી હોય, સત્સ્વરૂપનો જિજ્ઞાસુ શિષ્ય કેવો જોઈએ, પાત્રતાની ભૂમિકા કેમ વધે તે અહીં જોવાનું છે.
શ્રીમદ્ અત્રે શિષ્યને કહે છે
Jain Education International
હે વિચક્ષણ! તું જાણ.
આવો સુપાત્રવાન શિષ્ય જોઈને સદ્ગુરુનું હૃદય પણ પ્રફુલ્લિત થઈ જાય છે. તેમના અંતરમાં રહેલો જ્ઞાનભંડાર ખૂલી જાય છે. આવા સુશિષ્યને તો સદ્ગુરુ પણ યમદેવની માફક પ્રશ્ન પૂછવા સહર્ષ ઉત્તેજન આપે છે કે ‘હે નચિકેતા! તારા જેવા અમને પૂછનાર હજો.' ('ત્વા≤, નો સૂચાત્ નવિતા:! પ્રા') સદ્ગુરુ પણ અપાર વાત્સલ્યભાવથી શિષ્યને મીઠી અમૃતમય ભાષામાં સફળતાના આશીર્વાદ આપે છે. મોક્ષનો ઉપાય જાણવા ઉત્કંઠિત સુશિષ્યને પ્રોત્સાહન આપતાં તેઓ કહે છે ૧- શ્રી કાનજીસ્વામી, આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૧૬
-
For Private & Personal Use Only
www.jainelibrary.org