Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
४८६
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે સર્વને અત્યંત પ્રિય અને હૃદયસ્પર્શી નીવડે છે. ભક્તિમાર્ગમાં પ્રવેશ કરનાર સાધકને આ ગ્રંથમાંથી સાંગોપાંગ માર્ગદર્શન મળી શકે એમ છે. આત્માર્થી જનોને ગુરુભક્તિનો રંગ ચડાવવા તે ખૂબ ઉપકારક છે. આ ગ્રંથમાં શ્રીમદ્ની ગુરુભક્તિનું દર્શન પણ સહજપણે થાય છે. તેમાં તેમનું ભક્તહૃદય ધબકી રહ્યું છે. ભક્તિરસથી છલકાતા શિષ્યના હૃદયમાંથી નીકળેલા અંતરોદ્ગાર વાંચતાં કે સાંભળતાં હૃદયમાં આ ભક્તિવચનોનો પડઘો પડે છે અને મસ્તક આપોઆપ શ્રીમદ્ પ્રત્યે ભક્તિથી નમી પડે છે.
આમ, શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં અધ્યાત્મવિકાસમાં ઉત્તમ અવલંબનભૂત એવા ભક્તિયોગનું સુરેખ નિરૂપણ કર્યું છે. સદ્ગુરુની ભક્તિ એ મોક્ષમાર્ગનું પ્રધાન અંગ હોવાથી શ્રીમદે સગુરુની આવશ્યક્તા, તેમનાં લક્ષણો, તેમનો મહિમા, શિષ્યનું સ્વરૂપ, ભક્તિથી આત્મદશામાં થતી પ્રગતિ આદિ વિષયો દ્વારા ભક્તિયોગને સમજાવ્યો છે. શ્રીમદે આ ગ્રંથમાં ભક્તિયોગનાં સર્વ પાસાંને સંપૂર્ણપણે ગૂંથી લીધાં છે અને છતાં ખૂબીની વાત એ છે કે આ આખા શાસ્ત્રમાં ‘ભક્તિ' શબ્દ કશે પણ વપરાયો નથી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org