Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પ૩૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમુદાયને જ વિથ કહે છે. તે છ દ્રવ્યો આ પ્રમાણે છે - જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. જીવ સિવાયનાં બાકીનાં પાંચ દ્રવ્યો અજીવ છે. આ પ્રમાણે આ આખું જગત ચિ-અચિદાત્મક છે. જીવદ્રવ્ય અનંત છે અને પુદ્ગલદ્રવ્ય અનંતાનંત છે. ધર્મ, અધર્મ અને આકાશદ્રવ્ય એક એક છે. કાળદ્રવ્ય અસંખ્યાત છે.
જ્ઞાન-દર્શનસ્વભાવી આત્માને જીવદ્રવ્ય કહે છે. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તે પુદ્ગલ છે. ઇન્દ્રિયો દ્વારા દૃશ્યમાન થતું જગત પુદ્ગલનું જ પરિણામ છે. સ્વયં ગતિ કરતાં જીવ અને પુદ્ગલોને ગમનમાં જે સહકારી (નિમિત્ત) કારણ છે તે ધર્મદ્રવ્ય છે. ગતિપૂર્વક (સ્વયં) સ્થિતિ કરવાવાળાં જીવ અને પુદ્ગલોને સ્થિતિમાં જે સહકારી (નિમિત્ત) કારણ છે તે અધર્મદ્રવ્ય છે. બધાં દ્રવ્યોને અવગાહનમાં આકાશદ્રવ્ય અને પરિવર્તનમાં કાળદ્રવ્ય નિમિત્ત છે.
જૈન દર્શનની માન્યતા પ્રમાણે કેડે હાથ દઈને ઊભેલા પુરુષની આકૃતિ જેવી ચૌદ રાજલોકપ્રમાણ આ સૃષ્ટિનો લોકાકાશ ભાગ બનેલો છે. આ સૃષ્ટિ દસે દિશામાં અસંખ્યાત યોજનો સુધી ફેલાયેલી છે. સૃષ્ટિના નીચેના ભાગમાં નરક અને ઉપરના ભાગમાં દેવલોક છે અને નાભિના સ્થાને મનુષ્ય ક્ષેત્ર છે. આ મનુષ્ય ક્ષેત્ર અઢીદ્વીપપ્રમાણ છે. આ અઢી કલીપમાં એક લાખ યોજનનો જંબુદ્વીપ છે. આ જંબુદ્વીપમાં અત્યારની પૃથ્વી આવેલી છે. જૈન દર્શન અનુસાર આ પૃથ્વીની બહાર પણ માણસો વસે છે. ૧૪ રાજલોકના સૌથી ઉપરના ભાગમાં આવેલા પ્રદેશને લોકાન્ત અથવા સિદ્ધ ક્ષેત્ર કહેવામાં આવે છે, જ્યાં સિદ્ધાત્માઓ - મુક્તાત્માઓ બિરાજે છે. ૧૪ રાજલોકની બહારનો પ્રદેશ અલોક કહેવાય છે. અલોક અનંત છે અને ત્યાં આકાશ સિવાય બીજું કશું નથી. લોક અને અલોક મળીને વિશ્વ કહેવાય છે. (૩) ઈશ્વર વિષે વિચાર
જૈન ધર્મનું પ્રવર્તન શૈવ ધર્મ, વૈષ્ણવ ધર્મ આદિની જેમ કોઈ એક પુરુષના નામે ચડ્યું નથી, પણ રાગ-દ્વેષના વિજેતાઓ(જિનો)એ આચરેલા અને ઉપદેશેલા ધર્મનું તે નામ છે. આથી જૈન ધર્મ કોઈ એક વ્યક્તિથી પરિવર્તિત થયો છે અથવા કોઈ એક વ્યક્તિને જ તેમાં દેવ તરીકે સ્થાન છે એમ નથી, પણ જે કોઈ રાગ-દ્વેષના વિજેતા થઈ અન્યને ધર્મ પમાડે તે જિનેશ્વર અથવા તીર્થકર, તેમનો ધર્મ તે જૈન ધર્મ અને તે ૧- જુઓ : શ્રી કાર્તિકેયસ્વામીરચિત, ‘હાદશાનુપ્રેક્ષા', ગાથા ૧૧૬
અ પસેજ , ત્રાનું સ્થળ મ ોગો |.
दव्वाण णिच्चत्तो, लोयस्स वि मुणह णिच्चत्तं ।।' ૨- જુઓ : (૧) આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પ્રવચનસાર', ગાથા ૧૩૩, ૧૩૪
(૨) સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીરચિત, ‘દ્રવ્યસંગ્રહ', ગાથા ૧૭-૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org