Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 477 દૂર કરવા મહાન સદ્ગુરુરૂપ સુજાણ વૈદ્યની આજ્ઞારૂપ ચરી પાળી, વિચાર-ધ્યાનરૂપ ઔષધનું સેવન કરવામાં આવે તો આત્મ-આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સર્વ સિદ્ધાંતોનો આ સાર દર્શાવતાં શ્રીમદ્ લખે છે - આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈધ સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.' (129) સાધનાની સિદ્ધિ માટે દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ એ ત્રણ ચિંતામણિ રત્ન સાધકને ઉપકારી છે. તેમાં ધર્મતત્ત્વ ઉપાદેય-હેય-શેયનો બોધ આપે છે અને આત્માના શુદ્ધ ગુણો જેને સંપૂર્ણપણે પ્રગટ થયા છે એવું દેવતત્વ સાધક માટે આદર્શરૂપ છે. આ દેવતત્ત્વ અને ધર્મતત્ત્વની મધ્યમાં બિરાજમાન ગુરુતત્ત્વ એક વિશિષ્ટ પ્રકારે સાધકને સહાયક બને છે, કારણ કે દેવતત્ત્વ અને ધર્મતત્ત્વનું સમ્યક્ સ્વરૂપ માત્ર ગુરુ દ્વારા જ જાણી શકાય છે. દેવતત્ત્વનું સ્વરૂપ ઓળખવા માટે સદ્ગુરુની આવશ્યકતા બતાવતાં શ્રીમદ્ લખે છે - સદગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ.” (12) દેવતત્ત્વની જેમ ધર્મતત્ત્વનું સ્વરૂપ પણ જીવ સદ્ગુરુ વિના સમજી શકતો નથી તે શ્રીમદે દર્શાવ્યું છે. જેમણે સ્વસ્વરૂપને યથાર્થ અનુભવ્યું છે તેવા પુરુષની સહાય વિના જીવને ધર્મની પ્રાપ્તિ સંભવતી નથી. સદ્દગુરુની આજ્ઞા વિના કરવામાં આવેલાં વ્રત, જપ, તપ, સંયમ આદિ પ્રાયઃ પારમાર્થિક હિત સાધી શકતાં નથી. સ્વચ્છેદે કરાયેલાં તે સાધનો આત્માને શાશ્વત શાંતિ આપનારાં, અતીન્દ્રિય સુખનું આસ્વાદન કરાવનારાં કે આત્માના વાસ્તવિક સ્વરૂપ તરફ દોરનારાં બનતાં નથી. જેમ પારધિના ફંદમાં ફસાયેલો મૃગ જાતે છૂટી શકતો નથી, કાદવમાં ગરક થયેલો હાથી પોતાના બળ વડે બહાર નીકળી શકતો નથી; તેમ ગમે તેટલા ગ્રંથો વાંચવામાં આવે, ક્રિયાઓ કરવામાં આવે, પરંતુ સદ્ગુરુની સહાય વિના જીવ ભવભ્રમણમાંથી બહાર નીકળી શકતો નથી. સ્વયં સ્વચ્છંદાનુસારે સાધનામાર્ગ ઉપર ચાલવાની બાલિશ ચેષ્ટા કરનાર જીવ પથભ્રષ્ટ થયા વિના રહેતો નથી, તેથી જે કોઈ જીવે મોક્ષમાર્ગના સાચા પથિક બનવું હોય તેણે સ્વમતિકલ્પના છોડી, સદ્ગુરુના માર્ગદર્શન અનુસાર પોતાની સાધનાનો પ્રારંભ કરવો જોઈએ. શ્રી જિનનો આશય સદ્ગુરુના હૃદયમાં વસેલો હોવાથી તેમણે દર્શાવેલ પ્રક્રિયા તથા બોધથી જીવ પરમાર્થમાર્ગ તરફ વળે છે. સદ્દગુરુનું શરણ એ જ ભવફંદમાંથી બચવાનો સાચો ઉપાય છે. સર્વ જિનોનું કહેવું છે કે જીવ સ્વછંદ છોડે તો અવશ્ય મોક્ષ પામે. સદ્દગુરુની સહાય વિના જીવ પોતાની મેળે જ સ્વછંદ રોકવા જાય તો પ્રાયઃ પરિણામ ઊલટું આવે છે; જ્યારે પ્રત્યક્ષ સદ્ગુરુના ઉપદેશથી તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org