Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પડ્રદર્શનપરિચય - ચાર્વાક દર્શન
૫૧૫ થયેલી છે. આ ચાર તત્ત્વોના સંયોગથી વિશ્વની રચના થાય છે અને તે તત્ત્વોના વિઘટનથી તેનો નાશ થાય છે. આ ચાર મૂળ તત્ત્વોમાંથી કેવળ નિર્જીવ દ્રવ્યોની જ ઉત્પત્તિ થતી નથી, પરંતુ સજીવ દ્રવ્યોની ઉત્પત્તિ પણ આ જ ચાર ભૂતોમાંથી થાય છે. જેને ચૈતન્ય કહેવામાં આવે છે તે પણ ચાર્વાકમત અનુસાર આ ચાર મૂળ ભૌતિક તત્ત્વોમાંથી જ ઉત્પન્ન થાય છે. આથી ચાર્વાક દર્શન ભૌતિકવાદી દર્શન કહેવાય છે. આ વિશ્વની સત્તા માયિક કે મિથ્યા નથી. વિશ્વમાં જે પદાર્થો છે, તે બધાનો અનુભવ થઈ શકે છે તથા તેનું અસ્તિત્વ પણ તેના જ્ઞાતા ઉપર આધારિત હોવાથી આ દર્શનને વસ્તુવાદી કે યથાર્થવાદી પણ કહી શકાય.
સૃષ્ટિ અનાદિ છે, તેનો આરંભ ક્યારે પણ થયો નથી એમ ચાર્વાકદર્શનનુયાયીઓ માને છે, કારણ કે આ સૃષ્ટિના રચયિતા એવા કોઈ ઈશ્વરને તેઓ સ્વીકારતા નથી. એવી કોઈ અગોચર કે અલૌકિક સત્તામાં તેને શ્રદ્ધા નથી. પ્રાકૃતિક નિયમ જ તે માટે પર્યાપ્ત છે. આ સૃષ્ટિની રચના પાછળ કોઈ પ્રયોજન કે હેતુ નથી એમ તેઓ માને છે. ચાર્વાકમત અનુસાર વિશ્વપ્રક્રિયા યંત્ર માફક ચાલતી હોવાથી અને તેનું સંચાલન કરનાર કોઈ નહીં હોવાથી આ દર્શન ‘યંત્રવાદી દર્શન' પણ કહેવાય છે. (૩) ઈશ્વર વિષે વિચાર
ચાર્વાક દર્શન ભૌતિકવાદી કે જડવાદી દર્શન હોવાથી ઈશ્વર જેવું કોઈ પારમાર્થિક પરમ તત્ત્વ અસ્તિત્વ ધરાવતું હોય એવું તે માનતું નથી. ચાર્વાકમત માત્ર પ્રત્યક્ષપ્રમાણને સ્વીકારે છે. આ પ્રત્યક્ષપ્રમાણ દ્વારા ઈશ્વરવિષયક કોઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. સૃષ્ટિના સર્જક કે સંહારક તરીકે ઈશ્વરને માનવાની કાંઈ જરૂર નથી, કારણ કે આ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ જ જ્યાં જડ તત્ત્વોમાંથી આપોઆપ થઈ છે ત્યાં પછી સૃષ્ટિના રચયિતા એવા કોઈ ઈશ્વરનો સ્વીકાર કરવાની જરૂર જણાતી નથી. ઈશ્વરવિષયક માન્યતા એ જડ બુદ્ધિનું લક્ષણ છે. ધર્મક્ષેત્રોનાં આ બધાં ધતિંગ છે. ઈશ્વરની હસ્તી સંબંધી વાતો નવરાશના સમયની, અર્થ વગરની ગપ છે. સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક ભયના કારણે માણસ ઈશ્વરમાં માનતો થઈ જાય છે. આ દુનિયામાં કોઈ ઈશ્વર હોય તો તે રાજા છે, કારણ કે તે પોતે કૃપા કરીને ગરીબોને દાન દે છે અને કડક બની દુષ્ટોને દંડે છે. ૨
ચાર્વાકમત અનુસાર જગતસરા ઈશ્વરની કલ્પના અનાવશ્યક છે. અહીં પ્રશ્ન થાય ૧- જુઓ : શ્રી વાચસ્પતિ મિશ્ર (‘પદર્શનસમુચ્ચય', શ્લોક ૮૪ની ટીકામાંથી ઉદ્ધત)
પૃથિવ્યાતેિના વાયુતિ તત્ત્વનિ ' ૨- જુઓ : શ્રી માધવાચાર્યપ્રણીત, ‘સર્વદર્શનસંગ્રહ', ચાર્વાક દર્શન, શ્લોક ૫
'लोकसिद्धो भवेद्राजा परेशो नापरः स्मृतः ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org