Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ 476 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કર્યો છે. આ ગ્રંથ દ્વારા તેમણે સાધનામાર્ગમાં યોગ્ય-અયોગ્ય ગુરુનું સ્વરૂપ, ગુરુનું સ્થાન, ગુરુની આવશ્યકતા, ગુરુનો ઉપકાર, ગુરુનું બહુમાન, ગુરુ પ્રત્યે સમર્પણ, શિષ્યની યોગ્યતા, વિનયમાર્ગ આદિ ભક્તિયોગ સંબંધી વિષયોનું નિરૂપણ કર્યું છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની પ્રથમ ગાથામાં જ ભક્તિયોગનું દર્શન જોવા મળે છે. તેમાં શ્રીમદ્ગી અદ્ભુત ગુરુભક્તિનાં દર્શન થાય છે. મોક્ષમાર્ગનો પ્રારંભ સગુરુથી થાય છે એવું સૂચવતા હોય તેમ તેમણે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો પ્રારંભ પણ સદ્દગુરુને નમસ્કાર કરીને કર્યો છે, જેમાં તેમનું સદ્ગુરુ પ્રત્યેનું અપૂર્વ સમર્પણ તથા સદ્ગુરુના ઉપકારનું અદમ્ય વેદન દૃષ્ટિગોચર થાય છે. તેઓ સ્વરૂપ સમજાવનારા સદ્ગુરુને ભગવંતરૂપે જુએ છે. આ આઘમંગલરૂપ ગાથામાં તેમણે સાદામાં સાદા શબ્દોમાં ઊંચામાં ઊંચો ભાવ અને ઊંચામાં ઊંચું તત્ત્વ વ્યક્ત કર્યું છે. અત્યંત લોકપ્રિય અને સુપ્રસિદ્ધ એવી પહેલી ગાથામાં તેઓ લખે છે - જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” (1) શ્રીમદે આત્મસ્વરૂપ પામવા માટે સદ્ગુરુની આવશ્યકતા ઉપર ઠેર ઠેર બહુ જ ભાર મૂક્યો છે. જગતના જીવો ગતાનુગતિતાથી ધર્મ આચરતા હોવાથી તેમનાં જન્મમરણની ઘટમાળનો અંત આવતો નથી, પરંતુ સન્માર્ગના ભોમિયા એવા શ્રી સદ્ગુરુ સાધકને સાધનાનો ટૂંકો, સાચો અને રહસ્યમય રસ્તો બતાવે છે. અનુભવી પુરુષના સાનિધ્યમાં રહી, તેમના અનુભવનો લાભ મેળવીને, સહેલાઈથી સત્ય માર્ગે જઈ શકાય છે. કોઈ પણ પ્રકારની વિદ્યા કે કળા પ્રાપ્ત કરવી હોય તો તેને માટે તે તે વિષયના જ્ઞાતા પાસે રહી, તેમના દ્વારા અપાતા પ્રત્યેક માર્ગદર્શન પ્રત્યે પૂર્ણ લક્ષ આપી યથાર્થરૂપે સમજવામાં આવે, અપ્રમત્તતાપૂર્વક જરૂરી પ્રયત્ન કરવામાં આવે તો તે વિદ્યા કે કળા યથાર્થ રૂપમાં પ્રાપ્ત થાય છે. માત્ર પુસ્તક વાંચી જવાથી કે કોઈની પાસે તેને લગતી વાતો સાંભળવાથી તે વિદ્યા પ્રાપ્ત થઈ શકતી નથી. ‘ઊંડા જળમાં પડ્યા પછી હાથ-પગ હલાવવાથી તરી શકાય છે એવું માત્ર ગ્રંથમાં વાંચી, તરણકળાના નિપુણની સહાય વિના, તરતા ન આવડતું હોય એવો પુરુષ ઊંડા પાણીમાં ઝુકાવે અને હાથ-પગ હલાવે તો તેથી કંઈ તે તરી શકતો નથી પણ ડૂબી જાય છે; તેમ સદ્ગુરુના માર્ગદર્શન વિના વ્રત, તપ, શાસ્ત્રવાંચન, ધ્યાનાદિ કરનાર ભવસાગર તરી શકતો નથી. સામાન્ય સાધના માટે પણ પથદર્શક આવશ્યક હોય તો અનાદિ કાળનાં બંધનોથી મુક્ત થવા, અનાદિ કાળથી અવરાયેલા પોતાના જ્ઞાનાદિ અનંત ગુણોના આવિર્ભાવ માટે ગુરુનું અવલંબન અતિ આવશ્યક હોય તેમાં બે મત નથી. આત્મભાંતિરૂપ અનાદિના રોગને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org