Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પ૩૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ૧) સમ્યગ્દર્શન – સમ્યગ્દર્શનમાં ‘દર્શનનો પ્રયોગ શ્રદ્ધાના અર્થમાં છે અને ‘સમ્યક' પદ વિપરીત અભિનિવેશ(ઊંધા અભિપ્રાય)નો નિષેધ કરવા માટે છે, એથી જીવાદિ તત્ત્વાર્થના વિપરીત અભિનિવેશરહિત શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહેવાય છે. સમ્યગ્દર્શનને સમજાવવા માટે જિનાગમમાં જુદાં જુદાં સ્થાનો ઉપર જુદી જુદી પરિભાષાઓ આપી છે. જેમ કે - i) સાચા દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે. ii) સ્વ-પરનું ભેદવિજ્ઞાન સમ્યગ્દર્શન છે. iii) આત્મશ્રદ્ધાન જ સમ્યગ્દર્શન છે.
ઉપર્યુક્ત પરિભાષાઓ પ્રથમ દૃષ્ટિએ જોતાં અલગ અલગ પ્રતીત થાય છે, પરંતુ ઊંડાણથી વિચાર કરવામાં આવતાં બધાંનો એક જ અભિપ્રાય છે એમ સુપ્રતીત થાય છે. દરેક વ્યાખ્યામાં કોઈ એકને મુખ્યપણે લેવામાં આવ્યું છે, છતાં તેમાં ગૌણપણે બીજાં બધાં આવી જાય છે, કેમ કે તે બધાં પરસ્પર જોડાયેલાં છે. જેમ કે જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વોમાં દેવગુરુ-ધર્મ આ પ્રમાણે ગર્ભિત થઈ જાય છે - મોક્ષતત્ત્વને પ્રાપ્ત આત્મા જ દેવ છે અને સંવર-નિર્જરાતત્ત્વને પ્રાપ્ત આત્મા જ ગુરુ છે તથા દેવ અને ગુરુની વાણી જ શાસ્ત્ર છે, એથી નવ તત્ત્વોનું સાચું સ્વરૂપ જાણવાથી દેવ-શાસ્ત્ર-ગુરુનું જ્ઞાન થઈ જાય છે. એ જ પ્રમાણે નવ તત્ત્વોમાં આત્મતત્ત્વ આવી જાય છે, એથી સ્વપરભેદજ્ઞાન અને આત્માનુભૂતિ પણ ગર્ભિતપણે તેમાં આવી જાય છે.
મુક્તિના માર્ગમાં સમ્યગ્દર્શનનું સ્થાન સૌથી અધિક મહત્ત્વપૂર્ણ છે. મુક્તિમહેલની એ પ્રથમ સીડી છે. એના વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યક્ હોવાનું સંભવિત નથી. જે પ્રમાણે બીજ વિના વૃક્ષની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને લાગમ સંભવિત નથી; તે જ પ્રમાણે સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની ઉત્પત્તિ, સ્થિતિ અને વૃદ્ધિ તથા ફલાગમ (મોક્ષ) સંભવિત નથી. સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે. જે એનાથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ જ છે, તેને મુક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. ૨) સમ્યજ્ઞાન – જ્ઞાન આત્માનો ગુણ છે. જાણવું એ તેનું કાર્ય છે. સમ્યગ્દર્શન સહિતના જ્ઞાનને સમ્યજ્ઞાન અને મિથ્યાદર્શન સહિતના જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહે છે. જ્ઞાનના સમ્યકુપણા અને મિથ્યાપણાનો નિર્ણય લૌકિક વિષયોની સામાન્ય જાણકારીની યથાર્થતા કે અયથાર્થતા ઉપર આધારિત નથી, પરંતુ સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનની ઉપસ્થિતિ ઉપર આધારિત છે. ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧, સૂત્ર ૨
તાર્યશ્રદ્ધાને સખ્યનમ્ |’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org