Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
(I) પ્રાસ્તાવિક
(૧) દર્શન પરિચય
ભારતીય દર્શનની મુખ્ય પ્રવૃત્તિ આધ્યાત્મિક છે, પરંતુ સમગ્ર ભારતીય દર્શનને આધ્યાત્મિક કહેવું એ યોગ્ય નથી. જેઓ એમ માને છે કે ભારતીય દર્શન પૂર્ણપણે આધ્યાત્મિક છે, તેઓ એ ભૂલી જાય છે કે અહીં ચાર્વાક દર્શનનું પણ અસ્તિત્વ છે, જે પૂર્ણપણે જડવાદી કે ભૌતિકવાદી છે.
ચાર્વાક દર્શન
પ્રાચીન ભારતીય સાહિત્યમાં જડવાદીને માટે પ્રાયઃ ચાર્વાક’ શબ્દ વપરાતો
હતો. ચાર્વાક શબ્દ “ઘ' ધાતુમાંથી ઉત્પન્ન થયો છે. ' એટલે ચાવવું. ચાર્વાક એટલે પોતાના શબ્દોને જ ચાવી જનાર' અથવા તો ‘પાપ-પુણ્ય ગળી જનાર'.૧ કોઈ વળી ચાર્વાકનો અર્થ એમ કરે છે કે ' એટલે ચાવવું, ખાવું, સ્વાદ લેવો. ચાર્વાકમતમાં ખાવા-પીવા ઉપર વધારે ભાર આપવામાં આવ્યો હોવાથી આ મતનું નામ ચાર્વાક પડ્યું છે. કેટલાક વિદ્વાનોનું કહેવું એમ પણ છે કે ચાર્વાક શબ્દનો અર્થ ‘ચારુ વાક્’અર્થાત્ સુંદર વાણી એવો થાય છે. ચાર્વાકમતવાદીઓ હમેશાં આકર્ષક અને મીઠી વાણીમાં રચ્યાપચ્યા રહેતા હોવાથી આ મત ચાર્વાક નામે પ્રસિદ્ધ થયો છે. મહાભારતમાં એક સ્થળે ‘ચાર્વાક' નામની વ્યક્તિ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ પણ જોવા મળે છે, એટલે ચાર્વાક નામની કોઈ ઐતિહાસિક વ્યક્તિ થઈ ગઈ હશે એવું અનુમાન પણ કેટલાક વિદ્વાનો કરે છે. કેટલાક વિદ્વાનો વળી ચાર્વાકનો કોઈ શબ્દાર્થ નહીં લેતાં બૃહસ્પતિને ચાર્વાક નામનો એક શિષ્ય હતો એમ માને છે. મૅક્સક્યૂલરનો મત એવો છે કે આ દર્શનના પ્રણેતાએ આ સિદ્ધાંતનો પ્રથમ ઉપદેશ જે શિષ્યને આપ્યો તે શિષ્યનું નામ ‘ચાર્વાક’ હતું. ચાર્વાક દર્શનને ‘લોકાયત દર્શન' પણ કહેવામાં આવે છે. લોકાયત લોક + આયત. લોક એટલે ભૌતિક જગત અને આયત એટલે તેની પ્રત્યે ખેંચાયેલું. જે દર્શન ભૌતિક જગતમાં જ રચ્યુંપચ્યું રહે છે તે લોકાયત દર્શન. આ દર્શનના નામની વ્યુત્પત્તિથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ દર્શનમાં ભૌતિક દૃષ્ટિની પ્રધાનતા વ્યક્ત થઈ છે. રોજબરોજના વ્યવહારમાં જે ભૌતિકષ્ટિ હોય છે તેનું પ્રાધાન્ય ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘ષડ્દર્શનસમુચ્ચય', શ્લોક ૭૯ની ટીકા
“गल चर्व अदने' चर्वन्ति भक्षयन्ति तत्त्वतो न मन्यन्ते पुण्यपापादिकं परोक्षं वस्तुजातमिति વાર્તાઃ ।'
૨- જુઓ : શ્રી માધવાચાર્યપ્રણીત, ‘સર્વદર્શનસંગ્રહ', ચાર્વાક દર્શન, શ્લોક ૧ની ટીકા
‘છોાયતમ્’
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org