Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૧ ૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઉપર આધારિત છે. વળી, જો અનુમાન સદા શબ્દપ્રમાણ ઉપર જ નિર્ભર હોય તો પછી કોઈ પણ વ્યક્તિ પોતાની મેળે અનુમાન નહીં કરી શકે. તેને સદા કોઈ વિશ્વાસયોગ્ય વ્યક્તિ ઉપર આધાર રાખવો પડે. ૪) વળી, કારણ-કાર્ય સંબંધ ઉપર પણ વ્યાપ્તિની સ્થાપના થઈ શકતી નથી, કારણ કે આગ સાથે ધુમાડો ત્યારે નજરે પડે કે જ્યારે લાકડાં ભીનાં હોય અથવા તો હવાની ગેરહાજરી હોય. આ બધાંને પ્રત્યક્ષ જોડે સંબંધ છે. એક વસ્તુ પ્રથમ બને અને બીજી વસ્તુ ત્યારપછી બને એટલે એ બન્ને વચ્ચે અનિવાર્ય કારણ-કાર્ય સંબંધ સ્થપાઈ જતો નથી.
ઉપર બતાવેલાં કારણોને લીધે વ્યાપ્તિવાક્યની પ્રાપ્તિ થઈ શકતી નથી, તેથી ચાર્વાકમત મુજબ અનુમાનને યથાર્થ જ્ઞાનપ્રાપ્તિ માટેનું પ્રમાણ માની શકાય તેમ નથી. તેથી અનુમાન વડે સિદ્ધ એવા ઈશ્વર, આત્મા, પરલોક વગેરેને પણ તેઓ સ્વીકારતા નથી. (૩) શબ્દપ્રમાણ
આપ્તપુરુષનાં વચનો ‘શબ્દ' કહેવાય છે. જેમનું કથન વિશ્વાસ કરવા યોગ્ય હોય એવા પુરુષોને આપ્તજન કહેવાય છે. વિશ્વસનીય પુરુષના વચનને આપ્તવચન કહેવાય છે. આપ્તવચનને જ શબ્દપ્રમાણ કહેવાય છે. ચાર્વાકમતાનુયાયીઓ શબ્દજ્ઞાનને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. તેમને શબ્દપ્રમાણ સામે નીચે મુજબ વિરોધ છે – ૧) જ્યારે કોઈ વિશ્વસનીય વ્યક્તિ મળે ત્યારે જ જ્ઞાન થાય છે, પણ એવા આપ્તપુરુષ મળવામાં જ ઘણી મુશ્કેલી રહી છે. ૨) આપ્તપુરુષ મળે તો પણ તેમનાં વચનમાં વિશ્વાસ મૂકવા માટે પણ અનુમાનનો આશરો જ લેવો પડે છે. જેમ કે –
બધા આપ્તપુરુષનાં વચન માન્ય હોય છે. આ આખપુરુષ છે. તેથી તેમનું વચન માન્ય છે.
આ જ્ઞાન અનુમાન ઉપર આધારિત હોવાથી સ્વીકાર્ય બનતું નથી, કારણ કે ચાર્વાકમતવાદીઓ અનુમાનપ્રમાણને જ્ઞાનના સાધન તરીકે સ્વીકારતા નથી. તેમની માન્યતા અનુસાર શબ્દ એ સ્વતંત્ર પ્રમાણ નથી, કારણ કે તે પણ પ્રત્યક્ષ ઉપર આધારિત છે. શબ્દપ્રમાણ સાચું ઠરે એ તો એક આકસ્મિક ઘટના છે. આથી શબ્દપ્રમાણ તેમને સ્વીકાર્ય નથી.
ચાર્વાક દર્શન વેદવિરોધી છે. તેના મત પ્રમાણે વેદમાં કેટલા બધા શબ્દો એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org