Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૦૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન એક-બીજાને ઉતારી પાડવા માટેના અપશબ્દ જેવો થઈ પડ્યો છે. આથી આ શબ્દનો પ્રયોગ અન્ય દર્શન પ્રતિ સર્ભાવ વધારવાના પ્રયત્નમાં બાધક બનતો હોવાથી
આસ્તિક’ અને ‘નાસ્તિક' શબ્દની જગ્યાએ અનુક્રમે ‘વૈદિક દર્શન અને અવૈદિક દર્શનો એવું નામ આપવામાં આવશે.
ભારતીયદર્શનો
અવૈદિક દર્શનો
વૈદિક દર્શનો
(૧) ચાર્વાક (૨) જૈન (૩) બૌદ્ધ વેદ ગ્રંથો ઉપર વેદ ગ્રંથો ઉપર
અંશતઃ આધારિત
પૂર્ણતઃ આધારિત (૧-૨) ન્યાય-વૈશેષિક (૩-૪) સાંખ્ય-યોગ (પ-૬) પૂર્વ મીમાંસા - ઉત્તર મીમાંસા
આર્ય સંસ્કૃતિ સાથે પ્રાચીન શાસ્ત્રો અવિભાજ્ય સંબંધે જોડાયેલાં છે. વિભિન દર્શનોએ આધ્યાત્મિક તેમજ લૌકિક જીવનની પ્રત્યેક સમસ્યા ઉપર ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણોથી ઊંડો વિચાર કર્યો છે. વૈદિક સત્યો જોવા તથા જાણવા માટે બ્રાહ્મણોએ જે છ શાસ્ત્રો સૂત્રના આકારે રચ્યાં હતાં તેને પ્રદર્શન એવું નામ આપવામાં આવ્યું હતું. સામાન્યપણે એમ મનાય છે કે વૈદિકયુગ (ઈ.સ. પૂર્વે ૬૦૦) પછી એટલે કે ભગવાન મહાવીરસ્વામી અને મહાત્મા બુદ્ધના કાળ દરમ્યાન દર્શનોની ઉત્પત્તિ થઈ છે. જો કે કોઈ કોઈ દર્શનનાં મૂળ તો એથી પણ પ્રાચીન સાહિત્યમાં મળી આવે છે. ચાર્વાક, મીમાંસા, સાંખ્ય આદિ દર્શનો ભગવાન મહાવીર અને મહાત્મા બુદ્ધની પહેલાં અસ્તિત્વમાં આવી ગયાં હતાં એમ બૌદ્ધ અને જૈન સાહિત્ય જોતાં સ્પષ્ટ થાય છે. આ બાબતમાં શ્રી નર્મદાશંકર મહેતા કહે છે કે –
તે બે મહાપુરુષોએ બ્રાહ્મણોને પોતાના ધર્મવિચારમાં લાવવાના જે પ્રયત્નો કર્યા છે તેની અન્ત પરીક્ષા કરતાં સમજાય છે કે ઈ.સ. પૂર્વે છઠ્ઠા સૈકામાં નીચેના વિષયો ઉપર પ્રાચીન કાળમાં ભિન્ન ભિન્ન સંભાવનાઓ ઊભી થઈ હતી - (૧) જીવ સંબંધમાં, (૨) કર્મ સંબંધમાં, (૩) શરીર સંબંધમાં, (૪) પંચભૂત સંબંધમાં, (૫) સદ્દશ ઉત્પત્તિ સંબંધમાં, (૬) બંધ-મોક્ષ સંબંધમાં, (૭) દેવસૃષ્ટિ સંબંધમાં, (૮) નરકસૃષ્ટિ સંબંધમાં, (૯) પુણ્ય-અપુણ્ય સંબંધમાં, (૧૦) પરલોક સંબંધમાં અને (૧૧) નિર્વાણ સંબંધમાં. ..... (૧) લોકાયતિક અથવા ચાર્વાકમત, (૨) ઉપનિષદ્ગાદીનો બ્રહ્માત્મમત, (૩) કપિલાગમનો સાંખ્યમત, (૪) વેદના ક્રિયાકાંડનો સંસારી આત્મમત અને (૫) સુગતનો ક્ષણિક વિજ્ઞાનાત્મમત એ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org