Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ષદર્શનપરિચય - ચાર્વાકદર્શન
૫૧૭
પરગામ જતાં મુસાફરને સાથે ભાતું બંધાવવાની જરૂર નથી, કારણ કે એના ઘરે એનાં કુટુંબીઓ એના વતી જમી લેશે એટલે એને પહોંચી જશે!૧ આત્મા તો શરીરની સાથે જ મરી જાય છે, તેથી તેને સ્વર્ગ કે નરકમાં સુખ કે દુઃખ પ્રાપ્ત થવાનો સવાલ જ ઊભો થતો નથી. જે મરણ પછી નહીં હોય તેના પુનર્જન્મનો પણ સવાલ રહેતો નથી. વૈદિક કર્મકાંડમાં જે પશુઓનાં બલિદાન દેવામાં આવે છે, તે જો સ્વર્ગે જતાં હોય તો યજમાન પોતાના પિતાને કેમ યજ્ઞમાં હોમી દેતો નથી? આ ધાર્મિક ક્રિયાકાંડો તો સ્વાર્થી અને પેટભરું પુરોહિતોએ ઊભા કરેલાં છે. આમ, ચાર્વાકમતવાદીઓ ધર્મને પુરુષાર્થ માનવા જ તૈયાર નથી.
ચાર્વાકમતવાદીઓ મોક્ષના પુરુષાર્થનું ખંડન કરતાં કહે છે કે સુખ-દુઃખનો અનુભવ માણસને આ જગતમાં જ થાય છે અને જેને આવો અનુભવ ન થતો હોય તે વ્યક્તિ પથ્થર સમાન છે. મરણ સાથે જ આત્માનો અંત આવી જતો હોવાથી તે જ મોક્ષ છે. આથી વેદાનુસા૨ પુણ્ય કર્મ દ્વારા શરીરથી છુટકારો મેળવવાનો સવાલ જ રહેતો નથી.
ચાર્વાકમત અનુસાર અર્થનું, એટલે કે દ્રવ્યનું જીવનમાં ઘણું મહત્ત્વનું સ્થાન છે, પરંતુ તે જીવનનું પરમ લક્ષ્ય નથી. પરમ લક્ષ્ય તો સુખની પ્રાપ્તિ અને દુઃખથી નિવૃત્તિ છે. એ માટે અર્થપ્રાપ્તિ એ સાધનમાત્ર છે, અર્થાત્ અર્થપ્રાપ્તિ એ સાધ્ય નથી પણ સાધન છે, જે દ્વારા સુખની પ્રાપ્તિ થઈ શકે છે.
જીવનના પરમ લક્ષ્યની વાત કરતાં ચાર્વાક કહે છે કે કામ, અર્થાત્ ઇચ્છાઓની પૂર્તિ એ જ સર્વ કાંઈ છે. ઇચ્છાઓની પૂર્તિ થવાથી સુખ મળે છે અને તેમ ન થતાં દુઃખ થાય છે. આથી ચાર્વાકમતવાદીઓએ નીતિશાસ્ત્રમાં કામભોગ દ્વારા સુખપ્રાપ્તિની વાતને પ્રાધાન્ય આપેલ છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શારીરિક સુખનો નિરંકુશપણે ઉપભોગ કરી લેવો, કારણ કે કાલ કોણે દીઠી છે? તેમનો બહુ પ્રસિદ્ધ શ્લોક આ પ્રમાણે છે
‘यावज्जीवेत्सुखं जीवेदृणं कृत्वा घृतं पीबेत् । भस्मीभूतस्य देहस्य પુનરાગમન તઃ ।।'૩
૧- જુઓ : શ્રી દયાનંદ સરસ્વતીકૃત, સત્યાર્થ પ્રકાશક', અગિયારમી આવૃત્તિ, શ્લોક ૪, પૃ.૫૬૧ 'मृतानामपि जन्तूनां श्राद्धं चेत्तृप्तिकारणम् । गच्छतामिहं जन्तूनां व्यर्थं पाथेयकल्पनम् ।। '
૨- જુઓ : એજન, શ્લોક ૩, પૃ.૫૬૦
'पशुश्चेन्निहतः स्वर्गं ज्योतिष्टोमे गमिष्यति I स्वपिता यजमानेन तत्र कस्मान्न र्हिस्यते ।। ' ૩- શ્રી માધવાચાર્યપ્રણીત, ‘સર્વદર્શનસંગ્રહ', ચાર્વાક દર્શન, શ્લોક ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org