Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૧૧
પદર્શનપરિચય - ચાર્વાક દર્શન માધવાચાર્યના ‘સર્વદર્શનસંગ્રહ' નામક ગ્રંથમાં કરવામાં આવ્યો છે.
(II) પ્રમાણમીમાંસા
પ્રમાણ એ જ્ઞાનપ્રાપ્તિનું સાધન છે. તત્ત્વજ્ઞાનની જુદી જુદી શાખાઓએ જુદા જુદા પ્રમાણોનો સ્વીકાર કર્યો છે. ચાર્વાકમત ફક્ત પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે અને અનુમાન પ્રમાણ તથા શબ્દપ્રમાણનું ખંડન કરે છે. (૧) પ્રત્યક્ષપ્રમાણ
જે જ્ઞાન ઇન્દ્રિયો તથા અર્થના સક્નિકર્ષ વડે ઉત્પન્ન થાય તથા જે ભમરહિત તેમજ નિશ્ચયાત્મક (સંશયરહિત) હોય તેને પ્રત્યક્ષ કહેવાય. પ્રત્યક્ષ દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન હંમેશાં યથાર્થ, અસંદિગ્ધ તેમજ સુનિશ્ચિત હોય છે. આથી ચાર્વાકમતમાં માત્ર પ્રત્યક્ષપ્રમાણને જ યથાર્થ જ્ઞાનપ્રાપ્તિ માટેનું એકમાત્ર સાધન માનવામાં આવે છે. (૨) અનુમાનપ્રમાણ
જે જ્ઞાન કશાકના આધારે પાછળથી થાય તેને અનુમાન કહેવાય. જ્ઞાત ઉપરથી કશાકની મદદ વડે અજ્ઞાત ઉપર જવાની માનસિક ક્રિયા તે અનુમાન. દા.ત. ટેકરી ઉપર ધુમાડો જોઈને ત્યાં અગ્નિ હશે એમ અનુમાન થાય છે. ચાર્વાકમતવાદીઓ અનુમાનને જ્ઞાનપ્રાપ્તિના સાધન તરીકે સ્વીકારતા નથી. પ્રત્યેક અનુમાન વ્યાપ્તિ ઉપર આધારિત છે. વ્યાપ્તિ એટલે બે વસ્તુઓ વચ્ચેનો આવશ્યક અને સાર્વત્રિક સંબંધ. ધુમાડો' અને ‘અગ્નિ' વચ્ચે વ્યાપ્ત સંબંધ છે. “જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે' એવી વ્યાપ્તિના આધારે ટેકરી ઉપર ધુમાડો જોઈ, ‘ટેકરી ઉપર અગ્નિ છે' એવું અનુમાન કરવામાં આવે છે. ચાર્વાકમતની દલીલ એવી છે કે અનુમાન સંશયરહિત તો જ હોઈ શકે જો વ્યાપ્તિ સંબંધ સંશયરહિત હોય. ચાર્વાકમત પ્રમાણે નીચે મુજબના કારણોને લીધે વ્યાપ્તિવાક્યની પ્રાપ્તિ જ અશક્ય છે - ૧) પ્રત્યક્ષ વડે વ્યાપ્તિજ્ઞાન મેળવવું શક્ય નથી, કારણ કે બધાં જ ધુમાડાવાળાં સ્થળો જોઈ શકાતાં નથી તથા ભૂત અને ભવિષ્ય કાળના ધૂમવાન પદાર્થોનું નિરીક્ષણ કરી શકવાને કોઈ સમર્થ નથી. ૨) અનુમાન વડે પણ વ્યાપ્તિજ્ઞાન મેળવવું શક્ય નથી, કારણ કે વ્યાપ્તિ જો અનુમાન દ્વારા મેળવાય તો તેની સત્યતા બીજી એક વ્યાપ્તિ ઉપર આધારિત માનવી પડે. આમ, અન્યોન્યાશ્રય દોષ થાય. ૩) શબ્દ વડે પણ વ્યાપ્તિજ્ઞાન મેળવવું શક્ય નથી, કારણ કે શબ્દની સત્યતા અનુમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org