Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
આધ્યાત્મિક દષ્ટિએ મૂલ્યાંકન
૪૮૩ પૂર્વભૂમિકા છે. શિષ્ય જે વિષય ઉપર શંકા રજૂ કરે છે તે વિષય ઉપર તેણે ઘણું મંથન કર્યું હોય એમ પણ જણાઈ આવે છે. વિચાર વિના કરાયેલી શંકા હાસ્યાસ્પદ બને છે, પરંતુ શિષ્ય ખૂબ અભ્યાસ કરીને પ્રશ્નો પૂક્યા છે. જેને પોતાનું સાચું હિત કરવું છે તે, યથાર્થ તૈયારી કરીને ગુરુ પાસે જાય છે. શ્રીગુરુ પણ શિષ્યના વિચારપૂર્વકના પ્રશ્નોની કદર કરતાં કહે છે –
‘ષપદનાં ષટપ્રશ્ન તેં, પૂજા કરી વિચાર;' (૧૦૬) શિષ્ય વિચારવાન અને ન્યાયને ઊંડાણથી સમજનાર હોવાથી તે સદ્ગુરુના સમાધાનને પણ જલદી સમજી જાય છે. તે સમજવાની આકાંક્ષા સહિત ધીરજ રાખી સદ્ગુરુના ઉત્તરો સાંભળે છે, તેથી તેના બધા જ પ્રશ્નોનો નિકાલ થાય છે. જાણવાની સાચી જિજ્ઞાસા હોવાથી તેને સદ્ગુરુનું સમાધાન અપૂર્વ લાગે છે. સગુરુનાં વચનો સાંભળી, વિચારવાથી તેને છ પદની પ્રતીતિ સહેજે હૃદયગત થઈ જાય છે અને તેનું અંતર જાગૃત થઈ જાય છે. તે આને સદ્ગુરુની મહતું કૃપાનું ફળ માને છે. તે સદ્ગુરુની સમજાવવાની અદ્ભુત શૈલીથી અંતરમાં અતીવ આનંદિત થાય છે અને બોધને સમ્યકપણે ગ્રહણ કરી તેમાં તરબોળ બને છે. સમાધાન થયા પછી તે તેનો વિનયપૂર્વક પૂર્ણપણે સ્વીકાર પણ કરે છે. જેમ કે પ્રથમ પદના સમાધાન પછી તેનો મુક્તકંઠે સ્વીકાર કરતાં તે શ્રીગુરુને કહે છે –
આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર;
સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર.' (૫૯) શિષ્ય સદ્ગુરુના સમાધાનને બરાબર સમજ્યો છે, તેનો પ્રત્યક્ષ પુરાવો એ છે કે સમાધાન થયા પછી એ પ્રશ્નો પુનઃ આવ્યા નથી. તે સુશિષ્ય હોવાથી શંકાનું પૂર્ણ રીતે સમાધાન ન થાય ત્યાં સુધી વિનયપૂર્વક પૂછે છે અને સમાધાન ઉપર ચિંતન કરીને એની પ્રતીતિ કરે છે, અન્યથા એ જ પ્રશ્નો પુનઃ પુનઃ આવ્યા કરે. તેણે સદ્ગુરુની વાત ઉપર વિચારણા કરીને પૂર્ણ શ્રદ્ધા કરી છે. તે છ પદને પોતાના અંતરથી યથાર્થપણે એવી રીતે સમજ્યો છે કે ફરીને તેમાં સંદેહ ન આવે. સમજ્યા વિના ખોટો વિવેક કરીને સદ્ગુરુના વચનને ‘પ્રમાણ વચન કહેવાને બદલે તે પૂર્ણપણે સમજવાનો અને બોધનું પરિણમન કરવાનો પુરુષાર્થ કરે છે. આવો સુવિચારવાન, વિનયવંત અને જિજ્ઞાસુ શિષ્ય જ તત્ત્વજ્ઞાનનો સાચો અધિકારી છે અને તે જ આત્મદ્રષ્ટા સગુરુની અપૂર્વ વાણીને સમજી શકે છે અને પરિણામે તેનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરી શકે છે. અહીં શિષ્યની મુમુક્ષુતા પણ દષ્ટિગોચર થાય છે. પ્રશ્નો પૂછવા પાછળનો તેનો એકમાત્ર હેતુ મોક્ષપ્રાપ્તિનો છે. મોક્ષનો ઉપાય સમજવાની તેને અભિલાષા છે. કર્તાપણાની શંકા રજૂ કરતાં પણ શિષ્યના લક્ષ્યમાં તો મોક્ષનો ઉપાય જ છે. તે કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org