Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પડ્રદર્શનપરિચય - જૈન દર્શન
૫૨૭ શ્વેતાંબરપરંપરામાં હતા. તે બધાના નામોલ્લેખો પ્રાચીન ગ્રંથોમાં મળે છે. જે મોટા અને જાણીતા ગચ્છ હાલ ગણાય છે તેમાં તપાગચ્છ, ખરતરગચ્છ, સાગરગચ્છ અને અંચલગચ્છમાં સાધુ-સાધ્વીઓની સંખ્યા ઠીક ઠીક પ્રમાણમાં છે. પાચચંદગચ્છમાં સાધુસાધ્વીઓની સંખ્યા ઘણી ઓછી છે. શ્વેતાંબરોમાં ત્રિસ્તુતિક નામનો એક ગચ્છ પણ ગયા સૈકામાં થયો હતો. એ ગચ્છ દેવ-દેવીઓની આરાધનામાં માનતો ન હતો. દિગંબરોમાં વીસપંથી, તેરાપંથી, ગુમાનપંથી, તોતાપંથી, સમૈયા એમ જુદા જુદા મોટા વિભાગો છે. એ દરેકની સમાચારીમાં થોડો થોડો ફરક છે. દિગંબરો મુખ્યત્વે મૂર્તિપૂજામાં માનનારા છે, પરંતુ તેમનામાં પણ એક એવો પંથ નીકળ્યો હતો કે જે મૂર્તિપૂજામાં માનતો ન હતો. એ પંથનું નામ છે “સમૈયા'.
શ્વેતાંબરમાં વખત જતાં વિ.સં. ૧૫૦૮માં મૂર્તિપૂજામાં નહીં માનનાર એક સંપ્રદાય ઊભો થયો હતો. એના સ્થાપક લોકશાહ હતા. તેઓ અમદાવાદમાં આગમસૂત્રોના લહીયા તરીકે કાર્ય કરતા હતા. તેમણે ૪૫ આગમ સૂત્રોમાંથી, જેમાં મૂર્તિપૂજા વિષે ઉલ્લેખ ન હોય એવાં ૩૨ આગમ સૂત્રો માન્ય રાખ્યાં. તેમણે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ જેવી આવશ્યક ક્રિયાઓમાં પણ ફેરફારો કર્યા. તેમણે અહિંસા વ્રતને પ્રાધાન્ય આપી, જેમાં સૂક્ષ્મ જીવહિંસાનો પણ સંભવ હોય એવી આરંભ-સમારંભની ધાર્મિક ક્રિયાઓનો નિષેધ કર્યો અને એ રીતે મંદિર-મૂર્તિનો પણ નિષેધ કર્યો. આરંભમાં આ સંપ્રદાય લોંકા તરીકે, પછી ઢુંઢિયા તરીકે અને પછી સ્થાનકવાસી તરીકે ઓળખાયો. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને પંજાબ સુધી તે ફેલાયો. તેમાં પણ છકોટિ, નવકોટિ, મોટીપક્ષ, નાનીપક્ષ, દરિયાપુરી, લીંબડી, ખંભાત, બોટાદ, ગોંડલ, શ્રમણ સંઘ વગેરે પેટા વિભાગો થયા. સ્થાનકવાસી સંપ્રદાયમાંથી લગભગ ૨૦૦ વર્ષ પછી તેરાપંથ નામનો સંપ્રદાય છૂટો પડ્યો. સાધુ ભિકમજી એના સ્થાપક મનાય છે. તેમના મત પ્રમાણે સાધુઓથી પોતાના માટે બનાવેલા ઉપાશ્રયોમાં રહેવાય નહીં, કારણ કે એમાં આરંભ-સમારંભનો દોષ લાગે છે, એટલે ગૃહસ્થોએ પોતાના માટે બનાવેલાં એવાં ખાલી પડેલાં એકાંત સ્થળોમાં સાધુ-સાધ્વીઓએ રહેવું જોઈએ કે જેથી દોષ ન લાગે. વળી, સાધુઓથી દાન અને દયાનો ઉપદેશ અપાય નહીં, કારણ કે તેમ કરવા જતાં પોતે દોષના નિમિત્ત બને છે. આ સિદ્ધાંત ઉપર આ સંપ્રદાય છૂટો પડ્યો. ગુજરાત, સૌરાષ્ટ્ર કરતાં રાજસ્થાનમાં આ સંપ્રદાયનો પ્રચાર વિશેષ થયો.
આમ, જૈન ધર્મમાં ભગવાન મહાવીરસ્વામીના સમયથી આજ સુધી વિવિધ સંપ્રદાયો, ગચ્છો વગેરે થતા રહ્યા છે. તેમાં દાર્શનિક મતભેદ કરતાં સામાચારીનો મતભેદ વિશેષ રહ્યો છે. મોક્ષમાર્ગની આરાધના અંગે તેઓ સર્વ સમ્મત છે. અલબત્ત, એમાં વ્યવહારનય અને નિશ્ચયનયની દૃષ્ટિએ એક અથવા બીજી વસ્તુ ઉપર વધુ ભાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org