Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૧૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ દર્શનમાં વ્યક્ત થયું છે.
ચાર્વાક દર્શન નાસ્તિક દર્શન છે. તે વેદપ્રામાયને સ્વીકારતું નથી, જડથી ભિન્ન અને સ્વતંત્ર એવા આત્મતત્ત્વમાં આસ્થા ધરાવતું નથી, જગતકર્તા તરીકે કે અન્ય રૂપે ઈશ્વરના અસ્તિત્વને માનતું નથી તથા પરલોક, પુનર્જન્મ, કર્મતત્ત્વનો અસ્વીકાર કરે છે. ધર્મપંથનાં વિધિ-નિષેધો અને ક્રિયાકાંડ પરત્વે અસ્વીકૃતિભરી બુદ્ધિ ધરાવતું હોવાથી ચાર્વાક દર્શન નાસ્તિક દર્શન કહેવાય છે. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક
ચાર્વાકમતનો પ્રચાર આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે થયો હોય એમ મનાય છે. જર્મન વિદ્વાન રિચાર્ડ ગાર્મેના મત અનુસાર મહાત્મા બુદ્ધ પહેલાં પણ ભારતમાં ભૌતિકવાદીઓ થઈ ગયા હશે એમ જણાય છે. કોઈ વિદ્વાનો તો ચાર્વાકમતને ‘ઋગ્વદ' જેટલો જૂનો માને છે. ભારતીય સાહિત્યના અધ્યયનથી એક વાત સ્પષ્ટ થાય છે કે જડવાદ કોઈ ને કોઈ સ્વરૂપે ભારતમાં પ્રાચીન કાળથી પ્રચલિત છે. વેદોમાં, જૈન આગમોમાં અને બૌદ્ધ પિટકોમાં એનો નિર્દેશ પૂર્વપક્ષરૂપે જોવા મળે છે. ‘ઉપનિષદો', ‘રામાયણ’, ‘મહાભારત' તથા ‘પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે.
આ લોકાયત અથવા ચાર્વાક દર્શનનો પ્રચાર બૃહસ્પતિ (ઈ.સ. પૂર્વે ૬00) દ્વારા થયો હોવાનું મનાય છે. કેટલાકનું એમ માનવું છે કે દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ ચાર્વાકમતનો પ્રચાર દેવતાઓના શત્રુઓમાં, અર્થાત્ દાનવોમાં કર્યો હતો, જેથી દાનવો તે મતને અનુસરી આપોઆપ નષ્ટ થઈ જાય. (૩) સાહિત્ય
ચાર્વાકમતનું જેમાં સાંગોપાંગ નિરૂપણ થયું હોય એવો કોઈ પ્રાચીન સ્વતંત્ર ગ્રંથ ઉપલબ્ધ નથી, અથવા એવા કોઈ ગ્રંથનો કશે પણ નિર્દેશ પણ મળતો નથી. અન્ય દર્શનોએ જે રીતે ચાર્વાકમતનું ખંડન કરેલું છે તેના આધારે ચાર્વાકમતનો ખ્યાલ સ્પષ્ટ થાય છે. એના સિદ્ધાંતોની માંડણીમાં કે એના મૂલ્યનો આંક બાંધવામાં એના અનેક પ્રતિપક્ષીઓનાં કથનો ઉપર આધાર રાખવો પડે છે. ચાર્વાક દર્શનનો કોઈ મૂળ ગ્રંથ હોત અને એના ઉપર ટીકા, ભાષ્ય વગેરે પ્રકારના ગ્રંથો કદાચ લખાયા હોત અને તે ઉપલબ્ધ હોત તો પ્રતિપક્ષીઓનાં કથનોમાં કદાચ થોડો ફરક પડ્યો હોત.
ચાર્વાક સાહિત્ય વિષે એમ મનાય છે કે તેના પ્રવર્તક બૃહસ્પતિએ ૧૨ સૂત્રોની રચના કરી હતી. આ ૧૨ સૂત્રોનો ઉલ્લેખ શ્રી કમલશીલ, શ્રી જયંત ભટ્ટ તેમજ શ્રી ગુણરત્ન વગેરેએ પોતાના ગ્રંથોમાં કર્યો છે. કેટલાક વિદ્વાનોનો એવો મત છે કે બૃહસ્પતિએ એક શ્લોકબદ્ધ ગ્રંથ રચ્યો હતો અને તેમાંથી કેટલાક શ્લોકોનો ઉલ્લેખ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org