Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ષડ્રદર્શનપરિચય - જૈન દર્શન
૫૪૧
(૬) પ્રમત્તસંયત ગુણસ્થાન – જીવ વૈરાગ્યમાં વધુ દૃઢ બનતાં આ ગુણસ્થાને સર્વવિરતિ ગ્રહણ કરે છે અને મુનિદશાનો પ્રારંભ થાય છે. અપ્રમત્ત રહેવાની ઇચ્છા છતાં તેને પ્રમાદ રહેતો હોવાથી આ ગુણસ્થાનને ‘પ્રમત્તસંમત' કહેવાય છે. (૭) અપ્રમત્તસંયત ગુણસ્થાન – આ ગુણસ્થાને જીવ પ્રમાદનો ત્યાગ કરે છે. જો કે પૂર્વસંસ્કારોને વશ થવાથી પ્રમાદ આવી જતાં ફરી છઠ્ઠા ગુણસ્થાને આવે છે. પુરુષાર્થ કરી પ્રમાદને હટાવતાં ફરી સાતમા ગુણસ્થાને આવે છે. આમ, તે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન વચ્ચે ઝોલાં ખાય છે. (૮) અપૂર્વકરણ ગુણસ્થાન - આ ગુણસ્થાને જીવ પૂર્વે કદી નહીં અનુભવેલો એવો આત્મશુદ્ધિનો અનુભવ કરે છે. અહીં તે બાદર કષાયથી નિવર્તે છે. આ ગુણસ્થાને ચારિત્રમોહનીય કર્મના ઉપશમરૂપ ઉપશમશ્રેણી અથવા તેના ક્ષયરૂપ ક્ષપકશ્રેણીનો પ્રારંભ થાય છે. (૯) અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન – આ ગુણસ્થાને સૂક્ષ્મ સંજ્વલન લોભ સિવાયની ચારિત્રમોહનીય કર્મની સર્વ પ્રકૃતિનો ઉપશમ અથવા ક્ષય થાય છે. (૧૦) સૂમસંપરાય ગુણસ્થાન – આ ગુણસ્થાને સૂક્ષ્મ સંજ્વલન લોભનો ઉપશમ અથવા ક્ષય થાય છે. (૧૧) ઉપશાંત મોહનીય ગુણસ્થાન – ઉપશમશ્રેણી માંડેલા જીવ માટે જ આ ગુણસ્થાન છે. અહીં ચારિત્રમોહનીયની સર્વ પ્રકૃતિઓ ઉપશાંત હોય છે, પરંતુ આ ગુણસ્થાનનો કાળ સમાપ્ત થતાં મોહનીય કર્મનું જોર વધે છે, તેથી જીવનું અવશ્ય પતન થાય છે અને તે છકે, ચોથે અથવા પહેલે ગુણસ્થાને ઊતરી જાય છે. (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાન – આ ગુણસ્થાને મોહનીયની સર્વ પ્રકૃતિઓનો ક્ષય થયેલો હોય છે. અહીં જીવ અંતર્મુહૂર્ત કાળ પર્યત રહી, શેષ ત્રણ ઘાતી કર્મોનો - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો ક્ષય કરી આગળ વધે છે. (૧૩) સયોગી કેવળી ગુણસ્થાન – આ ગુણસ્થાને ચારે ઘાતી કર્મનો ક્ષય થયો હોવાથી આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય - આ અનંત ચતુષ્ટય પ્રગટે છે, પણ અહીં મન, વચન અને કાયાના યોગ રહ્યા હોવાથી તે ‘સયોગી કેવળી' કહેવાય છે. (૧૪) અયોગી કેવળી ગુણસ્થાન – આ ગુણસ્થાને મેરુ જેવી નિષ્કપ અવસ્થામાં રહેલ આત્મા પાંચ હ્રસ્વઅક્ષર (અ, ઈ, ઉ, 8, લુ) પ્રમાણકાળ રહી, ચારે અઘાતી કર્મનો ક્ષય કરી, એક સમયમાત્રમાં ઊર્ધ્વગતિએ સિદ્ધક્ષેત્રે જઈ સ્થિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org