Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫OO
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અને દૃષ્ટિ એકસરખાં નહીં હોવાથી જગત, જીવ અને જગદીશનાં સ્વરૂપ પરત્વે અનેક વિચારધારાઓ પ્રયુક્ત થઈ છે. આ વિચારધારાઓમાં દેખીતી રીતે કેટલાક તાત્ત્વિક ભેદ દૃષ્ટિગોચર થાય છે, છતાં એ બધાનો અંતર્ગત સૂર તો મુખ્યત્વે સત્યશોધનનો જ રહ્યો છે. સત્યશોધનના પરિણામો એકસરખાં નહીં હોવા છતાં સત્ય જાણવાનો તેમની નિષ્ઠા તો એકસરખી જ રહી છે.
- સત્ય જાણવાની પોતાની જિજ્ઞાસા સંતોષવા જીવ દર્શનશાસ્ત્રમાં આપેલાં માર્ગદર્શન અનુસાર સત્યશોધનના પ્રયત્નો કરે તો તેને સત્ય પ્રાપ્ત થઈ શકે છે. તેથી જ દર્શનશાસ્ત્રોનો અભ્યાસ મહત્ત્વનો મનાયો છે. (II) ‘દર્શન’ શબ્દનો અર્થ
| દર્શન શબ્દ સામાન્યપણે ફિલસૂફીના પર્યાય તરીકે વપરાય છે. અંગ્રેજી ભાષામાં 'philosophy' શબ્દ બે ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલો છે - philos એટલે love અને sophia' એટલે wisdom. આમ, 'philosophy નો શબ્દાર્થ 'love for wisdom', અર્થાત્ જ્ઞાન માટેનો પ્રેમ એમ થાય છે. તદનુસાર philosopher નો અર્થ જ્ઞાનાનુરાગી અથવા જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રયત્નશીલ એવો થાય છે. અરબી ભાષામાં ફેલસૂફ' શબ્દ છે, જેનો અર્થ તત્ત્વજ્ઞાની થાય છે. એના ઉપરથી હિંદી-ગુજરાતીમાં ‘ફિલસૂફ' શબ્દ આવ્યો હોવાનું મનાય છે. “ફિલસૂફી'નો અર્થ એવો કરી શકાય કે વિચારોના પરિપાકરૂપ થયેલું ચિંતન ફિલસૂફી” કરતાં ભારતીય સંસ્કૃત શબ્દ ‘ટર્જન' વધુ વ્યાપક અને ગહન છે. ફિલસૂફી એટલે ચિંતન, વિચારણા વગેરે; જ્યારે દર્શન એટલે તો ‘જોવું', વસ્તુને પ્રત્યક્ષ નિહાળવી. દર્શન શબ્દની ઉત્પત્તિ ‘તૃશ' ધાતુ ઉપરથી થઈ છે, જેનો શાબ્દિક અર્થ છે ‘દેખવું, ‘જોવું'. તત્ત્વને માત્ર વિચારવું જ એમ નહીં પણ તેનો અપરોક્ષ સાક્ષાત્કાર થવો તે ‘દર્શન'. ચિંતનમાં અનુમાન, તર્ક આદિનો આશ્રય હોવાથી તેમાં ભૂલ થવાનો સંભવ રહ્યો છે, જ્યારે દર્શનમાં તેવો સંભવ ઘણો
ઓછો રહે છે. દર્શનમાં પણ કોઈક વાર ભાંતિ થઈ જવાનો સંભવ રહે છે, જેમ કે રજુમાં સર્પનું દર્શન. પણ અહીં ‘દર્શન' શબ્દથી અસંદિગ્ધ, અસંભ્રાંત દર્શન અભિપ્રેત છે. પંડિત સુખલાલજી કહે છે કે –
‘જે ઋષિ, કવિ યા યોગીઓએ આત્મા-પરમાત્મા જેવી અતીન્દ્રિય વસ્તુઓનો સાક્ષાત્કાર કર્યો હોય, અર્થાત્ જેમને એવી વસ્તુઓની બાબતમાં અક્ષોભ્ય ને અસંદિગ્ધ પ્રતીતિ થઈ હોય તેઓ દ્રષ્ટા તરીકે ઓળખાય છે. આધ્યાત્મિક પદાર્થોનું તેમનું સાક્ષાત આકલન એ સત્યસ્પર્શી હોઈ દર્શન કહેવાય છે. આ રીતે અધ્યાત્મવિદ્યાના અર્થમાં પ્રચલિત દર્શન શબ્દનો ફલિતાર્થ એ થયો કે આત્મા, ૧- sophia (સૉફીઆ) = દિવ્ય પ્રજ્ઞાશક્તિ, ભગવાનનાં આશ્ચર્યોને પ્રગટ કરનારી ગ્રીક દેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org