Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૪૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
(V) ઉપસંહાર
જૈનોના તત્ત્વજ્ઞાનનાં વિભિન્ન પાસાંઓની નીચે પ્રમાણે ટીકા કરવામાં આવી છે. જૈન દર્શનના ‘સ્યાદ્વાદના સિદ્ધાંતની બૌદ્ધ દાર્શનિકો તથા શાંકરવેદાંતીઓએ બહુ કડક આલોચના કરી છે. તેમના મત મુજબ એક જ વસ્તુ એકી વખતે હોય પણ ખરી અને ન પણ હોય એમ બની શકે નહીં; જેનામાં આવા સંશયવાળા ધર્મો છે તેને સત્ય જ્ઞાનનું સાધન એવું ખરું પ્રમાણ જ કહી ન શકાય અને એવા સંદિગ્ધ પ્રમાણ ઉપર કશો પણ વ્યવહાર ચાલી શકે નહીં.
જૈનોનો બહુતત્ત્વવાદ પણ અધૂરો સિદ્ધાંત છે એવો કેટલાકનો મત છે. તેમના મત પ્રમાણે વ્યાવહારિક અનુભવમાં તે સાબિત થતો હોવા છતાં આધ્યાત્મિક અનુભવની કક્ષાએ તે સાચો ઠરતો નથી. દર્શનશાસ્ત્રના ક્ષેત્રમાં ભેદમાં અભેદ એ પરમ સત્ય છે. જૈનો ભેદ ઉપર ભાર મૂકે છે અને અભેદ કે એકત્વને ભૂલી જાય છે. જૈનોએ વ્યાવહારિક પક્ષ ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને એમ કરવા જતાં આધ્યાત્મિક પક્ષ ભુલાઈ ગયો છે એમ કેટલાકનું માનવું છે.
જૈન દર્શનમાં પુદ્ગલ અને જીવ વચ્ચે જે સંબંધ દર્શાવવામાં આવે છે તે સંતોષકારક નથી એમ કેટલાકને લાગે છે. સાંખ્યની જેમ અહીં પ્રકૃતિ તથા જીવોને તદ્દન પૃથક્ માન્યા નથી, તેમજ વેદાંતની જેમ તે બન્ને વચ્ચે યોગ્ય સંબંધ પણ સ્થાપી શકાયો નથી.
જૈન ધર્મનો અહિંસાનો સિદ્ધાંત કાંઈક હદ ઓળંગી ગયો હોય એમ કેટલાકને લાગે છે. નૈતિક દષ્ટિએ આ સિદ્ધાંત શ્રેષ્ઠ છે; પરંતુ તેમાં અતિશયોક્તિ કરી દીધી છે. તેમના નૈતિક નિયમો ખૂબ જ કઠોર તથા અવ્યાવહારિક બની ગયા છે. વળી, જૈન દર્શનમાં નૈતિક ગુણોના સામાજિક પાસાં ઉપર પણ યોગ્ય ભાર મૂકવામાં આવ્યો નથી એમ કેટલાકનું માનવું છે.
આમ છતાં, જૈન દર્શનનું ભારતીય દર્શનમાં એક આગવું અને મહત્ત્વનું સ્થાન છે. નાસ્તિક ચાર્વાકની જેમ જૈન દર્શન પણ વૈદિક ક્રિયાકાંડની નિરર્થકતા બતાવે છે. વેદશાસનનો તેણે ખુલ્લો વિરોધ કર્યો છે. આટલા પૂરતું જૈન દર્શન અને ચાર્વાક વચ્ચે સામ્ય છે. પરંતુ જૈન દર્શન માત્ર નિષેધાત્મક નથી, તેનો ઉદ્દેશ તો વિચારપૂર્વકનું એક વ્યવસ્થિત દર્શન ઉપજાવવાનો હતો, પરંતુ તેનું સ્વરૂપ અધ્યાત્મવાદી હોવાથી બૌદ્ધોની જેમ તેણે ચાર્વાકમતનો પરિહાર કર્યો. બૌદ્ધ તેમજ જૈન દર્શને સંયમ અને ત્યાગ વડે કર્મની શૃંખલા ભાંગવાનો ઉપદેશ આપ્યો તથા અહિંસા અને વૈરાગ્યનું પ્રતિપાદન કર્યું. પરંતુ બૌદ્ધ દર્શનની નીતિનો પાયો કાચો છે, કારણ કે તેણે શૂન્યવાદનો આશ્રય લીધો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org