Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન 461 વર્જવા જેવા દોષો સંબંધી માર્ગદર્શક કથનો પણ તેમણે નિરૂપ્યાં છે. મોક્ષની સાધના કરનાર પ્રત્યેક સાધક માટે ગુરુનિશ્રા અને ગુરુ પ્રત્યેનો પૂર્ણ સમર્પણભાવ અત્યંત આવશ્યક છે - આ તથ્યનું પણ તેમણે નિરૂપણ કર્યું છે. શ્રીમદે અધ્યાત્મદષ્ટિને મુખ્ય રાખી આત્માનો સ્વભાવ તથા તેની વર્તમાન દશા - એમ બન્નેનું ભાન કરાવ્યું છે. તેમણે અશુદ્ધ અવસ્થામાંથી શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગનું સચોટ નિરૂપણ કર્યું છે અને સ્વરૂપપ્રાપ્તિનો પુરુષાર્થ કરવાની પ્રેરણા કરી છે. સાધનાપથમાં કયાં તત્ત્વો સાધક અને કયાં તત્ત્વો બાધક બની શકે તેનું માર્ગદર્શન પણ આપ્યું છે. તેમણે ત્યાગવૈરાગ્ય હૃદયમાં વસી જાય એવો ઉપદેશ સરળ ભાષામાં આપ્યો છે. ત્યાગ-વૈરાગ્ય આદિનું વાસ્તવિક સ્વરૂપ સાધકો સમક્ષ રજૂ કરી, તે લક્ષ્યપૂર્વક, સમજણપૂર્વક, રુચિપૂર્વક અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવે તો યથાર્થ રીતે સફળ બને એમ જણાવ્યું છે. તેમણે બાહ્ય ત્યાગ-વૈરાગ્ય સાથે અત્યંતર ત્યાગ-વૈરાગ્યનો સમન્વય કરી તેની ગરિમા દર્શાવી છે. સામાન્યજનસમૂહ બાહ્ય ત્યાગને જ ધર્મ માની તેમાં જ અટવાઈ જાય છે, શુદ્ધાત્મતત્ત્વ તરફ તેમની દૃષ્ટિ જતી જ નથી, તેવા બાલજીવોની ભૂલો શ્રીમદે મતાથ વિભાગમાં દર્શાવી છે. મતાર્થીઓના દોષ બતાવવામાં શ્રીમન્નો જરા પણ નિંદાનો આશય નથી. મોક્ષમાર્ગનું કથન કરવામાં સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવું પડે, ખોટાને ખોટારૂપે સિદ્ધ કરીને સત્યને તેનાથી જુદું તારવવું પડે. જે હિતકર હોય તેને સ્પષ્ટ રીતે હિતકરરૂપે અને જે અહિતકર હોય તેને સ્પષ્ટ રીતે અહિતકરરૂપે ઘોષિત કરવાં ઘટે. સત્ય અને અસત્ય, હિતકર અને અહિતકર, સન્માર્ગ અને ઉન્માર્ગ, ઉપાદેય અને હેયના વિવેકને દર્શાવતી આ ધર્મદેશનાને કદી પણ નિંદારૂપે ઓળખાવી ન શકાય. જો સત્યાસત્યનો વિવેક કરાવવા પાછળ સ્વપકલ્યાણની જ ભાવના હોય અને કોઈ પ્રત્યે કાષાયિક પરિણતિ થતી ન હોય તો તેમ કરતાં કદી પણ અટકવું ન જોઈએ. વળી, જીવે સતુને કદી ઓળખ્યું નથી, સતુને ઓળખવાના તેના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે, જ્યારે અસત્નો તો જીવને અનાદિ કાળથી અત્યંત નિકટ સંબંધ હોવાથી અસતુને તે સારી રીતે ઓળખે છે; અસતુને અસત્ તરીકે ઓળખાવી, તેને છોડાવતાં સતુનું દર્શન થતું હોવાથી જ્ઞાનીઓ અસતુને અસત્ તરીકે ઓળખાવે છે. આ કારણથી અસતુમાં જ્યાં જીવે સત્ની ભાંતિ કરી છે તે દર્શાવતાં શ્રીમન્નાં કથનો નિર્મળ બુદ્ધિ વડે તપાસવાં યોગ્ય છે. તેમાં કોઈ સ્થળે સંપ્રદાયબુદ્ધિને આંચકો લાગશે, ઊંડી જડ ઘાલી બેઠેલા વિચારને ફેરવવો પડશે, તોપણ ધૈર્યપૂર્વક ગંભીર ચિંતન વડે સત્-અસત્ની તુલના કરતાં પરમાર્થ મોક્ષમાર્ગનું સ્પષ્ટ દર્શન થશે. આમ, આત્મસ્વરૂપબોધક, વૈરાગ્યપ્રેરક, દોષનિવારક ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદે સાધનામાર્ગ સમજાવ્યો છે. તેમણે તેમાં સાધનાને ઉપયોગી અનેક વિષયોનું વિશ્લેષણ કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org